ઇંગ્લેન્ડની ટીમનું ચેન્નઇમાં આગમન: ક્વોરન્ટાઇન થયા

શ્રીલંકાને ક્લિનસ્વિપ કર્યાં બાદ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ આજે બુધવારે ભારત પહોંચી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણીના પહેલા બે મેચ ચેન્નાઇમાં રમાવાના છે. પહેલો મેચ પ ફેબ્રુઆરીથી શરૂ થશે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ ખાસ વિમાન દ્રારા આજે સવારે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા. વિમાની મથકેથી ઇંગ્લેન્ડની ટીમ સીધી જ હોટેલ પહોંચી ગઇ હતી જ્યાં બન્ને ટીમ માટે બાયો બબલ બનાવાયું છે. ભારતનો સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને ઉપસુકાની અજિંકય રહાણે ગઇકાલે રાત્રે અહીં પહોંચી ચૂકયા છે. જ્યારે ચેતેશ્વર પુજારા, ઋષભ પંત અને જસપ્રિત



બુમરાહ આજે સવારે પહોંચ્યા હતા. કોચ રવિ શાત્રીનું પણ ચેન્નાઇમાં આગમન થયું છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બુધવારે મોડી સાંજે ટીમ સાથે જોડાયો હતો. બન્ને ટીમ હોટેલ લીલા પેલેસમાં રોકાણ કરશે જ્યાં
બાયો બબલ બનાવાયું છે. ખેલાડીઓ 6 દિવસ ક્વોરન્ટાઇમાં રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી અભ્યાસ શરૂ કરશે. ખેલાડીઓના ત્રણ કોરોના ટેસ્ટ પણ થશે. શ્રેણીનો બીજો મેચ 13મીથી રમાશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે
2-1ના ઐતિહાસિક વિજયથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. જ્યારે પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડે પણ શ્રીલંકા સામે 2-0થી જીત મેળવીને શાનદાર દેખાવ કર્યો છે. આથી આ શ્રેણી રોમાંચક બની રહેશે.





રિલેટેડ ન્યૂઝ