આયરલેન્ડની ત્રીજી વન-ડેમાં પણ ભવ્ય જીત: વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી ઐતિહાસિક સિરીઝ વિજય

વર્લ્ડ કપ સુપર લીગમાં આયરલેન્ડ 10 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે

આયરલેન્ડે નિર્ણાયક અને ત્રીજી વન-ડેમાં બે વિકેટે હાંસલ કરીને વેસ્ટ ઇન્ડિઝ સામે 2-1થી ઐતિહાસિક શ્રોણીવિજય મેળવ્યો હતો.આ વિજય સાથે આયરલેન્ડે 10 પોઇન્ટ મળ્યા છે અને તે વર્લ્ડ કપ સુપર લીગના પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. આયરલેન્ડનું વન-ડે રેન્કિંગ 12 છે અને વિન્ડીઝનું આઠ છે.ઓવરઓલ આયરલેન્ડનો આ બીજો શ્રોણી વિજય છે. આ પહેલાં તેણે આઇસીસીના પૂર્ણ સભ્ય દેશ ઝિમ્બાબ્વે સામે 2019માં પોતાના ઘરઆંગણે શ્રોણીવિજય મેળવ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ 45 ઓવરમાં 212 રન બનાવ્યા હતા.આયરલેન્ડે 31 બોલ બાકી રાખીને આઠ વિકેટના ભોગે વિજય હાંસલ કરી લીધો હતો. રનચેઝ કરનાર આયરલેન્ડે એક સમયે ચાર વિકેટે 190 રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ 18 રનના ગાળામાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. નીચલી
હરોળના બેટ્સમેનોએ ધીરજ રાખીને ટાર્ગેટને આખરે હાંસલ કરી લીધો હતો. આયરલેન્ડ સુપર લીગમાં 68 પોઇન્ટ સાથે ત્રીજું સ્થાન ધરાવે છે. ઇંગ્લેન્ડ 95 પોઇન્ટ સાથે પ્રથમ અને બાંગ્લાદેશ 80 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ભારત 49 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે.

રિલેટેડ ન્યૂઝ