Connect with us

ગુજરાત

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ, રૂપાલની ટીકીટ રદ કરવાની માંગ પર ક્ષત્રિયો મક્કમ

Published

on

 

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. રૂપાલા દ્વારા રાજકોટમાં અપાયેલા નિવેદનને લઈને બે થી વધુ વખત માફી માંગી ચૂક્યા છે પરંતુ રાજપૂત સમાજે તેને માફ ન કર્યા અનેરૂપાલા ની ટીકીટ પ્રરત લેવા માંગ કરવામાં આવી રહીં છે ત્યારે આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઈ હતી. રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો હતો. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નહીં. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યાં હતાં. તેમની સાથે ચાર મહિલા સભ્ય પણ અમદાવાદ આવ્યાં હતાં.

ક્ષત્રિય સમાજ અને ભાજપ નેતાઓ વચ્ચેની બેઠક બાદ ભાજપના પ્રતિનિધીઓ અને ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. ભાજપ અને ક્ષત્રિય સમાજે અલગથી પત્રકાર પરિષદને સંબોધી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આજે અમે કોર કમિટી સાથે બેઠક કરી છે. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. કોર કમિટી સાથે વાત કરી છે. રૂપાલાએ 30 મિનિટમાં માફી માગી હતી. ગોંડલ ખાતે માફી માગી હતી, પ્રદેશ પ્રમુખે પણ માફી માગી છે. અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી છે. બધાએ રજૂઆત કરી છે. બધાની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે એમ કહ્યું છે. આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો રૂપાલાની માફીની વાત લઈને આવ્યા છે. એ અમને મંજૂર નથી, એમ કોર કમિટીએ કહ્યું છે, અમે પક્ષમાં રજૂઆત કરીશું. હવે પાર્ટી નિર્ણય લેશે. અમે પાર્ટીમાં અહીં બેઠકમાં જે વાત થઈ એ રજૂ કરીશું. આજે બેઠકમાં કોઈ નિર્ણય નહીં. ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માગ રૂપાલાની ટિકિટ કાપીને રાજકોટની સીટ પરથી ઉમેદવાર બદલવામાં આવે.

પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે આ લડાઈ ક્ષત્રિય સમાજની માતા અને બહેનો-દીકરીઓના માનની વાત છે. સમાજમાં કોઈ બે ભાગલા પડ્યા નથી. જે પણ નિર્ણય આવશે એ બહેનો અને દીકરીઓ સામે જોઈને લેવામાં આવશે એવી આશા છે. અમારી એક જ માગ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય.

 

 

 

 

ગુજરાત

ખંભાળિયામાં ગાંડી વેલથી પ્રદૂષિત ઘી નદીમાં વાછરડું ફસાયું

Published

on

By

 

ખંભાળિયાની વર્ષો જૂની અને મહત્વની એવી ઘી નદીમાં છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ અહીંના પાણીમાં અવિરત રીતે ફેલાયેલા ગાંડી વેલના સામ્રાજ્યના કારણે વિવિધ પ્રકારે હાલાકી થઈ રહી છે. ખાસ કરીને આ ગાંડી વેલના કારણે નદીના પાણી મહદ અંશે બિનઉપયોગી તથા માખી-મચ્છર જેવા જીવજંતુના ઉત્પતિનું કેન્દ્ર બની ગયા છે.

દુર્ગંધ મારતી આ ગાંડી વેલને દૂર કરવા પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ બની રહ્યું છે. આ વચ્ચે નદીની અંદર ગાંડી વેલમાં ગઈકાલે એક વાછરડું ફસાઈ જતા આ અંગેની જાણ અહીંના એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના અશોકભાઈ સોલંકી, વિશેષ દેસાણી, મીત સવજાણી, જયુભા પરમાર અને વાલાભાઈ ગઢવી આ સ્થળે દોડી ગયા હતા અને ગાંડી વેલમાં ફસાયેલા વાછરડાને લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી અને વાછરડાનો જીવ બચાવાયો હતો.
ઘી નદીની ગાંડી વેલમાં અવારનવાર અબોલ પશુઓ પડી જવાના બનાવ હવે સામાન્ય બની રહ્યા છે.

Continue Reading

ગુજરાત

ભાણવડની 15 વર્ષીય તરુણીએ ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી

Published

on

By

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.
આ અંગેની જાણ મૃતકના પિતા રૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

_________________________

દ્વારકામાં ભિક્ષુક આધેડનું મૃત્યુ

દ્વારકામાં રૂક્ષ્મણી ગેઈટ પાસે રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા હમીરભાઈ બાલુભાઈ વાઘેલા નામના 55 વર્ષના દેવીપુજક આધેડનું કોઈ અકળ કારણોસર મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પત્નિ રાજુબેન હમીરભાઈ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.

_________________________

ખંભાળિયા નજીક મોટરકારની એસટી બસ સાથે ટક્કર: નુકસાની

ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર એક હોટલ પાસે જી.જે. 18 ઝેડ.ટી. 1389 નંબરની એસ.ટી. બસ લઈને આવી રહેલા હમીરભાઈ મુમાભાઈ ગોયલ (ઉ.વ. 40, રહે. થાનગઢ, જી. સુરેન્દ્રનગર)ની બસ સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 12 બી.એફ. 1053 નંબરની એક મોટરકારના ચાલકે અકસ્માત સર્જતા બસના બમ્પર તેમજ કેમેરાને નુકસાની થવા પામી હતી. જે અંગે ખંભાળિયા પોલીસે બસના ચાલક હમીરભાઈ ગોયલની ફરિયાદ પરથી મોટરકાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 427 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. ડી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

_________________________

ઓખાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ઓખામાં વાલ્મિકી વાસ ખાતે રહેતા મનીષ વીરજીભાઈ ચૌહાણ નામના 23 વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લઈ, તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.

Continue Reading

ગુજરાત

ખંભાળિયા: ફાયરના જવાનો દ્વારા ફાયર સર્વિસ ડે ની ઉજવણી કરાઈ

Published

on

By

 

ખંભાળિયામાં અગ્નિશમન સેવા દિવસની ગઈકાલે રવિવારે ભાવભરી રીતે ઉજવણી કરવામાં આવી હતી.વર્ષ 1944 માં મુંબઈ ખાતે ડોકયાર્ડમાં લાગેલી આગની કામગીરી કરવા ગયેલા ફાયર મેનની ટીમના 66 જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત 300 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આથી સમગ્ર દેશમાં તારીખ 14 એપ્રિલના રોજ “નેશનલ ફાયર સર્વિસ ડે” ની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે આ “અગ્નિશમન સેવા દિવસ” નિમિત્તે ખંભાળિયામાં આવેલા ફાયર સ્ટેશન ખાતે ફાયરના જવાનોએ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સહિતના આગેવાનો તથા કર્મચારીઓએ ફાયર સ્ટાફની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરી હતી.જેમાં ફાયરના જવાનો તેમજ પાલિકાના હોદ્દેદારોએ મૃતક જવાનોને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Continue Reading

Trending