Site icon Gujarat Mirror

ડી.જે. પર રોક લગાવવા વિધાનસભામાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની માંગણી

ગુજરાત વિધાનસભા હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં વન અને પર્યાવરણ વિભાગની માંગણી અંગે ચર્ચા યોજાઈ હતી. જેમાં આજે વન વિભાગની માંગણી અને ચર્ચામાં મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્યે માગણી અંગે ભાગ લીધો હતો.

ગૃહમાં વન વિભાગની વાત કરતાં ખકઅ ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવતાં ગૃહમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં જંગલો સળગાવીને કોલસાથી કમાણી કરનારી ટોળકી હતી. કોંગ્રેસના સમયમાં મહિનાઓ સુધી જંગલોમાં લાગતી આગ ઓલવાતી નહોતી. જેના કારણે જંગલોનો દાટ વળ્યો છે.

વિધાનસભામાં ભાજપ ખકઅ ફતેહસિંહ ચૌહાણે ડીજે મામલે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ ખુદ ભાજપના જ ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં ડીજે પર રોક લગાવવા માંગ કરી હતી, ડીજેને કારણે આદિવાસી સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ છે. પૂર્વે આદિવાસી સમુદાયમાં લગ્ન ગીતો ગવાતા હતા પરંતુ હવે ડીજેને કારણે સંસ્કૃતિને નુકસાન થઈ રહ્યું છે. આદિવાસી સમુદાયના લગ્ન સમયે ગવાતા ગીતો કોરાણે મુકાયા છે. રાત્રે 10 વાગ્યા બાદ પણ વાગતા મ્યુઝિક સિસ્ટમ સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી વાત કરી હતી. આમ વન વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન ફતેહસિંહ ચૌહાણે ડીજે મામલે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસની આદિવાસી વિરોધી નીતિ અંગે પ્રહારો કર્યા હતા.

Exit mobile version