Site icon Gujarat Mirror

કલ્યાણપુરના નંદાણા નજીક મોટરકારની પલટી: બે મુસાફરો ઈજાગ્રસ્ત


કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ નજીક મધ્યરાત્રીના સમયે એક મોટરકાર અકસ્માતગ્રસ્ત થતા તેમાં જઈ રહેલા બે મુસાફરોને ગંભીર ઈજાઓ થવામી હતી.અકસ્માતની આ ઘટના સંદર્ભે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામેથી ગતરાત્રિના આશરે ચારેક વાગ્યાના સમયે પોરબંદર પાસિંગની એક મારુતિ સુઝુકી મોટરકાર જઈ રહી હતી. ત્યારે નંદાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિર પાસેથી પસાર થતા આ કારનો કોઈ કારણોસર અકસ્માત સર્જાયો હતો અને રોડની એક બાજુ આ કાર પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં કારમાં જઈ રહેલા ચાર વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થવા પામી હતી.અકસ્માતની જાણ 108 માં કરવામાં આવતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો અને અહીં ઘવાયેલાઓને પ્રાથમિક સારવાર આપીને ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Exit mobile version