ગુજરાત
સણોસરાની કેમિકલ ફેક્ટરીમાં ગુંગળામણથી પરપ્રાંતીય મજૂરનું મોત

સાત મહિના પૂર્વે જ યુવક કામે આવ્યો’તો: પરિવારમાં અરેરાટી
કુવાડવાથી વાંકાનેર રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરી માં આજે ગૂંગળામણમાંથી એક મજૂરનું મૃત્યુ નીપજ્યાની ઘટના સામે આવતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.તેમજ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વધુ વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ કુવાડવા ગામથી વાંકાનેર રોડ પર સણોસરામાં આવેલી ફેક્ટરીમાં રહેતા સૌરભ વંશકાર આદિવાસી(ઉ.વ.24)નું કેમિકલ ફેકટરીમાં ગુંગળાઈ જવાથી શ્વાસ રૂૂંધાઇ ગયો હતો અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. સૌરભને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
પોતે સાત મહિનાથી સણોસરા પાસે આવેલી આ કેમિકલની ફેક્ટરીમાં કામ કરતો હતો.વતનમાં રહેતા તેમના પરિવારજનોને બનાવની જાણ કરી હતી.તેમજ તેમના મૃતદેહનું ફોરેન્સીક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. સૌરભના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે અને બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી હતી.
jamnagar
ખંભાળિયા નજીક ટ્રકની ટક્કરમાં રિક્ષાચાલક આધેડનું મોત

ખંભાળિયામાં ધરારનગર વિસ્તારમાં આવેલા ગોવિંદ તળાવ ખાતે રહેતા સુલેમાનભાઈ ઇસ્માઈલભાઈ અભુવારા નામના આશરે 55 વર્ષના આધેડ શનિવારે મોડી સાંજે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર ટી પોસ્ટ પાસેથી પોતાની જી.જે. 10 ટી.ડબલ્યુ. 6372 નંબરની ઓટો રીક્ષા લઈને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટીવાય 9151 નંબરના એક ટ્રકના ચાલકે સુલેમાનભાઈની રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં સુલેમાનભાઈને માથાના ભાગે તથા શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના કારણે રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.
આ બનાવ અંગે મૃતકના પુત્ર અલ્તાફભાઈ સુલેમાનભાઈ અભુવારા (ઉ.વ. 32, રહે. ધરારનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
rajkot
ગોંડલના મુંગાવાવડી ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અનેક વખત દુષ્કર્મ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ગામના જ યુવાને પોતાના ઘરે લઈ જઈ અનેક વખત દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મુંગાવાવડી ગામે રહેતા સગીરાના પિતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુંગાવાવડી ગામે રહેતા દર્શિલ સંજયભાઈ દુધાત્રા નામના યુવાનનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુંગાવાવડી ગામે ખેતી કરે છે જ્યારે તેમને સંતાનમાં 15 વર્ષની સગીર પુત્રીને એક વર્ષ પહેલા આરોપીએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સગીરાને ભોળવી પોતાના ઘરે બોલાવી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું.
ગત તા.29-11-23નાં બપોરના સમયે પણ આરોપીએ સગીરાને ભોળવી પોતાના ઘરે લઈ ગયો હતો અને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ હતં. બપોરના ગુમ થયેલી સગીરાને પરિવારજનોએ પુછપરછ કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જેના આધારે પોલીસમાં જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ ગોંડલ તાલુકાના પીએસઆઈ જે.એમ.ઝાલા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.
ગુજરાત
રાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ધુમ્મસ, ઠંડીનું પ્રમાણ પણ ઘટયું

ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. આજે સવારે પણ સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે ઉપર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી જોવા મળી હતી. રાજયના મોટા ભાગના શહેરોમાં તાપમાન 20 ડીગ્રી આસપાસ રહ્યું હતું.
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ જણાવ્યું કે, અમદાવાદમાં 9 ડિસેમ્બર બાદ ઠંડી વધશે અને તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ગત રાત્રિએ નલિયામાં 16.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર