Connect with us

Uncategorized

અહીંથી નીકળવું નહીં તેમ કહી રાણ ગામે વૃધ્ધા પર માતા-પુત્રનો કુહાડીથી હુમલો

Published

on

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા બુદ્ધિબેન મેઘજીભાઈ લખમણભાઈ નકુમ નામના 80 વર્ષના સતવારા મહિલા અન્ય એક મહિલાના ઘરે બેસવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેશરબેન નકુમ તેમજ તેમના પુત્ર ડાયાભાઈ નકુમએ તેમને ‘અહીંથી નીકળવું નહીં’- તેમ કહી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા કુહાડા અને લાકડાના ધોકા વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં માતા-પુત્ર સામે આઈપીસી કલમ 323, 325, 504, 114 તથા જી.પી. એક્ટરની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવાનને મારી નાખવાની ધમકી
ખંભાળિયાના મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા જીતુભાઈ બાલાભાઈ નામના 21 વર્ષના યુવાન સાથે અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને આ જ વિસ્તારમાં રહેતા ગૌતમ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરૂૂ નામના શખ્સ દ્વારા બેફામ માર મારી, જાનથી મારી નાખવાની આપતાં ખંભાળિયા પોલીસ મથકમાં ગૌતમ ઉર્ફે ગોટીયો ડોરૂૂ સામે આઈપીસી કલમ 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
પીઘેલી હાલતમાં વાહન ચાલકો ઝડપાયા
ખંભાળિયામાં સલાયા ઓવરબ્રિજ પાસેથી પોલીસે અત્રે મહેશ્વરી નગર વિસ્તારમાં રહેતા મોહિત રાજેન્દ્ર ડોરૂૂ (ઉ.વ. 25) ને રૂૂપિયા 70 હજારની કિંમતના ઓટો રીક્ષાને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લીધો હતો. દ્વારકા પોલીસે શાક માર્કેટ પાસેથી રાત્રિના સવા વાગ્યાના સમયે રૂૂપિયા 20,000 ની કિંમતનું બુલેટ મોટર સાયકલ લઈને નીકળેલા અજય ભીખાભા માણેક (ઉ.વ. 21)ને તથા દ્વારકામાં મચ્છી પીઠ વિસ્તારમાંથી વરવાળા ગામના રાહુલ સીદા વીકમા (ઉ.વ. 23) ને રૂા.20,000 ની કિંમતના હીરો મોટરસાયકલ પર પીધેલી હાલતમાં નીકળતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને બહુમાળી ભવન ચોકમાં ફિનાઈલ પીધું

Published

on

By

શહેરમાં વ્યાજના વરૂઓ બેફામ બન્યા હોય તેમ અવારનવાર વ્યાજખોરોના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે રાજકોટમાં ગોંડલ રોડ પર રામનગરમાં રહેતા યુવાને કપડાનો ધંધો કરવા માટે મિત્ર પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં. જે વ્યાજે લીધેલા રૂપિયા ચુકવી દીધા હોવા છતાં મિત્રએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો હોવાના આક્ષેપ સાથે યુવાને બહુમાળી ભવન ચોક પાસે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો. પોલીસે વ્યાજખોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ રોડ પર આવેલા રામનગરમાં રહેતા નિકુંજ દશરથભાઈ પરમાર નામનો 29 વર્ષનો યુવાન બહુમાળી ભવન ચોકમાં હતો ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પુછપરછમાં નિકુંજ પરમારે કપડાનો ધંધો કરવા માટે મિત્ર જિજ્ઞેશ પુજારા પાસેથી રૂપિયા એક લાખ 30 થી 40 ટકાના વ્યાજે લીધા હતાં નિકુંજ પરમારે રૂપિયા 2.35 લાખ ચુકવી દીધા હોવા છતાં મિત્ર જિજ્ઞેશ પુજારા પઠાણી ઉઘરાણી કરી જનક એન્ટરપ્રાઈઝમાં લઈ જઈ માર માર્યો હતો. મિત્રની પઠાણી ઉઘરાણીથી કંટાળી ફિનાઈલ પી લીધું હોવાનું નિકુંજ પરમારે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે પ્ર.નગર પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર જિજ્ઞેશ પુજારાની અટકાયત કરી છે અને તપાસનો દૌર લંબાવ્યો છે.

Continue Reading

Uncategorized

ગમખ્વાર અકસ્માતની તપાસ માટે ટીમ બનાવાઈ

Published

on

By

  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં દસ લોકોના થયા હતાં મોત

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર નડિયાદ પાસે ગંભીર રોડ અકસ્માત થયો છે. આમાં 10ના મોત થઈ ગયા છે. તો, એક શખ્સની સ્થિતિ ગંભીર કહેવામાં આવી રહી છે. અકસ્માત તે સમયે થયો જ્યારે ઑઈલ ટેન્કરની પાછળથી આવતી ફાસ્ટ કાર તેની સાથે અથડાઈ. અકસ્માત તે સમયે થયો જ્યારે હાઈવે પર ટેક્નિકલ ખામીને કારણે ટેન્કર હાઈવેની સાઈડમાં રોકાયેલું હતું. આ ગમખ્વાર અકસ્માતની તપાસ માટે પોલીસની ખાસ ટીમ બનાવવામાં આવી છે.

કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે કારમાં બેઠેલા 10 જણના મૃત્યુ થઈ ગયા છે. આમાંથી 8ના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે બેના હોસ્પિટલ જવાના રસ્તે જીવ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 8 પુરુષ, 1 મહિલા અને અને 4-5 વર્ષનો એક બાળક સામેલ છે. રાહગીરોએ 108 નંબર પર અકસ્માતની સૂચના આપી. માહિતી મળતા જ એમ્બ્યુલેન્સની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સાથે એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે શીટ કાપવી પડી હતી. અકસ્માતને કારણે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભારે જામ થઈ ગયો હતો. પોલીસે કોઈક રીતે કારને સાઈડમાં લઈ જઈ જામ હટાવ્યો હતો.

કારમાં વડોદરા, નડિયાદ અને અમદાવાદ શહેરના મુસાફરો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. પોલીસે મૃતદેહોના પંચનામા કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ સાથે કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે મૃતકની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ચાલતા ટેન્કરની પાછળ કાર કેવી રીતે ઘુસી ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે રામ નવમીના કારણે એક્સપ્રેસ વે પર વાહનોની વધારે ભીડ નહોતી. તમને જણાવી દઈએ કે એક્સપ્રેસ વે પર વાહનો સરેરાશ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે. પોલીસે અકસ્માતની વિગતવાર માહિતી મેળવવા માટે વધુ તપાસ માટે વિશેષ ટીમની રચના કરી છે.

Continue Reading

Uncategorized

રૂપાલાએ વિજય મુહૂર્તના બદલે ‘લાભ’ ચોઘડિયામાં ભર્યુ ફોર્મ

Published

on

By

  • 11.20 કલાકે ઉમેદવારી નોંધાવી અને 11:30 કલાકે લીધા સોગંદ: રૂપાણી-બાવળિયા-ભાનુબેન-ઉદય કાનગડ, કેસરીદેવસિંહ-ડો. બોઘરા-રમેશ ટીલાળા સાથે રહ્યા

લોકસભાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ભાજપની પરંપરા તોડી વિજય મહુર્તમાં ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના બદલે એક કલાક વહેલા લાભ મુહુર્તમાં ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું. જ્યારે તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ અને ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્યો સાથે રહ્યા હતાં.

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ સવારે બહુમાળી ભવન પાસે જાહેરસભાના સંબોધન કર્યા બાદ બહુમાળી ભવન પાસેથી ભાજપના હોદેદારો સાથે રસાલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો અને પરસોતમ રૂપાલાએ ઉમેદવારી પત્રક કલેક્ટર સમક્ષ રજૂ કર્યુ હતું.

આ તકે તેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ,, રમેશભાઈ ટીલાળા, ડો. ભરતભાઈ બોઘરા સહિતના હોદેદારો સાથે રહ્યા હતાં. ભાજપની દરવખતની પરંપરા રહી છે. બહુમાળી ભવન ખાતે જાહેરસભા બાદ 12:39ના વિજય મુહુર્તના વિધાનસભા કે સંસદ સભાના ઉમેદવારો ઉમેદવારી પત્રક રજૂ કરતા હોય છે. પરંતુ આ વખતે પરસોતમ રૂપાલાએ આ પરંપરા તોડી હતી.

12:39ના વિજય મુહુર્તમાં ઉમેદવારી પત્રક રજૂ કરવાના બદલે 11:20 કલાકે કલેક્ટર પ્રભવ જોશી, એડિશનલ કલેક્ટર ચેતન ગાંધી, ચૂંટણી અધિકારી નારણ મુછાળ, એડીશનલ કલેક્ટર મીયાણીની હાજરીમાં ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું.પરસોતમ રૂપાલાએ ઉમેદવારી પત્રક રજૂ કર્યા બાદ કલેક્ટરે 12:30 કલાકે તેમની પાસે સંવિધાનના સોગંદ લેવડાવ્યા હતાં.

જ્યારે પરસોતમ રૂપાલાના ડમી ઉમેદવાર તરીકે મોહનભાઈ કુંડારિયાએ ઉમેદવારી પત્રક રજૂ કર્યુ હતું. પરસોતમ રૂપાલાના ટેકેદાર તરીકે ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, કુંવરજીભાઈ બાવળિયા અને કેસરીદેવસિંહ ઝાલા સાથે રહ્યા હતાજ્યારે મોહનભાઈ કુંડારિયાના ટેકેદાર તરીકે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, હરેશભાઈ હેરભા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધનસુખભાઈ ભંડેરી સાથે રહ્યા હતાં.

લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ હોય તેના કારમે તમની સુરક્ષા માટે કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું હતું.રૂપાલા ઉમેદવારી નોંધાવવા આવ્યા તે પહેલા કલેક્ટર કચેરી ખાતે આઈકાર્ડ વગર નો એન્ટ્રી રાખવામાં આવી હતી જ્યારે બે ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસ જવાનો કલેક્ટર કચેરીએ બંદોબસ્ત જાળવ્યો હતો.

પરસોત્તમ રૂપાલાની શિક્ષકથી લઈને મંત્રી સુધીની સફર

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે પરસોતમ રૂપાલાએ આજે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભાજપના અદના કાર્યકર પરસોતમ રૂપાલાએ શિક્ષકથી કારકીદી શરૂ કરીને મંત્રી સુધી પહોંચ્યા હતા.1954માં જન્મેલા પરસોતમભાઈ ખોડાભાઈ રૂપાલાનું મુળ વતન અમરેલી નજીક આવેલ ઈશ્ર્વરિયા ગામ છે. 1976માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસીની ડીગ્રી મેળવ્યા બાદ 1977માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએડની ડીગ્રી મેળવી હતી. પરસોતમ રૂપાલાના 1979માં સવિતાબેન સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેમનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે સાથો સાથ શિક્ષક તરીકે 1977માં બગસરાના હામપુર ગામે જોડાયા હતા અને હામપુર હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ 1983થી લઈને 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે સેવા આપી હતી અને ત્યાર બાદ 1987થી લઈને 1988 દરમિયાન અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં પ્રીન્સીપાલ રહ્યા હતા.

1988થી 1991 દરમિયાન અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી હતી બાદમાં 1992માં ગુજરાતના સેક્રેટરી તરીકે તેમની નિમણુંક થઈ હતી. 2005થી લઈને 2006 સુધી તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે રહ્યા હતા આ ઉપરાંત 2006થી 2010 નેશનલ વાઈસ પ્રેસીડન્ટ અને નેશનલ ક્ધવીનર કિશાન મોરચામાં પણ સેવા આપી હતી.

પરસોતમ રૂપાલા 1991થી 1995માં ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા અને 1995થી 1997 અને 1998થી 2002 સુધી ધારાસભ્ય રહ્યા હતા ત્યાર બાદ કોંગ્રેસના પરેશ ધાનાણી સામે વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા.

પરસોતમ રૂપાલા 1995માં નર્મદા નિગમના મંત્રી બન્યા હતા જ્યારે 1999થી 1996 દરમિયાન વોટર સપ્લાયના મંત્રી તરીકે રહ્યા હતાં. જ્યારે 2016માં રાજ્યસભાના મેમ્બર બન્યા બાદ બે ટર્મથી કેન્દ્રીય મંત્રી તરીકે જૂદા જુદા વિભાગો સંભાળી રહ્યા છે.

Continue Reading

Trending