Connect with us

rajkot

મચ્છર ઉત્પત્તિ સબબ 179 મિલકતધારકોને કોર્પોરેશનની નોટિસ

Published

on

રાજકોટ શહેરમાં દિવસે દિવસે મચ્છરજન્ય રોગચાળામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત ડેંગ્યુ મેલરિયા અને ચિકનગુનિયાના કેસો નોંધાય રહ્યાં છે. ત્યારે મનપાની આરોગ્ય શાખા એકશનમાં આવી છે. જે પોરાનાશક કામગીરી, ફોગીંગ કામગીરી કરી રહી છે તે મચ્છર ઉત્પતિ સ્થળના આસામીઓને નોટિસ ફટકારી રહી છે.
રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા – 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ 115 દ્વારા તા.13/11/23 થી તા.19/11/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 39,443 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1486 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્યુદનશી રોગ અટકાયતીના ભાગરૂૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 256 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂકલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્લેરીક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 151 અને કોર્મશીયલ 28 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

rajkot

રાજકોટમાં હાર્ટએટેક વધુ એક પરિણીતાને ભરખી ગયો

Published

on

હૃદય રોગના હુમલાથી અનેક માનવ જિંદગીના શ્વાસ થંભી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રણછોડનગરમાં આવેલા જલગંગા ચોકમાં રહેતા ગીતાબેન મનસુખભાઇ દાવડા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા પરિણીતાને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનના સુસવાટા, માવઠાની આગાહીએ ચિંતા વધારી

Published

on

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે અમુક સ્થળોએ કમોસમી વરસાદ પડવા સાથે ઠંડા પવનો નિકળતા વાતાવરણમાં ઠંકર છવાઇ ગઇ છે. અને સવારથી વાદળછાયુ ધ્રાબડીયુ વાતાવરણ સર્જાયુ છે. હજુ આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હોવાથી ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. ગઇકાલે સંતરામપુરમાં એક, કડાણામાં પોણો અને છોટાઉદેપુરમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. તેમજ સાયક્લોનીક સર્કયુલેશન સક્રિય થતાં માવઠું થઈ શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.હાલ સૌથી ઓછું નલિયામાં 12.2 ડિગ્રી તાપમાન છે. જ્યારે અમદાવાદમાં 19.6 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.મિચાંગ સાયક્લોનની ગુજરાત પર હાલ કોઈ અસર રહેશે નહીં.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, આણંદ,ભાવનગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નવસારી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો વલસાડ,તાપી, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન થાય તેવી સંભાવના છે. તો ડાંગ,દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર, પંચમહાલ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Continue Reading

rajkot

સોમવારથી ધોરણ 12ના વિદ્યાર્થીના મતદારયાદીમાં નામ ઉમેરવા ઝુંબેશ

Published

on

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણી પંચના આદેશથી રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા મતદારયાદી સુધારણ કાર્યક્રમ જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે યુવા મતદારો મતદાન કરી શકે તે માટે તેમના નામ મતદારયાદીમાં ઉમેરવા સોમવારથી એક નવી ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યાં છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ધો.12માં ભણતાં તમામ વિદ્યાર્થીઓના મતદાર યાદીમાં નોંધાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે જણાવ્યું છે.
રાજકોટ શહેર જિલ્લામાં લોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોના મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે એક પછી એક અસરકારક પગલાં અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ ઘરે ઘરે જઈ બુથ લેવલ ઓફિસરો દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ કોલેજોમાં બુથ લેવલ ઓફિસરો દ્વારા જઈને યુવા મતદારોને ઓનલાઈન મતદાર યાદીમાં નામ કેવી રીતે ઉમેરવું અને ફોર્મ કેવી રીતે ભરવું અને શું શું ડોકયુમેન્ટ જોડવા તે અંગેના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં.
ત્યારબાદ રાજકોટ શહેર અને જિલ્લામાં 2200થી વધુ મતદાન મથકો પર બુથલેવલના ઓફિસરો દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરવા માટે બે દિવસ ઝુંબેશ કરી હતી અને આગામી તા.3 ડિસેમ્બરને રવિવારના રોજ તેમજ તા.9 ડિસેમ્બર શનિવારના રોજ બુથ લેવલ પર મતદાર યાદી સુધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવામાં આવશે.
બીજી બાજુ જિલ્લા કલેકટર પ્રભવ જોષી અને ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર દ્વારા અમદાવાદની માફક રાજકોટ જિલ્લામાં પણ એક નવો અભિગમ અપનાવી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની માહિતી જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવવામાં આવી છે અને સોમવારથી રાજકોટ શહેર અને જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં ધો.12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના મતદારયાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ આવકારદાયક પગલાંના કારણે રાજકોટ જિલ્લામાં મતદારયાદીમાં નવા નામ ઉમેરવામાં જોરદાર ઉછાળો જોવા મળે તો નવાઈ નહીં.
રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઘરે ઘરે જઈ તેમજ બુથ લેવલે કરવામાં આવેલી મતદારયાદી સુધારણ કાર્યક્રમના કારણે રાજકોટ જિલ્લામાં 13600 જેટલા નવા યુવા મતદારોના નામ યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા છે. જ્યારે અવસાન થવાના કારણે 9516 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતર કરેલા અને મતદારોના નામનો સુધારવા કરવામાં 15000 જેટલા ફોર્મ ભરાયા છે.

Continue Reading

Trending