Connect with us

અમરેલી

અમરેલી જિલ્લાને વંદે ભારત ટ્રેન અપાવવાની ખાત્રી આપતા સાંસદ

Published

on

અમરેલી જિલ્લામાં જેતલસરથી ઢસા રેલવે લાઈનને મીટર ગેજ માંથી બ્રોડગેજ માં રૂૂપાંતરિત કરવામાં આવતા હવે નવી લાંબા અંતરની ટ્રેનો ની સુવિધાઓ એક પછી એક સાંસદ અને ધારાસભ્યના પ્રયત્નથી મળતી જોવા મળી રહી છે. ત્યારે શરૂૂવાત માં વેરાવળ – બનારસની ટ્રેન બાદ હવે નવી અમદાવાદ,વડોદરા, અંકલેશ્વર, સુરત અને મુંબઈ ના મુસાફરો ની સુવિધાઓ આપવા માટે વેરાવળ – બાંદ્રા ટ્રેનની પ્રથમ સફર નુ સ્વાગત કરી તેને લીલી જંડી આપવા માટે નો કાર્યક્રમ અમરેલી જિલ્લાના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા રેલવે સ્ટેશન પર આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા દ્વારા અમરેલી જિલ્લાને લાંબા અંતરની ટ્રેન સુવિધાઓ અપાવવા માટે પોતે અનેક પ્રયત્નો કર્યા છે તેનું ફળ આજે અમરેલી જિલ્લા ની જનતાને આ લાંબા અંતરની ટ્રેન સ્વરૂૂપે મળી રહ્યા છે સાથે આવનાર સમય માં અમરેલી જિલ્લા ને આજ સ્ટેશનો પર થી વંદેભારત ટ્રેન અને બીજી અન્ય લાંબા અંતરની ટ્રેનો શરૂૂ કરવા માટેની રજુવાતો કરવામાં આવી છે અને ટૂંકાગાળા માં લાંબા અંતરની બીજી ટ્રેન પણ મળશે તેની ખાત્રી અપાઈ હતી. આ તકે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્વારા સાંસદ દ્વારા અમરેલી જિલ્લા અને અમરેલી વિધાનસભા વિસ્તારને વેરાવળ બાંદ્રા ટ્રેનના 15માંથી 6સ્ટોપ અપાવવા અને નવી ટ્રેનો અપાવવા માટે રજુવાત સાથે આભાર માન્યો હતો આ ટ્રેનને લીલી ઝંડી આપી તે જ ટ્રેન માં વડિયા સ્ટેશન થી સાંસદ નારણ કાછડીયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરત સુતરીયા,તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યોં,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા,સ્થાનિક ભાજપ સંગઠન ના હોદેદારો એ મુસાફરી કરી હતી અને આ કાર્યક્રમ માં મોટી સંખ્યામાં સ્થાનિક હોદેદારો,સરપંચો,અને આસપાસ વિસ્તાર ના લોકો સહીત રેલવે સ્ટાફ પણ જોડાયો હતો.

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

Published

on

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે

Continue Reading

Trending