Connect with us

jamnagar

શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં 3000થી વધુ ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમ્યા

Published

on

નવરાત્રિના પાવન પર્વમાં માતાજીના ત્રીજા નોરતે ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2023માં ખેલૈયાનું માનવ મેરામણ ઉમટી પડ્યું અને મોટી સંખ્યામાં લોકો નિહાળવા માટે ખોડલધામ નવરાત્રી ઉત્સવમાં પહોંચ્યા જેમાં ખાસ કરીને 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ ખાસ હાજરી આપી હતી અને ધારાસભ્ય રિવાબા જાડેજા એ સૌ પ્રથમમાં ખોડલના પ્રતીક મંદિરના દર્શન કર્યા. જ્યારે માતાજીની થીમ ખાસ ત્રીજા નોરતે દેશભક્તિ ની થીમ તૈયાર કરવામાં આવી હતી. તેના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમજ ખાસ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં જ્યારે રાસ ગરબા રમ્યા બાદ ખાસ વંદે માતરમનું ગીત વગાડવામાં આવે છે અને સમગ્ર નવરાત્રી પરિષદમાં દેશભક્તિનું વાતાવરણ પસી જાય છે જેમાં ધારાસભ્ય રિવાબા જાડેજાએ ખાસ ઉપસ્થિત રહી વંદે માતરમ ગીત વખતે હાજર રહ્યા હતા અને તમામ નવરાત્રી મહોત્સવમાં હાજર રહેલા લોકોમાં દેશભક્તિની ભાવના વધુમાં વધુ જોવા મળે તેવો માહોલ પણ જોવા મળ્યું હતું. જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ દ્વારા 2023 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં સેટેલાઈટ પાર્કમાં ન્યુ કાલિન્દી વર્લ્ડ સ્કૂલની બાજુમાં વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના ત્રીજા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી જ્યારે 3,000થી વધુ ખેલૈયાઓ ગરબે ઘુમીયા હતા તેમજ 5000 થી વધુ લોકો શ્રી ખોડલધામ નવરાત્રી 2023 નિહાળવા માટે પૂછ્યા હતા જ્યારે ખાસ કરીને માતાજીના નવરાત્રીના ત્રીજા નોરતે ધારાસભ્ય રિવાબા જાડેજા આવ્યા હતા. જ્યારે સૌ પ્રથમ ધારાસભ્ય રિવાબા જાડેજાએ નવરાત્રિમાં ભવ્ય પ્રતીક મા ખોડલ નું મંદિર બનાવ્યું હતું તેના દર્શન કર્યા હતા અને મંદિરના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી. જ્યારે નવરાત્રિમાં રાસ ગરબા રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતા ખેલૈયાઓ,મહિલાઓ અને પુરુષો માટે રાસ રમવાની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે શ્રી ખોડલધામ સમિતિ જામનગર દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 31 થી વધુ સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં 500 થી વધુ કાર્યકર્તા નવરાત્રીમાં સેવા આપી રહ્યા છે. તેમાં તમામ સમિતિ દ્વારા અલગ અલગ જવાબદારી પૂર્વક કામગીરી કરતી રહે છે.
સૌપ્રથમ મા ખોડલ નું પ્રતીક મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં માતાજીની નવે નવ દિવસ અલગ અલગ થીમ તૈયાર કરવામાં આવે છે અને રાત્રીના 8:30 કલાકે દરરોજ માતાજીની આરતી પૂજા અર્ચના કર્યા બાદ નવરાત્રિનો પ્રારંભ કરવામાં આવે છે અને ત્યારબાદ ખેલૈયાઓ દ્વારા રાસ રમવામાં આવે છે. શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેમાં પાંચ સિંગરો દ્વારા રાસ ગરબા ગાવામાં આવે છે અને સમગ્ર બે લાખ ફૂટ થી પણ વધારે જગ્યા ઉપર નવરાત્રીનું વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તે સમગ્ર એરીયા ને સીસીટીવી કેમેરાથી સચ કરવામાં આવ્યું છે તેમજ સિક્યુરિટીની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ફાયર સેફ્ટીની પણ તકેદારી રાખવામાં આવી છે અને ખાસ કરીને આરોગ્ય માટે એક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે એક 108 એમ્બ્યુલન્સ અને એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સ પર સ્થળ પર જ રાખવામાં આવી છે જેથી કોઈપણ ખેલૈયા ને મેડિકલ ઈમરજન્સી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

જામનગરમાં ટિફિન આપવા ગયેલી બાળાની ક્રૂર હત્યા

Published

on

By

 

  • જેનુ ખાધું તેનું જ ખોદ્યું, વૃદ્ધ ટ્રક ડ્રાઇવરે ખેલ્યો ખૂની ખેલ
  • અગાઉ પત્નીને મોતને ઘાટ ઉતારનાર શખ્સે પાડોશીની માસૂમ પુત્રીના પ્રાણ હરી લીધા : ટિફિન આપવા ગયેલી માસૂમને છરીના 15 ઘા ઝીંકી વેંતરી નાખતા અરેરાટી, આરોપી ફરાર

જામનગરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથળેહાલ હોય જેની ચાડી ખાતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત બુધવારે સમી સાંજે જામનગરમાં સિનિયર વકીલને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધી બાદ સપ્તાહના માં જ હત્યાની બીજી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર શહેર ભરમા ખળભળાટ મચી ગયો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષની બાળકીને પડોશી ટ્રક ડ્રાઇવર ઢગાએ બેરહેમીથી છરીના ઘા ઝીંકી પરલોક પહોંચાડી દેતા સનસનાટી મચી છે. હત્યાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ હત્યાના વારદાતને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વકીલ હારુન પલેજાની હત્યાની શાહી હજુ સુકાણી નથી ત્યાં જામનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામેં આવતા શહેરભરમાં સોંપો પડી ગયો છે.શહેરભરમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શાંતાબેન તેમજ રાજેશભાઈ કારાવદરા ટીફીનના કામ સાથે સંકળાયેલ હતો. આ દરમિયાન માતા પિતા શહેરના શરૂૂ સેક્શન રોડ પર પોતાના મકાનના સરકારી કામને લઈ કચેરીએ ગયા હતા. આથી બાળકી દ્રષ્ટિ કારાવદરા (ઉ.વ.12) તેના પાડોશમાં જ રહેતા લાલજી કૈલાશભાઈ પંડયા(ઉ.વ. 60)નામના ટ્રક ચાલકને ટિફિન આપવા માટે ગઈ હતી.
આ વેળાએ ટ્રકચાલક આરોપીએ કોઈ કારણસર બાળકી પર હુમલો કરી દીધો હતો. દયહીન આરોપીએ છરીના 15 જેટલા ઘા ઝીંકી દેતા માસુમ બાળકીની લોહીલુહાણ હાલત થઈ હતી. બાળકી પર હુમલો કરી આરોપી પલાયન થઇ ગયો હતો. બીજી બાજુ સરકારી કામ સબબ ગયેલા બાળકીના માતા-પિતાને જાણ થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જ્યા માતાપિતાના કરુણ રુદનથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

બાદમાં 108 ની સ્ટાફને જાણ કરતા ટુકડીએ દોડી જઇ બાળકીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેણીનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો, અને ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. આથી પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ નિવેદનમાં મૃતક બાળકીના માતાપિતાએ જણાવ્યું કે હુમલાખોર આરોપી લાલજી કૈલાશભાઈ પંડયા જે પરિવાર સાથે વર્ષોથી સંબંધો રાખે છે, અને તેને જમવાનું પણ ટિફિન પહોંચાડતા હતા. દરમિયાન બપોરે દ્રષ્ટિ (12 વર્ષ) આરોપીને ટિફિન આપવા ગઈ હતી અને હત્યાનો ભોગ બની હતી. આરોપી લાલજી પંડાયએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હતી અને જેલવાસ ભોગવીને છૂટયો હોવાનું જાણવા મળે છે.

મકાન ભાડે અપાવ્યું, જમવાની વ્યવસ્થા કરી દીધી છતાં ગરીબ પરિવારની દીકરી છીનવી
મેર પરિવાર છેલ્લા બે વર્ષથી અહી ભાડાના મકાનમાં રહે છે. ટ્રક ચાલક તરીકે વ્યવસાય કરતા રમેશભાઈને કેન્સરની બીમારી હોવાથી તેઓના પત્ની પણ ઘરેથી ટીફીન સર્વિસ ચાલુ કરી હતી. વ્યવસાય દરમિયાન રમેશભાઈને આરોપી લાલજીથી ભેટો થયો હતો. આરોપી પણ ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. મૂળ ખંભાલીયાના આરોપી લાલજીને રમેશભાઈ અઢી-ત્રણ વર્ષથી ઓળખતા હતા. જામનગરમાં પોતાના મકાનથી થોડે દુર ભાડાથી મકાન પણ રમેશભાઈ અને તેના પરિવારે શોધી આપ્યું હતું. આરોપી પોતે એકલો જ હોવાથી મેર પરિવારે શરૂૂઆતમાં પોતના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં લાલજી મોડો આવતો હોય અને વર્તન પણ સારું ન હોવાથી તેના ઘરે ટીફીન આપવાની વ્યવસ્થા કરી હતી. આરોપી જયારે ટ્રકમાંથી પરત આવતો ત્યારે મેર પરિવારની બાળકીઓ તેનો રૂૂમ સાફસુફ કરી આપતી અને ટીફીન પણ પહોચાડી આવતી. આરોપી લાલજી અગાઉ પાંચેક વખત બાળકીઓને ફરવા પણ લઈ ગયો હતો. જો કે ઘરે જમવાની પાડેલી ના મેર પરિવારને ભારે પડી હતી. આ અવમાનનાને મગજમાં ધરબી બેઠેલ લાલજીએ ગઈ કાલે અંત લાવી બાળકીને ક્રુરતા પૂર્વક પતાવી નાશી ગયો છે.ખંભાલીયાના આરોપી લાલજી પંડ્યાએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું અને જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુનાહિત માનસિકતા ધરવતા સખ્સોથી દુર રહેવું જોઈએ એમ આ ઘટના સમાજને શીખ આપે છે.

Continue Reading

jamnagar

હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ

Published

on

By

  • કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Continue Reading

jamnagar

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

Published

on

By

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Continue Reading

Trending