Site icon Gujarat Mirror

ગોંડલમાં મારવાડી જાટ સમાજના વેપારીઓ દ્વારા રાજકુમાર જાટને અપાઇ શ્રધ્ધાંજલિ

ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં મારવાડી જાટ સમુદાયનાં વેપારીઓ અને મજદુરો કામ કરી ગોંડલને વતન બનાવી રહેછે. ત્યારે માર્કેટ યાર્ડમાં સવારે જાટ સમુદાયની વિશાળ હાજરી માં રાજકુમાર જાટને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી. આ વેળા રાજકુમારનાં મૃત્યુની ઘટનામાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નિર્દોષ હોવાનું કહી બનાવની તટસ્થ તપાસ કરી સત્ય બહાર લાવવુ જોઈએ અને તે સ્વિકારવુ જોઈએ તેવુ જણાવ્યુ હતુ.
શ્રધ્ધાંજલી બાદ યાર્ડમાં વરસોથી વેપાર કરતા વેપારી મેરુભાઇ જાટે કહ્યુ કે હું અહી ત્રીસ વર્ષથી વેપાર કરુછુ.પહેલા મજુરી કરતો હતો.

અને બાદમાં વેપાર શરુ કર્યો હતો. જયરાજસિહે અમારા વેપાર ધંધામાં હમેંશા સપોર્ટ કર્યો છે મદદ કરી છે. રાજકુમાર અમારા સમુદાય નો દિકરો હતો.તેના મૃત્યુ થી દુખ થયુછે.પણ જયરાજસિહ પર આરોપ લગાવવો વ્યાજબી નથી.તપાસ દ્વારા સત્ય બહાર લાવવુ જોઈએ જેનો સ્વીકાર પણ કરવો જોઈએ. આમ રાજકુમાર જાટને શ્રધ્ધાંજલી આપનાર મારવાડી જાટ સમાજનાં વેપારીઓ તથા મજુરો જયરાજસિહ તથા ગણેશભાઈ જાડેજાને સમર્થન આપ્યુ હતુ.

Exit mobile version