Connect with us

ગુજરાત

નાનામવા જયભીમનગર પી.પી.પી. યોજનાનો વિરોધ: મનપામાં સૂત્રોચ્ચાર

Published

on

  • કોર્ટ કાર્યવાહી ચાલુ હોવા છતાં પીપીપી યોજનાનું ટેન્ડર કરવામાં આવ્યું જે રદ કરવામાં આવે, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત

રાજકોટના નાનામવા સર્વે નં. 123 પૈકીની ટીપી સ્કીમ 20માં એફ.પી. નંબર 54-બી ઉપર જયભીમનગરમાં પીપીપી યોજના અંગેનું ટેન્ડર કરાતા સ્થાનિકોએ આજરોજ મહાનગરપાલિકાની સેન્ટ્રલઝોન કચેરી ખાતે આવેલ ગરીબ અને મજુર વર્ગના લોકોના ઘર તથા ધંધાવાળી જગ્યા ઉપર ઈરાદા પૂર્વક પીપીપી યોજના લાગુ કરવામાં આવી ભૂમાફિયા બિલ્ડરોને લાભ આપવામાં આવે તેમ જણાવી ભીમનગરના સ્થાનિકોને સુત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને પીપીપી યોજનાનું ટેન્ડર રદ રકવાની રજૂઆત કરી હતી.

જયભીમ નગરના રહેવાસીઓએ આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, સદરહું પી.પી.પી. આવાસ યોજના-2013 નું અગાઉ સને-2014 થી રજુઆતો અને કોર્ટ કાર્યવાહી ચાલું હોવા છતાં પી.પી.પી. યોજના-2013 માં ગરીબ અને મજુર એન શ્રમજીવી અનુ. જાતિના પછાત વર્ગના લોકોના ઘર તથા ધંધા રોજગારવાળી જગ્યા ઉપર ઈરાદા પૂર્વક પી.પી.પી. યોજના-2013 ભીમનગરના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જે મુળ ટેન્ડર પ્રક્રિયાને લાગુ કરાવી પોતાના માનીતા ભૂમાફીયા બિલ્ડરોને લાભ અપાવવાના ગુપ્ત સાજીસના ભાગરૂૂપે મુડીવાદી જમીન માફીયાઓને આર્થીક લાભ અપાવવા ટેન્ડર પ્રક્રિયા અમલ કરાવતા હોય તેવું તા.14/02/2023 ના રાજકોટ મ્યુનિ. કોર્પો. ની સાઈટમાં જણાય આવે છે. જેથી નીચે મુજબના મુદાઓ અને રજુઆતને ધ્યાને લઈ પી.પી.પી. યોજના-2013 ને રદ કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પી.પી.પી. યોજના-2013 મહાનગરપાલીકા પાસે બીજી ખુલ્લી જગ્યા હોવા છતાં હાલની પી.પી.પી. યોજના-2013 માં ગરીબ અને મજુરવર્ગના અનુ.જાતિના શ્રમજીવી લોકોના ઘર તથા ધંધા રોજગાર વગરના કરવા આ જગયા ઉપર ઈરાદાપૂર્વક પી.પી.પી. યોજના-2013 જયભીમનગરમાં સહમતી વગર, જબરજસ્તી અમલ કરવામાં આવેલ છે. અને એક ચોકકસ અનુ.જાતિના લોકોની રહેઠાણની જમીન ઉપર અને સદરહું લોકો ઘણા લાંબા સમયથી ” પીશ ફુલ અને સેટલ પઝેશન ’ ધરાવતાં હોવા છતાં તેમજ રાજકોટના મહે. સીનીયર સીવીલ જજની કોર્ટ સમક્ષ સ્પે, સીવીલ એપ્લીકેશન નં. 239/2015 થી દાવો પેન્ડીંગ અને અગમ્ય કારણોસર ફરીથી તે જ દાવો દી. કેસ નં. 2219/2023 થી ફરી ફાઈલે લેવા અરજ ગુજરવામાં આવેલ છે. અને હાલ ન્યાય નિર્ણય માટે પેન્ડીંગ હોવા છતાં દાવો કોર્ટમાં સબ જયુડીશ હોય અને સદરહું દિવાની દાવાના કામે નામ. અદાલત દવારા તા. 11/10/2015 ના રોજ સદરહું ભીમનગરની સ્થળ સ્થિતિનું પંચનામુ કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. ના અધિકારીશ્રી અને મહે. કલેકટર કચેરીના અધિકારીશ્રી તેમજ અન્ય અધિકારીશ્રી અને પંચોની રૂૂબરૂૂમાં આખા વિસ્તારની સ્થળ સ્થિતિ અને રોડ, રસ્તા અને નળ, લાઈટ પાણી, વીજ પોલ અને ટેલીફોન પોલ સહીતની તમામ સુવિધા સાથ સદરહું જમીન ઉપર અરજદારોના કબજા ભોગવટાવાળા મકાનોની સ્થળ સ્થિતિ દર્શાવતું પંચનામું કરવામાં આવેલ છે. જેમાં ઉપરોકત તમામ પ્રાથમીક સુવિધાઓ સભર વિસ્તાર છે. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન અને મહે. કલેકટર કચેરીના અધિકારીશ્રીઓ સારી જાણે છે. અને નામ અદાલતના ઉપરોકત દી. કેસ નં. 239/2015 ના કામે આંક 14/3 થી રેકર્ડ ઉપર રજુ છે.

તંત્રએ ઓફિસમાં બેસી મનઘડત નિર્ણય લીધો
જયભીમ નગરની જમીન નાનામૌવા ગ્રામ પંચાયતમાં આવતી હોય અને સમય જતાં નાનામોવાને રાજકોટ ભેળવી દેવાતાં અને ટી.પી.ના રોડ રસ્તા વિગેરે અમોની જાણ બહાર લાગું કરવામાં આવેલ છે. અને સદરહું ભીમનગરની જમીન રાજકોટમાં ભળતાં અને ટી.પી. શાખા દવારા ટી.પી.-20 નું આયોજન કરવામાં આવેલ અને એ મુજબ અનામત પ્લોટ નં. 54 તથા 54 બી તથા 55/પૈકી ના પ્લોટનું આયોજન કરવામાં આવેલ અને જેને એસ.ઈ. ડબલ્યુ.એસ. માં સમાવેશ કરી દેવામાં આવેલ. જે તમામ આયોજન ટી.પી. શાખાના અધિકારી/ કર્મચારીશ્રીઓએ સ્થળ સ્થિતિનું મકાનોનું પરીક્ષણ, નિરીક્ષણ કર્યા વગર જ ઓફીસમાં ટેબલ ઉપર બેસી પોતાની રીતે મનઘડત રીતે પોતાની રીતે અણધણ આયોજન કરવામાં આવેલ છે.

ગુજરાત

ચૂંટણી માહોલ વચ્ચે હવામાન પલટો: ગુજરાતમાં આંધી સાથે માવઠું

Published

on

By

  • ઉત્તર ગુજરાત, કચ્છ, ભાવનગર, દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, અનેક સ્થળે વૃક્ષો ઉખડી પડયા

દેશમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ જામી રહ્યો છે મતદારોનો મિજાજ જોવા મોદી-ભાજપ તરફી હવામાનમાં પલ્ટો આવે તેવી શક્યતા નથી પણ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અને હજુ આગામી 48 કલાક સુધી માવઠાનું વાતાવરણ રહે તેવી આગાહી છે.
ગઈકાલે ગુજરાતના અમદાવાદ, અરવલ્લી, બોટાદ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા, પાટણ, કચ્છ અને મોરબી સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જો કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો, અહીં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજાર અને ભૂજ તાલુકામાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે પવન ફૂંકાવાના પગલે અંજારમાં વીડી ચાર રસ્તા નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતુ.

આવી જ રીતે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે પણ ભારે પવન સાથે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. અવારનવાર માવઠાના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ સમી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ભિલોડા અને શામળાજીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે જીરું, વરિયાળી અને પપૈયાના પાકમાં નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ, આંબલા, અમરગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠુ પડતાં ઉનાળું પાકમાં નુક્સાનની ભીતિને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના એસજી હાઈવે, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટા શરૂૂ થઈ ગયા હતા. અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને તોફાની પવન ફૂંકાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાની પણ ફરિયાદો મળી છે.

દ્વારકા જિલ્લાના ભાણવડ અને ખંભાળિયા તાલુકાના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો. ભાણવડ પંથકમાં મીની વાવાઝોડો ફૂંકાયું હતુ. પંથકના ગુંદા, ખોખરી અને ભાણ ખોખરી તેમજ રોજીવાદા ગામમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.જ્યારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી પંથક તેમજ મોરબી પંથકમાં પણ દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ ધીમી ધારે વરસાદ શરૂૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજીતરફ હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. જેમા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે. વંટોળ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકામાં વરસાદ પડવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં વરસાદ પડશે. આ તરફ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદ પડશે.

જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં પણ આગામી કલાકોમાં જ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ સંભાવના છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ અનેક રાજ્યોમાં 15મી સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 15 એપ્રિલે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી અને મધ્ય પ્રદેશમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. દેશની હવામાન પ્રવૃત્તિઓ હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર, પશ્ચિમી વિક્ષેપ અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં અને ઈરાનની નજીકમાં દરિયાઈ સપાટીથી 3.1 થી 12.6 કિલોમીટર ઉપર સ્થિત છે. તે જ સમયે, ભારતીય લો પ્રેશર એરિયા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો અને સંબંધિત ચક્રવાત પરિભ્રમણ પર સ્થિત છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ ઉપરાંત, પૂર્વ-પશ્ચિમ ઘાટ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પરના નીચા દબાણના ક્ષેત્ર સાથે સંકળાયેલા ચક્રવાતથી લઈને પૂર્વી ઝારખંડથી દક્ષિણ ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બિહાર સુધી, સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. કોમોરિન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તે જ સમયે, કોમોરિન વિસ્તાર પર ઉપરોક્ત ચક્રવાત પરિભ્રમણથી કોંકણ અને ગોવા થઈને કેરળ અને આંતરિક કર્ણાટક સુધી એક ચાટ/વિક્ષેપ વિસ્તરી રહ્યો છે. આસામ ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે.

Continue Reading

ગુજરાત

ક્ષત્રિય રેલીનો રેલો, સરકાર એક્શનમાં

Published

on

By

  • નેતાઓ-અધિકારીઓ-રાજવીઓની હાજરી અંગે એજન્સીઓ પાસેથી મંગાવી વિગતો

ગઇકાલે રાજકોટના રતનપરમાં ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજે મહા સંમેલન યોજ્યુ હતુ, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નેતાઓ અને લોકોએ હાજરી આપી હતી, મહાસંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે, સુત્રો અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તમામ માહિતીઓ મંગાવી છે, ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ સરકારે મંગાવી છે, જેમાં કયા કયા નેતાઓ, કયા અધિકારીઓ અને કયા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેની ડિટેલ્સ માંગવામાં આવી છે.

આ સંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ, ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ મંગાવી છે. સંમેલનમાં કયા-કયા રાજવીઓ ઉપસ્થિત હતા તેની પણ માહિતી મંગાવાઇ છે.

ક્ષત્રિય સંમેલનને લઇને ઈંઇ સહિતની એજન્સીઓએ રાજ્યના ગૃહ વિભાગ, સરકારને રિપોર્ટ મોકલ્યો છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારી, રાજકીય આગેવાનોની ખાસ નજર હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર કાર્યક્રમ અંગે તમામ વિગતો મેળવી લીધી છે, હવે આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોના સંબોધનનું વિશ્ર્લેષણ કરાશે.

આ ક્ષત્રિય સંમેલનમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ-કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યાં હતા, તે અંગે પણ ડિટેલ્સમાં માહિતી મંગાવવામાં આવી છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની નજર હતી. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એકસાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા.
આ પહેલા રાજકોટમાં સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી તેમ સમયે એકસાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા કર્યા હતા.

Continue Reading

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

Trending