Connect with us

Entertainment

મની લોન્ડરિંગ કેસ: આઇફા એવોર્ડ માટે હવે વિદેશ જઇ શકશે જેકલિન ફર્નાન્ડીઝ, કોર્ટે આપી મોટી રાહત

Published

on

દિલ્હીની એક કોર્ટે મંગળવારે સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝને 25 મેથી 12 જૂન સુધી વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. જેકલિન દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે આઇફા એવોર્ડ્સમાં ભાગ લેવા માટે 25 મેથી 27 મે સુધી અબુધાબી જવા માટે અને ફિલ્મના શૂટિંગ માટે 28 મેથી 12 જૂન સુધી મિલાન જવાની જરૂર છે.

પટિયાલા હાઉસ કોર્ટના વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિક દ્વારા તેમને વિદેશ જવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે 15 નવેમ્બરે જૈકલીનને આગોતરા જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તાજેતરમાં જ જેક્લીનને આરોપી તરીકે નામ આપીને તેની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.જો કે તેની ધરપકડ કરવામાં નહોતી આવી.

7.2 કરોડની સંપત્તિ જપ્ત

Advertisement

જેકલીન અને નોરા ફતેહીએ આ કેસમાં સાક્ષી તરીકે પોતાના નિવેદનો નોંધ્યા છે. અગાઉ જેક્લીનની સંપત્તિ અને રૂપિયા 7.2 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ ઇડી દ્વારા ટાંચમાં લેવામાં આવી હતી, જેણે આ ભેટસોગાદો અને સંપત્તિઓને અભિનેતાને મળેલા ગુનાની આવક ગણાવી હતી.

પિન્કી ઈરાની વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

ફેબ્રુઆરીમાં ઈડીએ ચંદ્રશેખરની કથિત સહયોગી પિન્કી ઈરાની વિરુદ્ધ પોતાની પહેલી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી, જેમણે તેમને બોલીવૂડના કલાકારો સાથે પરિચય કરાવ્યો હતો. ચાર્જશીટમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, પિંકી જેક્લીન માટે મોંઘી ભેટો પસંદ કરતી હતી અને ચંદ્રશેખર દ્વારા ચૂકવણી કરવામાં આવ્યા બાદ તેને તેના ઘરે છોડી દેતી હતી. ડિસેમ્બર 2021 માં, તપાસ એજન્સીએ આ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી.

સુકેશે સેલેબ્સ પર ખર્ચ્યા 20 કરોડ રૂપિયા

Advertisement

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રશેખરે વિવિધ મોડલ્સ અને બોલીવૂડના હસ્તીઓ પાછળ આશરે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. કેટલાક લોકોએ તેમની પાસેથી ભેટ સ્વીકારવાની ના પાડી.

Continue Reading
Advertisement

Entertainment

કાશ્મીર-કેરળ પછી હવે આવશે અજમેર-92

Published

on

By

1992માં 300 છોકરીઓને નગ્ન ફોટાની આડમાં બ્લેકમેલ કરી બળાત્કાર ગુજારાયાની થિમ ઉપર આધારિત બનશે ફિલ્મ

ગુજરાત મિરર, મુંબઇ, તા.30
વર્ષ 2022માં રિલીઝ થયેલી વિવેક અગ્નિહોત્રીની ધ કાશ્મીર ફાઇલ્સ હોય કે સુદીપ્તો સેનની ધ કેરલા સ્ટોરી, બંને ફિલ્મોને બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મળી. જ્યારે કાશ્મીર ફાઇલ્સે 250 કરોડથી વધુની કમાણી કરી હતી, ત્યારે કેરળ સ્ટોરી પણ ટૂંક સમયમાં આ આંકડો પાર કરવા જઈ રહી છે. કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી પંડિતોની હિજરતની વાર્તા બતાવવામાં આવી હતી.
બીજી તરફ, ધ કેરળ સ્ટોરી અંગે, નિર્માતાઓ દાવો કરે છે કે આ ફિલ્મ કેરળની એક સાચી ઘટના પર આધારિત છે, જ્યારે કેરળની 30,000 થી વધુ છોકરીઓનું બ્રેઈનવોશ કરીને ધર્મ પરિવર્તનની રમત રમાઈ હતી. કાશ્મીર અને કેરળ બાદ હવે અજમેરની વાર્તા પર ફિલ્મ આવવાની છે.
હાલમાં જ અજમેરની એક સત્ય ઘટના પર ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઇટલ અજમેર 92’ છે. આ ફિલ્મ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનવા જઈ રહી છે, જેનું નિર્દેશન પુષ્પુંદ્ર સિંહ કરી રહ્યા છે અને ઉમેશ કુમાર તિવારી નિર્મિત છે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે.
અજમેર 92 નું જે પોસ્ટર આવ્યું છે તે ઘણા અખબારોના કટિંગ્સમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ઘણી મોટી અને સનસનાટીભરી હેડલાઈન્સ જોવા મળી રહી છે. જેમ કે- ન250 કોલેજીયન યુવતીઓ બની શિકાર, નગ્ન ફોટા વહેંચવા લાગ્યા, નએક પછી એક આત્મહત્યા પરથી પડદો ઉંચકાયો, આ આત્મહત્યા નહીં પણ હત્યા છે અને તેની પાછળ શહેરના મોટા લોકોનો હાથ છે. વર્ષ 1992માં અજમેરમાં આવી ઘટના બની હતી જેણે દરેકના દિલને હચમચાવી નાખ્યું હતું. કહેવાય છે કે અજમેરમાં લગભગ 300 છોકરીઓને નગ્ન ફોટાની આડમાં બ્લેકમેલ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ઘટનાને શહેરના એક મોટા પરિવાર અને તેમના નજીકના લોકોએ અંજામ આપ્યો હતો. મેકર્સે પોસ્ટરમાં 250 છોકરીઓનો ઉલ્લેખ કર્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 14 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Advertisement
Continue Reading

Entertainment

ઓહ ઓહ! અક્ષય કુમારની LED પેનલ વાળી બેગ આટલી મોંઘી; કિમંત જાણીને તમને પણ થશે આશ્ચર્ય

Published

on

By

બોલીવૂડના ખેલાડી કુમાર અક્ષય કુમાર એક પછી એક પોતાની ફિલ્મને લઇને ચર્ચામાં રહે છે. તે એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો પૂરી કરે છે. એક્ટરની ફિલ્મો પણ લોકોને ગમે છે. હાલ અભિનેતા ઉત્તરાખંડમાં પોતાની આગામી એક ફિલ્મના શૂટિંગ બાદ મુંબઇ પરત ફર્યો છે. આ દરમિયાન તે ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

અક્ષય કુમાર ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળ્યો હતો. અક્ષયે બ્લેક કલરનું ટ્રેક પેન્ટ અને સ્વેટ શર્ટ પહેર્યું હતું. આ સાથે તેણે બેગ કેરી કર્યું હતું, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તે એકદમ કૂલ અને ફંકી લાગતું હતું. આ બેગમાં બે એલઈડી પેનલ પણ છે. અભિનેતાની આ બેગ ઘણી મોંઘી છે. અભિનેતા તેની આ બેગ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો છે. આ મોંઘી બેગની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. અક્ષય કુમારની આ બેગની કિંમત 35,000 રૂપિયા જણાવવામાં આવી રહી છે. તેની બેગ તેની સ્ટાઇલને ખૂબ જ સૂટ કરે છે. આ બેગને અક્ષય કુમારે ફરી સ્પોટ કરી હતી. તે લંડન જવા રવાના થયો હતો.

તાજેતરમાં પોતાના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર દેવભૂમિ ઉત્તરાખંડના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લેતો રહ્યો હતો. અક્ષય કુમારે બદ્રીનાથ અને કેદારનાથના દર્શન પણ કર્યા હતા. તેમણે તેમના ફોટા અને વીડિયો શેર કર્યા છે.

Advertisement

તમને જણાવી દઇએ કે, અક્ષય કુમાર છેલ્લે ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘સેલ્ફી’માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં ‘હીરોપંતી’ ફેમ એક્ટર ટાઇગર શ્રોફ સાથે ‘છોટે મિયાં બડે મિયાં’માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ જશે. આ ઉપરાંત અભિનેતા ઘણી ફિલ્મોના શૂટિંગમાં પણ વ્યસ્ત છે.

 

Advertisement
Continue Reading

Entertainment

તારક મહેતાને વિવાદ નડ્યો, TRPમાં ટોપ-ટેનની યાદીમાંથી બહાર ફેંકાયું

Published

on

પ્રથમ નંબરે અનુપમા, યે રિશ્તા કયા કહેલાતા હૈ નંબર બે પર

TV શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સતત વિવાદોમાં રહે છે. તેની સીધી અસર આ અઠવાડિયે શોની TRP પર પડી છે. સતત વિવાદોને કારણે શોના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘, જે હંમેશા TPR લિસ્ટમાં ટોચ પર રહે છે, તે પણ આ અઠવાડિયે ટોપ 10 ની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં જે રીતે શોના મેકર્સ વિવાદોમાં ફસાયા છે, તેનાથી શોની લોકપ્રિયતા અને ગ્રાફમાં ઘટાડો થઈ રહ્યો છે.

બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દર અઠવાડિયે TV ઉદ્યોગમાં દરરોજની સિરિયલનું પ્રદર્શનની યાદી બહાર પાડે છે. તેના દ્વારા કયો શો કયા નંબર પર રહ્યો છે અને તેની લોકપ્રિયતાની પણ માહિતી મળી રહે છે. અસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી ઝછઙ લિસ્ટમાં ટોચ પર રહ્યો છે, પરંતુ આ વખતે એવું બન્યું નહીં.

Advertisement

દર વખતની જેમ આ અઠવાડિયે પણ અનુપમા નંબર 1 પર રહી છે. અનુપમા અને અનુજના અલગ થવાનો ટ્વિસ્ટ ચાહકોને પસંદ આવી રહ્યો છે. શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ આ અઠવાડિયે બીજા નંબર પર છે. ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ત્રીજા નંબર પર, ‘ફાલતુ’ ચોથા નંબર પર અને ‘ઇમલી’ પાંચમા નંબર પર છે. બીજી તરફ, ‘તારક મહેતા..’ આ અઠવાડિયે 11માં નંબર પર પહોંચી ગયો છે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ