અર્જુન તેંડૂલકરIPL માં ખેલશે?

મુંબઈ તા,16
સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ગઇકાલે હરિયાણા સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની લીગ મેચમાં મુંબઈની સિનિયર ટીમમાં ડેબ્યુ કર્યું છે. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી. અર્જુન બેટિંગ માટે મેદાનમાં તો ઊતર્યો હતો, પણ તે કોઈ બોલ રમ્યા વગર નોટ આઉટ રહ્યો હતો, પણ બોલિંગમાં તેણે હરિયાણાના ઓપનર ચેતન્ય બિશ્નોઈને આઉટ કર્યો હતો. એનો વિડિયો પણસોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ સાથે જ તે આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની હરાજી માટે પણ ક્વાલિફાઈ થઈ શકે છે. ડાબોડી ઝડપી બોલર અર્જુનને બીજા ઝડપી બોલર કૃતિક હનાગાવાડી સાથે મુંબઈની
ટીમમાં સામેલ કરાયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે 22 ખેલાડીને પસંદ કરવાની પરવાની આપ્યા પછી સલિલ અંકોલાના નેતૃત્વ-વાળી પસંદગી સમિતિએ અર્જુનની પસંદગી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ