Connect with us

Sports

મોહમ્મદ શમીની વાપસીનું કાઉન્ટડાઉન શરૂ, રણજી ટ્રોફી સિઝનમાં બે મેચ રમશે

Published

on

આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની તૈયારી શરૂ


ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીને લઈને મોટી અપડેટ સામે આવી છે. શમી છેલ્લે 2023માં રમાયેલા વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમ્યો હતો, તે પછી એકપણ મેચ રમ્યો નથી. પરંતુ હવે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શમી હાલની રણજી ટ્રોફી સિઝનમાં બંગાળની ટીમ માટે ઓછામાં ઓછી બે મેચ રમે તેવી શક્યતા છે. શમી આ બંને મેચો દ્વારા આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પોતાની તૈયારી કરી શકે છે.
અનુસાર બંગાળની ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાએ જણાવ્યું કે, શમી કેરળ સામે રમાનાર મેચ માટે ઉપલબ્ધ નહીં રહે, અમે આશા કરી રહ્યાં છીએ કે, તે કર્ણાટક અને મધ્ય પ્રદેશ સામે યોજાનાર મેચમાં રમશે. બંગાળ અને કર્ણાટકની મેચ 6 નવેમ્બરથી બેંગલુરુમાં રમાનાર છે. જ્યારે બંગાળ સામે મધ્ય પ્રદેશની મેચ 13 નવેમ્બરથી શરૂૂ થશે.


બંગાળ ટીમના કોચ લક્ષ્મી રતન શુક્લાએ કહ્યું, શમી ભારતીય ટીમ માટે મહત્વનો ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયા સિરીઝમાં તેનું યોગદાન મહત્વનું રહેશે. શમીએ પોતે કહ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયા જતા પહેલા બંગાળ માટે રણજી ટ્રોફીમાં બે મેચ રમવા માંગે છે. રણજી મેચમાં સારું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા તેનું મનોબળ વધારશે અને તે આપણા માટે સારી વાત છે. અમારા ચાર ખેલાડી ઇન્ડિયા અને ઇન્ડિયા અ માટે રમશે.


મોહમ્મદ શમીને 2023 વનડે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેણે ફેબ્રુઆરી 2024માં લંડન જઈને સર્જરી કરાવી હતી. નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેની રિકવરી પ્રક્રિયા ચાલી રહી હતી, પરંતુ ઘૂંટણમાં સોજાના કારણે તેની વાપસીમાં વિલંબ થયો હતો. બીજી બાજુ કેપ્ટન રોહિત શર્મા પણ કહી ચૂક્યા છે કે, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઇન ફોર્મ શમીને જોવા માંગે છે. એવામાં બે રણજીમાં રમવાથી તેને ઘણો ફાયદો થશે.

Sports

પીવી સિંધુએ ત્રીજી વખત સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ જીતી

Published

on

By

ફાઇનલમાં ચીનની વુ લુઓ યુને હારવી ગોલ્ડ મેળવ્યો

લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં ભારતની સ્ટાર મહિલા ખેલાડી પીવી સિંધુનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું છે. સિંધુએ 1 ડિસેમ્બરે રમાયેલી ફાઈનલ મેચમાં ચીનની ખેલાડી વુ લુઓ યુ સામે સીધા સેટમાં જીત મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.સિંધુએ કારકિર્દીમાં ત્રીજી વખત સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો છે.


પીવી સિંધુએ ફાઈનલ મેચના પહેલા સેટથી જ ચીનની ખેલાડી વુ લુઓ યુ પર પોતાનો દબાવ જાળવી રાખ્યો હતો જેમાં તેણે 21-14થી જીત મેળવી હતી. આ પછી બીજા સેટમાં પણ સિંધુએ પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખ્યું અને તેને 21-16થી જીતી લીધો. સમગ્ર મેચ દરમિયાન સિંધુ સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતી હતી જેમાં તેણે એક વખત પણ ચીની ખેલાડીને વાપસી કરવાની તક આપી ન હતી. વર્ષ 2024માં સિંધુનું આ પહેલું ટાઈટલ છે, જ્યારે તેણે છેલ્લે વર્ષ 2022માં જુલાઈમાં આયોજિત સિંગાપોર ઓપનમાં ટાઈટલ જીત્યું હતું. મહિલા સિંગલ્સમાં ભારતની પીવી સિંધુએ ચીનની વુ લુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી.

2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ તે હારી ગઈ હતી. ભારત માટે બે વખત ઓલિમ્પિક મેડલ જીતનારી પીવી સિંધુ માટે વર્ષ 2024 કંઈ ખાસ ન હતું, જેમાં તે માત્ર બે વખત જ ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ રહી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પણ સિંધુ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને રાઉન્ડ ઓફ 16માં બહાર થઈ ગઈ હતી. આ સિવાય તે મલેશિયા માસ્ટર્સની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી પરંતુ અહીં તેને ચીનની ખેલાડી પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.

Continue Reading

Sports

બોર્ડર ગાવસ્કર ટ્રોફી, રોહિત શર્મા, શુભમન ગિલ પ્લેઇંગ-11માં હશે

Published

on

By

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ એડિલેડ ઓવલમાં રમાશે. રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ ટેસ્ટ રમી શક્યો ન હતો. આવી સ્થિતિમાં તે બીજી ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે. રોહિત પર્થ ટેસ્ટ દરમિયાન જ ભારતીય ટીમ સાથે જોડાયો હતો. રોહિતના વાપસી બાદ બીજી ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં ફેરફાર નિશ્ચિત છે. શુભમન ગિલ પણ ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને વાપસી કરી શકે છે. આ દરમિયાન, દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ત્રીજી ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ 11 કેવી હશે.


ગાવસ્કરે કહ્યું છે કે પિંક બોલ ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ 11માં 3 ફેરફાર થઈ શકે છે. ગાવસ્કરે કહ્યું કે રોહિત શર્મા અને શુભમન ગિલ ચોક્કસપણે દેવદત્ત પડિકલ અને ધ્રુવ જુરેલની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે. તેમણે સૂચન કર્યું કે મેનેજમેન્ટ બેટિંગ ક્રમમાં ફેરફાર કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલે ઓપનિંગ કર્યું હતું. બીજી ટેસ્ટમાં રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે. ઉપરાંત, રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂૂઆત કરતા જોવા મળી શકે છે.


ગાવસ્કરે કહ્યું, મને લાગે છે કે ચોક્કસપણે બે ફેરફારો થશે, રોહિત શર્મા અને શુભમન ગિલ બંને પ્લેઇંગ 11માં પરત ફરી રહ્યા છે. મને લાગે છે કે બેટિંગ ક્રમ બદલાશે. જ્યારે રોહિત શર્મા રાહુલનું સ્થાન લેશે, શુભમન ગિલ ત્રીજા નંબરે બેટિંગ કરશે. ધ્રુવ જુરેલ પ્લેઇંગ 11માંથી બહાર રહેશે. રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરશે. ગાવસ્કરે સૂચવ્યું કે ભારતીય મેનેજમેન્ટ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. તેમણે કહ્યું અને બીજો ફેરફાર જે થઈ શકે છે તે એ છે કે રવીન્દ્ર જાડેજાને વોશિંગ્ટન સુંદરની જગ્યાએ તક મળી શકે છે.

Continue Reading

Sports

જય શાહની હાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી લોન્ચ કરાઇ

Published

on

By

કાલે ICCના ચીફ તરીકે જય શાહ કાર્યભાર સંભાળશે

ભારતીય ક્રિકેટ ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂરો કર્યા પછી આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે. જ્યારે આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સી 29 નવેમ્બરના રોજ મુંબઈમાં BCCIહેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવી હતી. સચિવ જય શાહ જેઓ 1 ડિસેમ્બરથી ICC ચીફ તરીકેનો કાર્યભાર સંભાળશે.


ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ આ પ્રસંગે હાજર હતી. જો ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીની વિશેષતા વિશે વાત કરીએ તો તે પહેલાની જર્સી કરતા એકદમ અલગ છે જેમાં આ વખતે ખભા પર તિરંગો જોવા મળશે. બીસીસીઆઈ દ્વારા જર્સી લોન્ચનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌરે જર્સીના લોન્ચિંગમાં હાજર રહીને સેક્રેટરી જય શાહ સાથે મળીને તેને લોન્ચ કરી હતી. હરમનપ્રીત કૌરે નવી ODI જર્સીની વિશેષતા વિશે કહ્યું કે મારી હાજરીમાં નવી જર્સી પર પડદો ઉઠાવવામાં આવ્યો તે મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. મને તે જોઈને ખૂબ આનંદ થાય છે જેમાં બંને ખભા પર ત્રિરંગો જે રીતે બતાવવામાં આવ્યો છે તે ખૂબ જ અદભૂત દેખાય છે.


5 ડિસેમ્બરથી ભારતીય મહિલા ટીમ ત્રણ મેચની ODI શ્રેણી રમવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જેમાં ટીમ ઈન્ડિયા નવી ODI જર્સીમાં જોવા મળશે નહીં. આ પછી, આ જ મહિનામાં ભારતીય મહિલા ટીમને પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવાની છે, જેમાં 15 ડિસેમ્બરથી ટી-20 શ્રેણી શરૂૂ થશે અને તે પછી, પ્રથમ મેચ રમાશે. ODI સિરીઝ 22 ડિસેમ્બરે રમાશે, જેમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

એક સપ્તાહ સુધી ખેડૂતોની દિલ્હી કૂચ પર બ્રેક, સત્તાધિકારીઓ સાથે બેઠક બાદ સમજૂતી થઈ

રાષ્ટ્રીય13 hours ago

ભાગવતની ટકોર સાચી: વિશ્ર્વને પણ ઘટતા પ્રજનન દરની ચિંતા

રાષ્ટ્રીય13 hours ago

તેલંગાણામાં સસ્પેન્ડેડ એન્જિનિયર પાસે 6.5 એકર જમીન, 6 ફ્લેટ અને કરોડો રૂપિયા રોકડા મળ્યાં

રાષ્ટ્રીય13 hours ago

શૂટિંગ એકેડેમીમાં 17 વર્ષના છોકરાએ ખુદને ગોળી મારી

આંતરરાષ્ટ્રીય13 hours ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

મનોરંજન13 hours ago

ફિલ્મફેર ઓટીટી એવોર્ડ: કરિના બેસ્ટ એકટ્રેસ, દિલજીત દોસાંઝ બેસ્ટ એકટર જાહેર થયા

રાષ્ટ્રીય13 hours ago

મહારાષ્ટ્રની મહાયુતિનાં નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ

રાષ્ટ્રીય13 hours ago

IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના

ગુજરાત13 hours ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત13 hours ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ગુજરાત14 hours ago

મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ

ગુજરાત14 hours ago

સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્

ક્રાઇમ13 hours ago

લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી

ગુજરાત13 hours ago

કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત

ગુજરાત14 hours ago

મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ

ગુજરાત13 hours ago

PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત

ગુજરાત14 hours ago

એસ.ટી.ની બસમાં ડેકીની સાફ સફાઇ નહીં થતા મુસાફરોનો સામાન ધૂળધાણી

ગુજરાત14 hours ago

એક વર્ષ પહેલાં GPSC પાસ વર્ગ-1ના 15 અધિકારીઓને મળશે પોસ્ટિંગ

રાષ્ટ્રીય13 hours ago

IPSનું માર્ગ અકસ્માતમાં મોત, પ્રથમ પોસ્ટિંગમાં જોડાવા જતાં દુર્ઘટના

આંતરરાષ્ટ્રીય13 hours ago

પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત

Trending