Uncategorized
મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે બંધ રહેશે! છ કલાક સુધી કોઈ ફ્લાઈટ નહીં ઉડે, જાણો શું છે કારણ

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ, જે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) તરીકે ઓળખાય છે, તે આજે (17 ઓક્ટોબર) બંધ રહેશે. ચોમાસાની સિઝન બાદ એરપોર્ટના બે રનવે પર મેઈન્ટેનન્સના કામ માટે એરપોર્ટને હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો. CSMIAના નિવેદન મુજબ ફ્લાઇટ ઓપરેશન છ કલાક માટે બંધ કરવામાં આવશે. મેન્ટેનન્સનું કામ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
એરપોર્ટના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘CSMIAના ચોમાસા પછીના રનવે મેન્ટેનન્સ પ્લાનના ભાગરૂપે, બંને રનવે RWY 09/27 અને RWY 14/32 17 ઓક્ટોબરે અસ્થાયી રૂપે બિન-ઓપરેશનલ રહેવાના છે. આ સુનિશ્ચિત કામચલાઉ બંધ એ CSMIAની વાર્ષિક ચોમાસા પછીની જાળવણી યોજનાનો એક ભાગ છે. આ સંદર્ભે, છ મહિના પહેલા એરમેનને એક નોટિસ (નોટમ) પણ જારી કરવામાં આવી છે.
ફ્લાઇટ ઓપરેશન કેમ બંધ કરવામાં આવ્યું?
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરવાનો હેતુ રનવેનું સમારકામ અને જાળવણી કરવાનો છે. તેમનું કહેવું છે કે આના દ્વારા જ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ધોરણો સુધી જાળવી શકાય છે. CSMIAનું કહેવું છે કે દર વર્ષે ચોમાસાની સિઝન પછી રનવે મેઇન્ટેનન્સ માટે બંધ કરી દેવામાં આવે છે. આ તે કામનો એક ભાગ છે જેના દ્વારા માત્ર ફ્લાઇટ ઓપરેશન જ નહીં પરંતુ મુસાફરોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે.
મુંબઈ એરપોર્ટે જણાવ્યું હતું કે આ કામચલાઉ બંધ એ દર્શાવે છે કે કેવી રીતે પેસેન્જર સલામતી તેની કામગીરીમાં પ્રથમ અભિગમ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટે તમામ મુખ્ય હિતધારકો સાથે વાત કરી છે અને તેમને આ અંગે જાણ કરી છે. જેથી ફ્લાઈટ્સ યોગ્ય રીતે જાળવણી પૂર્ણ કરવા માટે સુનિશ્ચિત કરી શકાય. એરપોર્ટે કહ્યું કે તે મુસાફરો પાસેથી સહકાર અને સમર્થનની પણ અપેક્ષા રાખે છે. મુંબઈ એરપોર્ટ પરથી દરરોજ 900 ફ્લાઈટ્સ ઉડે છે.
એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 33 ટકાનો વધારો થયો છે
મુંબઈ એરપોર્ટે સોમવારે કહ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના પેસેન્જર ટ્રાફિકમાં 33 ટકાનો વધારો થયો છે, જે હવે 1.27 કરોડ પર પહોંચી ગયો છે. જો કોવિડ રોગચાળા પહેલા 2019 ના સપ્ટેમ્બર ક્વાર્ટર સાથે સરખામણી કરવામાં આવે તો, મુસાફરોની સંખ્યામાં 109 ટકાનો વધારો થયો છે. છેલ્લા ક્વાર્ટરમાં, એરપોર્ટ પર 60,861 ડોમેસ્ટિક એર ટ્રાફિક હિલચાલ હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકની હિલચાલની સંખ્યા 20,438 હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓએ એક વર્ષ અગાઉના સમયગાળામાં કુલ 96 લાખ મુસાફરો નોંધ્યા હતા.
Uncategorized
જાહેરમાં થૂંકતા વધુ 10 બેશરમો પકડાયા, ફટકારાયો દંડ

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જાહેરમાં થુકતા 10 બેશરમોને ઈમેમો ફટકારી જાહેરમાં ગંદકી ફેલાવતા અનેકચરો ફેંકતા 33 નાગરિકોને દંડ ફટકાર્યો હતો. તેમજ અલગ અલગ દુકાનોમાંથી 3.6 કિગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી વધુ 23.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત 10 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1444 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 454 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.06-12-2023 નાં રોજ 1(એક) સફાઈ કામદાર યદુનંદન ચોકપાસે ખુલ્લા પ્લોટમાં કચરો ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 33 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
Uncategorized
મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.
Uncategorized
રાણપર ગામે દૂધની ડેરીમાં તોડફોડ કરી, આગ ચાંપી : એક શખ્સ સામે ફરિયાદ

ભાણવડથી આશરે વીસ કિલોમીટર દૂર રાણપર ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન તેમજ આરોપી શકદાર ઈસમ એવા રાણપર ગામના સામત ભુરાભાઈ રાણાવાયાના પરિવાર વચ્ચે જમીનના રસ્તા બાબતે ઘણા સમયથી મન દુ:ખ ચાલતું આવતું હતું. જેથી આશરે બે મહિના પહેલા આરોપી શકદાર શખ્સ દ્વારા ફરિયાદી રામાભાઈ ઓડેદરાની ડેરીમાં ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પછી પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ચોરીની ફરિયાદ પરત ખેંચી લેવા તેમજ ડેરી બંધ કરી દેવાનું કહી, રામભાઈ મેરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની ડેરીમાં અપપ્રવેશ કરીને ડેરીમાં રાખવામાં આવેલું રૂૂપિયા 15,000 ની કિંમતનું કોમ્પ્યુટર, રૂૂ. 5,000 ની કિંમતનું પ્રિન્ટર, રૂૂ. 42,000 ની કિંમતનું ફેટ મશીન, રૂૂ. 6,000 ની કિંમતનું સ્ટ્રીરર, રૂૂપિયા 5500 ની કિંમતનો વજન કાંટો, કપાસિયાની ગુણી વિગેરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખતા આ ડેરીમાં કુલ રૂૂપિયા 74,100 નું નુકસાન થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે સામત ભુરાભાઈ રાણાવાયા સામે આઈપીસી કલમ 427, 436, 454, 457, 504 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કારાવદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખામાં યુવાનને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ
ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા અયુબભાઈ હનીફભાઈ સંઘાર નામના 28 વર્ષના યુવાનને આ જીતેશભા, સીદીયાભા, તથા અન્ય એક શખ્સ મળી ત્રણ શખ્સોએ હાથમાં પહેરેલા કળા વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મારીને પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર