અજબ પ્રયોગ, ગજબ સફળતા

માર્શલ આર્ટ માસ્ટર પી. પ્રભાકર રેડ્ડી અને તેનો વિદ્યાર્થી બી. રાકેશે આંખો ઉપર પાટા બાંધીને એક મિનિટમાં 49 નારિયેળ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ કરવામાં આવ્યું છે.
તે પહેલા એક મિનિટમાં 35 નારિયેળ તોડીને રેકોર્ડ બનાવ્યો હતો. જ્યાં માસ્ટરની આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવી હતી. તો છાત્રએ તોડવા માટે એક બાદ એક નારિયેળને
રાખવાનું કામ કર્યું. વિદ્યાર્થીને કોઈ નુકશાન પહોંચાડ્યા વગર માસ્ટર અને એક હથોડાથી તમામ નારિયેળને તોડ્યાં. આવી રીતે માસ્ટરે એક મિનિટમાં 49 નારિયેળને તોડવામાં સફળ રહ્યાં છે. બંનેનેઆંધ્રપ્રદેશના નેલ્લોર શહેરમાં 15 સપ્ટેબરના રોજ આ પ્રદર્શન કર્યું હતું.
તેણે એક મિનિટમાં 35 નારિયેળ તોડવાની યોજના બનાવી હતી પરંતુ તે 49 નારિયેળ તોડવામાં સફળ રહ્યાં. પી. પ્રભાકર રેડ્ડીએ કહ્યું
કે, અમે છેલ્લા છ મહિનાથી આ રેકોર્ડ બનાવવા અભ્યાસ કરી રહ્યાં હતાં. શરૂઆતમાં અમે નિષ્ફળ રહ્યાં. પરંતુ સઘન અભ્યાસ કર્યા બાદ અમે એક મિનિટમાં 35 નારિયેળ તોડવાનો નો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યાં.

રિલેટેડ ન્યૂઝ