Connect with us

india

મિશન ગગનયાન: પ્રથમ ટેસ્ટ ફ્લાઈટનું સફળ પરીક્ષણ

Published

on

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચિંગને હોલ્ડ પર રાખવામાં આવ્યુ હતું. ગગનયાન મિશન માટે ટેસ્ટ ફ્લાઈટ TV-D1 સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ સાવચેતીના પગલે ટેસ્ટિંગનો સમય 30 મિનિટ આગળ કર્યો હતો, જો કે ખરાબ હવામાનને કારણે ISROએ ગગનયાનનું પરિક્ષણ વધુ થોડા સમય માટે રોકવાનો નિર્ણય કર્યો હતો. અંતે ટેક્નિકલ ખામીઅઓ દુર કરીને ફરીથી 10 વાગ્યે ટેસ્ટીંગ ફ્લાઈટનું લોન્ચિંગ કરાયું હતું. ભારતે આ સાથે અવકાશક્ષેત્ર વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.
ISROનું આ મિશન અત્યારે સુધીના બધા મિશનથી ખુબજ અલગ અને ખાસ છે. અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા બધા જ સ્પેસ મિશન માનવ રહિત હતા. પરંતુ આ મિશનમાં માણસને પૃથ્વીથી સ્પેસ શટલ મારફતે અંતરીક્ષમાં મોકલવામાં આવશે. ત્યાં સાત દિવસ વિતાવીને પાછો પૃથ્વી પર આવશે. આ પ્રક્રિયા ખુબ જોખમી છે આથી જ દુનિયામાં ઘણા ઓછા દેશ છે જેણેઆ પ્રકારના સ્પેસ મિશન સફળતાપૂર્વક કર્યા હોય.
ISROઆ મિશન દ્વારા પૃથ્વીની નીચલા ભ્રમણકક્ષા (LEO)માં માનવયુક્ત અવકાશયાન મોકલશે. ISROનો ઉદ્દેશ્ય મનુષ્યોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મોકલવાનો અને આમ કરવા માટે સ્વદેશી ક્ષમતા વિકસાવવાનો છે. આ માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. ઈસરોનો દાવો છે
કે સુરક્ષાની દૃષ્ટિએ આ મિશન માટે જઈ રહેલા અવકાશયાત્રીઓને પૃથ્વી પર મળે તેવી લાઈફ સપોર્ટ સિસ્ટમ આપવામાં આવશે. તેમની સુરક્ષા માટે ખાસ કાળજી લેવામાં આવી છે. મિશન શરૂૂ કરતા પહેલા અનેક ટેસ્ટ કરીને તેમની સુરક્ષાની ચકાસણી કરવામાં આવશે. આમાં એર ડ્રોપ ટેસ્ટ (IADT), પેડ એબોર્ટ ટેસ્ટ (PAT) અને ટેસ્ટ વ્હીકલ (TV) ફ્લાઇટનો સમાવેશ થાય છે. આ પરીક્ષણોના પરિણામો જ જણાવશે કે આ મિશન અવકાશયાત્રીઓને લઈ જવા માટે કેટલું સક્ષમ છે. ગગનયાન મિશન બનાવવામાં ISROએ DRDO અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની પણ મદદ લીધી છે. જો ISRO અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થાય છે, તો તે અમેરિકા, રશિયા અને ચીન પછી માનવીને અવકાશમાં મોકલનાર ચોથો દેશ બની જશે.

india

CBSE દ્વારા ધોરણ 10 અને 12ના છાત્રોની જાન્યુઆરીમાં પ્રેક્ટિકલ પરીક્ષા

Published

on

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઇએ બોર્ડની પરીક્ષા 2024 માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2023-24 માટે ધોરણ 10મા અને ધોરણ 12માની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે.
સીબીએસઇ બોર્ડની ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 2024 1 જાન્યુઆરીથી શરૂૂ થશે. બંને વર્ગોની પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા 1 જાન્યુઆરી, 2024 થી શરૂૂ થશે, જે 15 ફેબ્રુઆરી પહેલા સમાપ્ત થશે. જ્યારે સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા, 12માની થિયરી પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી 2024થી શરૂૂ થશે, જે એપ્રિલ સુધી ચાલશે. જો કે, હજુ સુધી બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરી નથી.
સૂત્રોનું માનીએ તો,સીબીએસઇ બોર્ડ ટૂંક સમયમાં ધોરણ 10, 12ની પરીક્ષાની ડેટશીટ જાહેર કરશે. બોર્ડ દ્વારા ડેટશીટ જાહેર થતાંની સાથે જ સીબીએસઇ બોર્ડના ધોરણ 10મા અને સીબીએસઇ બોર્ડના ધોરણ 12માના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ ભબતય.લજ્ઞદ.શક્ષ પરથી બોર્ડની પરીક્ષાની તારીખ પત્રક 2024ને ચેક અને ડાઉનલોડ કરી શકશે. સીબીએસઇ ડેટશીટમાં બોર્ડની પરીક્ષાનો સમય, બોર્ડની પરીક્ષાની તારીખો, વિષયના નામ અને વિદ્યાર્થીઓ માટે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ જેવી વિગતો શામેલ હશે.
હાલમાં બોર્ડ પ્રિ-બોર્ડ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે. સીબીએસઇ એ પ્રી-બોર્ડ પરીક્ષા અને બોર્ડ પરીક્ષા માટે નમૂના પેપરો બહાર પાડ્યા છે. બોર્ડે બંને વર્ગોના નમૂના પેપરો બહાર પાડ્યા છે. આ સેમ્પલ પેપર 10મા, 12મા ધોરણના વિષય મુજબ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Continue Reading

india

તેલંગણામાં રેવંત રેડ્ડીનું 12 સભ્યોનું પ્રધાનમંડળ સત્તારૂઢ

Published

on

કોંગ્રેસની જંગી જીત બાદ, રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજને રેવંત રેડ્ડીને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમ સિવાય આજે 11 અન્ય ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ વિશાળ એલબી સ્ટેડિયમમાં બપોરે 1:04 વાગ્યે યોજાયો હતો.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિત ઘણા મોટા કોંગ્રેસી નેતાઓએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
રેવન્ત રેડ્ડી તેલંગાણાના પ્રથમ કોંગ્રેસી મુખ્ય પ્રધાન છે અને 2014 માં અગાઉના આંધ્ર પ્રદેશના વિભાજન પછી રચાયેલા રાજ્યના બીજા મુખ્ય પ્રધાન છે. આ ઉપરાંત ભટ્ટી વિક્રમાર્ક મલ્લુુને નાયબ મુખ્યપ્રધાન બનાવાયા છે. અન્ય મંત્રીઓમાં ભટ્ટી વિક્રમાર્ક મલ્લુ- નાયબ મુખ્યમંત્રી, નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી દામોદર રાજનરસિંહ, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, દુદિલા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી અનસૂયા સિતાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ રાવ, ગદ્દમ પ્રસાદ કુમારનો સમાવેશ થાય છે.

Continue Reading

india

રાજસ્થાન આર્મીમાં ફરજ બજાવતા ભાવનગરના યુવકનું હાર્ટએટેકથી મોત

Published

on

By

ભારતીય સૈન્યમાં ફરજ બજાવતો ભાવનગરનો યુવાન વિરગતી પામતા તેના પાર્થિવદેહને ભાવનગર લાવવામાં આવતા લશ્કરી સન્માન સાથે અંતિમવિધી કરવામાં આવી હતી. હાર્ટ એટેકથી આમીરમેન યુવાનનું મોત નિપજયું હતુન.
મળતી વિગતો મુજબ ભાવનગરનાં મોરચંદ ગામનાં વતની અને હાલ ભાવનગર શહેરનાં ચકવાડા ચંદ્રદર્શન-2માં રહેતા સંજયભાઇ ભરતભાઇ ચુડાસમા રાજસ્થાન ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જયાં ફરજ દરમ્યાન તીવ્ર હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજયું હતું.
આર્મીમેનના પાર્થીવ દેહને ભાવનગરમાં લાવવામાં આવ્યો હતો. અને પરિવારજનો સમાજનાં આગેવાનો ભારતીય સેનાના જવાનોએ નિવૃત આર્મી જવાનોની ઉપસ્થિતિમાં સંપુર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવી હતી.

Continue Reading

Trending