Connect with us

સૌરાષ્ટ્ર

રાજુલાની વિવિધ ગરબીમાં માની આરાધના કરતા ધારાસભ્ય સોલંકી

Published

on

પવિત્ર નવરાત્રીનો ગઈકાલથી પ્રારંભ થયો હતો અને પ્રથમ દિવસે રંગારંગ કાર્યક્રમ સાથે નવરાત્રીનો પ્રારંભ થયો હતો રાજુલા શહેરમાં વિવિધ જગ્યાએ નવરાત્રી નો પ્રારંભ થયો હતો જેમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ પણ વિવિધ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી
રાજુલા હવેલી ચોક નગર વણિક સમાજ તેમજ દરજી સમાજની વિવિધ ગરબીઓમાં ધારાસભ્ય હાજરી આપી હતી રાજુલા ગ્રામીણ ઓફ યુનિટી દ્વારા આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ નવરાત્રી પ્રારંભ થયો હતો જવાબ બ્રહ્મ પરિવારો દ્વારા આરતી ઉતારી અને નવરાત્રીનો રંગારંગ પ્રારંભ કર્યો હતો આ તકે પહોળી સંખ્યામાં બ્રાહ્મણો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પોરબંદર

ભાણવડના ઢેબર ગામે જુગાર દરોડો: 2 મહિલા સહિત ચાર પકડાયા

Published

on

ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર ઢેબર ગામના નવાપરા વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા આમદ બાવાભાઈ હિંગોરા (ઉ.વ. 40) અયુબ ઉર્ફે અબ્બાસ મુસા હિંગોરા (ઉ.વ. 42), અમીનાબેન જુસબ હીંગોરા (ઉ.વ. 50) અને હાજરાબેન હશનભાઈ હિંગોરા (ઉ.વ. 60) ને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂૂપિયા 10,110 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
સુરજકરાડીની યુવતીને
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતી દિવ્યાબેન રાહુલભાઈ રોશિયા નામની 24 વર્ષની પરિણીત મહિલાને આરંભડામાં રહેતા જીલ રાયઠઠ્ઠા દ્વારા ગત તારીખ 13 નવેમ્બરના રોજ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી કરી, દિવ્યાબેન ઉપરાંત તેણીના પતિ રાહુલ લખમણભાઈ રોશિયા, સસરા લખમણભાઈ અને સાસુ ગૌરીબેનને અપમાનિત કરી, ધમકી આપતા આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 354 (એ), 323, 504, 506 (2) તથા એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

મોરબી

માળિયા મિંયાણા ભીમસર નજીકથી અફીણ સાથે એક ઝડપાયો

Published

on

મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી 145 ગ્રામ અફિણના રસના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતે રહેતા અને હોટલ સંચાલક તરીકે કામ કરતા આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.38) એ આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળા પાસેથી છુટક વેચાણ કરવા અને નશો કરવા સારૂૂ પોતાના કબ્જા ભોગવટા વાળી રામદેવ હોટલ રાખેલ 145 ગ્રામ માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કિં રૂૂ.14500 તથા મોબાઇલ ફોન નંગ -01 કિં રૂૂ. 2000 તથા રેકજીનનો થેલો કિં રૂૂ.100 મળી કુલ કિં રૂૂ. 16600 ના મુદ્દામાલ સાથે આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.38) ને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ -8(સી),17(બી), 29 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

જુનાગઢ

જૂનાગઢ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની તૈયારીઓ શરૂ

Published

on

જૂનાગઢ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2023-24 તથા અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2023-24ની પૂર્વ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ વધતા જતા હૃદય રોગ બનાવોને ધ્યાનમાં રાખી વધારાની હેલ્થ ટીમ ઉપલબ્ધ રાખવા માટે સૂચના આપી હતી. સાથે જ ગિરનાર સ્પર્ધા સાથે સંકળાયેલાઓને ઈઙછની તાલીમ આપવા માટે પણ જણાવ્યું હતું. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં સ્પર્ધકોને મદદ આપી શકાય.ઉપરાંત ગિરનાર સ્પર્ધા માટે સ્પર્ધકોને અગવડતા ન થાય તે માટે સાફ-સફાઈ, જરૂૂરી મરામત કાર્ય અને જાડી જાખરા દૂર કરવા માટે પણ સૂચના આપી હતી.
ખાસ કરીને સ્પર્ધકોની સલામતી જળવાઈ રહે તે માટે જરૂૂરી તકેદારી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણી માટેની પણ જરૂૂરી વ્યવસ્થા કરવા માટે નિર્દેશ આપ્યા હતા. આ સ્પર્ધાઓના સફળ આયોજન માટે 8 કમિટીઓની પણ રચના કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા દર વર્ષની જેમ આ વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ રવિવારે અને અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસના પ્રથમ રવિવારે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, ડેપ્યુટી કમિશનર ઝાંપડા, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

Trending