ઇસ બૅગ કી કિંમત તૂમ ક્યા જાનો વાચક બાબૂ

ઈટાલી: ઇટાલીની એક લક્ઝરી બ્રાન્ડે વિશ્ર્વની સૌથી મોંઘી બેગ ડિઝાઇન કરી છે. કંપનીએ હાલમાં જ આ બેગ લોન્ચ કરી છે. આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે શું ખરેખર આ બેગની કિંમત 53 કરોડ રૂપિયા હશે અથવા તો એવો સવાલ થશે કે એવું તો વળી શું છે આ બેગમાં જેની કિંમત છે 53 કરોડ રૂપિયા. કોઇ સામાન્ય માણસને આટલી કિંમત કમાતા કદાચ જીવન આખુ નીકળી જાય અથવા તો આટલી રકમ કોઇ સામાન્ય માણસે કદાચ જોઇ પણ ન હોય. જો કે આ બેગ દુનિયાની સૌથી મોંઘી બેગ છે. હકીકતમાં, લક્ઝરી ઇટાલિયન બ્રાન્ડ બોરીની મિલાનેસીએ 6 મિલિયન યુરો (લગભગ 53 કરોડ રૂપિયા)ની કિંમતે બનાવવામાં આવેલી વિશ્વની સૌથી મોંઘી બેગ લોન્ચ કરી છે. શાઇની લુકિંગ બેગમાં, 130 કેરેટ હીરા અને 10 સફેદ ગોલ્ડ પતંગિયા લગાવવામાં આવ્યા છે. દરિયાઇ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા બેગને બનાવાઇ છે. બોરીની મિલનેસીએ ઇન્સ્ટાગ્રામ પરજાહેર કરેલા નિવેદનમાં લખ્યું છે કે સમુદ્રને બચાવવા અને જાગૃતિ લાવવા બેગનું અનાવરણ કરવામાં અમને ગર્વ છે. તે 6 મિલિયન યુરોની બેગ છે. આગળ લખ્યું છે કે તેની આવકમાંથી 800 હજાર યુરો સમુદ્રની સફાઇ
માટે દાન કરાશે. આ બેગની સુંદરતા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વીડિયો દ્વારા બતાવાઇ છે.

હળવા વાદળી શાઇની લુકિંગ બેગમાં સોનાના પતંગિયા પણ મૂકવામાં આવ્યા છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ સિવાય આ બેગ બંધ કરવા માટે એક હૂક પણ લગાવવામાં આવ્યો છે. ઇટાલિયન લક્ઝરી બ્રાન્ડ બોરીની મિલાનેસી બેગ બનાવતી જાણીતી બ્રાન્ડ છે. કંપનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી સુંદર બેગ બતાવવામાં આવી છે. બેગની સાથે તેમના ભાવ પણ છે. આ નવી બેગની કિંમત હાલમાં ચર્ચામાં છે.

રિલેટેડ ન્યૂઝ