આઇપીએલમાં હવે નંબર વન માટે 4 ટીમની ટક્કર

નવ દિલ્હી: આઇપીએલમાં અત્યાર સુધી કુલ 43 મેચ રમાઈ ચૂકી છે. લીગ ચરણમાં હજુ 13 મેચ રમાવાની બાકી છે. આ 13 મેચ કોઈ જંગથી ઓછી નહીં હોય. દરેક મેચનું પરિણામ ટીમો માટે પ્લેઓફની આશા લઈને આવશે. એટલે કે આગામી 10 દિવસમાં તમામ ટીમોની વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. પ્લેઓફની રેસમાં હાલ ત્રણ ટીમોનું પહોંચવાનું નક્કી માનવામાં આવે છે. પરંતુ એક સ્થાન માટે ચાર ટીમોની વચ્ચે ઘમાસાણ ચાલી રહૃાું છે. ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ હાલની સીઝનમાં પહેલા જ બહાર થઈ ચૂક્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું આઇપીએલની પ્લેઓફમાં પહોંચવું લગભગ નક્કી છે. આ ત્રણ ટીમોના ખાતામાં 14-14 પોઇન્ટ છે. મુંબઈની ટીમ હાલ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. મુંબઈનો નેટ રનરેટ 1.448 છે. ત્યારબાદ દિલ્હી અને આરસીબીનો નેટ રનરેટ પણ પ્લસમાં છે. દિલ્હીની ટીમને હજુ 3 મેચ વધુ રમવાની છે. જ્યારે મુંબઈ અને બેંગલોરોની ટીમો 4-4 મેચ રમશે. જેથી આ ટીમોની અંતિમ ચારમાં પહોંચવું નક્કી માનવામાં આવે છે. શનિવારે કોલકાતા નાઇટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સની વિરુદ્ધ 59 રનની શાનદાર જીત નોંધાવ્યા



બાદ પ્લેઓફની આશા વધુ મજબૂત કરી લીધી છે. કેકેઆરની ટીમ હાલ 11 મેચોમાં 12 પોઇન્ટની સાથે ચોથા નંબર પર છે. નેટ રનરેટના મામલામાં કેકેઆરની ટીમ માઇનસમાં છે. કેકેઆરનો રનરેટ -0.476 છે. અનિલ કુંબલેની કોચિંગમાં
આ ટીમે કમાલ કરી બતાવી છે. સતત ચાર મેચોમાં જીત નોંધાયા બાદ પંજાબની ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમાં નંબર પર છે. પંજાબના ખાતામાં હાલ 10 પોઇન્ટ છે. બાકી બચેલી ત્રણેય મેચ જીતીને પંજાબની ટીમ સીધી પ્લેઓફમાં આરામથી પહોંચી શકે છે. સનરાઇઝર્સની ટીમ હાલ છઠ્ઠા નંબરે છે. સતત હારે આ ટીમને પસ્ત કરી દીધી છે. સનરાઇઝર્સના ખાતામાં હાલ 11 મેચોમાં 8 પોઇન્ટસ છે. બાકી બચેલી મેચો સનરાઇઝર્સ માટે કરો યા મરોની લડાઈ છે. રાજસ્થાન રોયલ્સના ખાતામાં હાલ 11 મેચોમાં 8 પોઇન્ટ્સ છે. એવામાં તેણે બાકી બચેલી ત્રણેય મેચ ઉપરાંત બીજી ટીમોના પરિણામ ઉપર પણ નિર્ભર રહેવું પડશે.





રિલેટેડ ન્યૂઝ