Site icon Gujarat Mirror

ખીરસરા ગામે વીજશોક લાગતા આધેડનું મૃત્યુ

oplus_2097184

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા ખીરસરા ગામે વાડીએ કામ કરતા આધેડ મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગવાથી તેમનુ મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ ખીરસરા ગામે રહેતા અને ધનજીભાઇની વાડીમાં કામ કરતા મુકેશભાઇ નરસીંહભાઇ વાગડીયા (ઉ.વ.47)નામના આધેડ આજે સવારે વાડીએ હતા ત્યારે પાણીનો મોટર ચાલુ કરતા જતા અચાનક વીજ કરંટ લાગતા તેઓ બેભાનઇ થઇ ઢળી પડ્યા હતા.

તેમને બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનુ મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફ પ્રાથમિક નોંધ કરી મેટોડા જીઆઇડીસી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પાંચ ભાઇમાં વચેટ અને તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યુ છે.

Exit mobile version