મોરબી
મોરબીના લાલપુરની હત્યાનો ભેદ ઉકેલાયો, 3 શખ્સોની ધરપકડ

બનાવની વિગત મુજબ ગઇ તા.12/10/2023 ના રોજ રાતના લાલપર ગામે આવેલ આરોગ્ય કેન્દ્ર પાછળ બાવળની કાંટમાંથી એક વણઓળખાયેલ પુરૂૂષની લાશ મળી આવેલાની જાહેરાત મોરબી તાલુકા પો.સ્ટે.માં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી મોરબીના પોલીસ સ્ટાફ વણઓળખાયેલ લાશની ઓળખ કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસ સ્ટાફ દ્વારા મળી આવેલ લાશ બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર, બસ સ્ટેન્ડના જી. મોરબી વાળાની ઓળખ મેળવેલ જે મરણ જનારને કોઇ અજાણયા આરોપી દ્વારા માથા તથા મોઢાના ભાગે પત્થરના ઘા મારી મારી નાખેલ હોય જે મરણજનાર એકલો જ મોરબી મુકામે રહેતો હોય અને છુટક મજુરી તથા કાગળ, પ્લાસ્ટીક વીણવાનું કામ કરતો હોય જેના વતન ખાતે તપાસ કરાવતા તેના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે. રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ ફરીયાદ રજીસ્ટર કરાવેલ કે, મરણ જનાર બાબુભાઇ ઉર્ફે બાલુભાઇ નાનાભાઇ ખાટ રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી હાલ રહે. લાલપર તા.જી. મોરબી વાળો રખડતુ ભટકતુ જીવન ગુજારતો હોય જેને કોઇ અગમ્ય કારણોસર કોઇ અજાણ્યા ઇસમે માથાના મોઢાના ભાગે બોથળ પદાર્થના ઘા મારી મોત નિજાવેલ બાબતેની મરણજનારના કુટુંબી ભાઇ કનુભાઇ સુરમાભાઇ ખાટ રહે રહે. મુળ મસાદરા તા. માલપુર જી. અરવલ્લી વાળાએ અજાણ્યા ઇસમ વિરૂૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ઇ.પી.કો.ક. 302 મુજબનો ગુનો તા. 13/10/2023 ના રોજ રજીસ્ટર થયેલ જે ગુનાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.વાળા નાઓ ચલાવે છે.
જ્યારે મરણજનારની લાશ તા.12/10/2023 ના રોજ રાતના મળેલ હોય જેથી બનાવ સ્થળની વિઝીટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ મારફથે આરોપી બાબતે તપસ કરતા હતા તે દરમ્યાન મોરબી એલ.સી.બી. સ્ટાફને ચોકકસ બાતમી મળેલ કે, મરણ જનાર તથા તેની સાથે રહેતો અને તેનો મિત્ર દિનેશ ખુમાન માવી રહે. હાલ રહે લાલપર, રણુજા નળીયાના કારખાનાની મજુરીની ઓરડી, તા.જી. મોરબી મુળ રહે, મધ્યપ્રદેશ તથા અર્જુન જવરચંદ ગામર રહે. હાલ લાલપર, બસ સ્ટેન્ડમાં તા.જી. મોરબી મુળ રહે. ખુંટપલા તા. સરદારપુર જી, ધારી મધ્યપ્રદેશ વાળાઓને આ બનાવ બનેલ તે પહેલા આ ત્રણેયને એકી સાથે લાલપર સ્મશાન તરફ જતા જોયેલ હોવાની બાતમી મળેલ જે મળેલ બાતમીના આધારે ઉપરોકત બન્ને ઇસમો અંગે તાત્કાલીક તપાસ કરતા બન્નેને હસ્તગત કરવામાં સફળતા મળતા જે બન્નેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી બન્નેને વિશ્વાસમાં લઇ યુકિત પ્રયુકિત, આગવી ઢબથી પુછપરછ કરતા બન્ને ઇસમોએ ખુનનો ગુનો કર્યા અંગેની કબુલાત આપતા બન્નેને હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે. ના વણશોધાયેલ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં એલ.સી. બી. મોરબીને સફળતા મળેલ છે.
મોરબી
મોરબીમાં પગરખા પ્રકરણમાં રાણીબા સહિતના ત્રણેય આરોપી જેલહવાલે

મોરબીમાં અનુ.જાતિના યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુખ્ય આરોપી સહિતના કુલ છને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે
મોરબીની રવાપર ચોકડીએ યુવાનને પગાર આપવાને બદલે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો હોય જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે અજાણ્યા સહિતના 12 ઈસમો વિરુદ્ધ મારામારી, એટ્રોસિટી અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીઓની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરતા આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે વિધિવત ધરપકડ કરી હતી તે ઉપરાંત અન્ય આરોપી પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા અને પ્રિત વડસોલાની પોલીસે ધરપકડ કરી હતી જે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. 01 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા
જે રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા છ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામ આરોપીને જેલહવાલે કરવાનો આદેશ આપતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે.
મોરબી
મોરબીમાંથી નશીલા સીરપના જથ્થા સાથે આરોપી ઝડપાયો

મોરબીના ભક્તિનગર સર્કલ એસાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી નશીલા પદાર્થ શીરપનો જથ્થો ઝડપાયો મોરબી સીટીએ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન ખાનગીરાહે બાતમીના આધારે મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાથી કુલદીપભાઇ ગોવીંદભાઇ ડાંગર રહે.મોરબી કેનાલ પાસે યદુનંદન-2 મુળ રહે.જશાપર તા.માળીયા(મી) તથા હિતેષભાઇ રાવલ રહે.મોરબી (મોકલનાર) ઇસમ પાસેથી આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલ નંગ-120 કિ.રૂ.18000/-નો જથ્થો મળી આવતા જથ્થો કબ્જે કરવામા આવેલ છે. એફ.એલ.એલ રીપોર્ટ આવ્યેથી વધુ કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી
માળિયાના રોહીશાળામાં ખેડૂતનું શ્રમિક દંપતીએ ઢીમ ઢાળી દીધું

માળીયાના રોહિશાળા ગામે સીમમાંથી આજે ખડૂતની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવતા મૃતકના ખિસ્સામાંથી રોકડ સહિતનો મુદામાલ અને બાઇક તેમજ મૃતકના ખેતરે ખેતમજુરી કરતા દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી હાલ માળીયા પોલીસે હાલ ફરાર દંપતી સામે હત્યાનો ગુન્હો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વધુ વિગતો મુજબ,મોરબીનાં રોહિશાળા ગામે રહેતા પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ઉ.વ.37નામના ખેડૂતની આજે સવારે તીક્ષીણ હથિયારો આડેધડ ઘા ઝીલી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, માળિયા પોલીસ સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ ખેડૂતની હત્યાનો મામલે પ્રાથમિક તપાસમાં ખેડૂતના ખિસ્સામાંથી 50 હજાર રોકડા, 4થી 5 તોલાનો સોનાનો ચેઇન અને બાઇક ગાયબ જોવા મળતા લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા વ્યક્ત કરાઈ હતી.
આ ઉપરાંત મૃતકના ખેતરે કામ આદિવાસી દંપતી ભેદી સંજોગોમાં ફરાર હોવાથી આ દંપતી પર હત્યાની શંકા દર્શાવી પોલીસે મૃતકના ભાઈ ચંદુભાઈ જાદવજીભાઈ કાલરીયાની ફરિયાદ પરથી ખેતરે ખેતમજૂરી કરતા રાકેશ નામનો આદિવાસી ખેતમજૂર અને તેની પત્નીએ કોઈ કારણોસર પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા ગતરાત્રે મજૂરોને ડીઝલ આપવા ગયા ત્યારે ધારદાર હથિયારથી તેમના શરીરે આડેધડ ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે માળીયાના મહિલા પીએસઆઇ કલસરિયાએ જણાવ્યું હતું કે, હાલ હત્યાના કારણ અંગે કઈ કહી શકાય એમ નથી. જુદી જુદી દિશામાં તપાસ ચાલુ છે અને આરોપીઓ પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવશે.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો