ઉકળતા પાણીમાં બેઠો બાળક જાણી-જાણી…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક હચમચાવી દે તેવો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમારા રૂવાડા ઉભા થઇ જશે.
જો ગરમ ચા, દૂધ કે પાણી આપણા
શરીરના કોઈપણ ભાગ પર પડે તો આપણો જીવ જતો રહે છે. પરંતુ, નાના બાળકનો આવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌ કોઈના હોંશ ઉડી જશે. વીડિયો જોયા પછી, તમે વિચારતા રહેશો કે તમે જે જોઈ રહ્યા છો તે ખરેખર સાચું છે? આ વીડિયો ક્યાંનો છે, ક્યારે છે, અત્યારે તેના વિશે કોઈ પણ પ્રકારની માહિતી નથી. પરંતુ, ઇન્ટરનેટ પર આ વાયરલ થઇ રહેલા વિડીયોએ દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.
આ વીડિયોનેટ્વિટર પર નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે - આ 2021 નું ભારત છે. જોકે આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારવામાં આવ્યો છે તે અંગે તેમણે કોઈ પણ પ્રકારની
માહિતી આપી નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક બાળક ઉકળતા પાણીથી ભરેલા તપેલામાં હાથ જોડીને ધ્યાન કરી રહ્યું છે. તપેલામાં ભરેલું પાણી ઉકળતું જોવા મળી રહ્યું છે. જ્યારે બાકીનો હિસ્સો ફૂલથી ઢંકાયેલો જોવા
મળી રહ્યો છે. આસપાસ લોકોની ભીડ છે, લોકો બાળકને આશ્ચર્યથી જોઈ રહ્યા છે.
કેટલાક લોકો
મોબાઈલથી વીડિયો પણ બનાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આગ પર તપેલું રાખવામાં આવ્યું છે. બાળકની પાછળની બાજુએ એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે, જેના પર ભક્ત પ્રહલાદ લખેલું છે.

રિલેટેડ ન્યૂઝ