Site icon Gujarat Mirror

બામણબોર નજીક નદીમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત

રાજકોટ નજીક બામણબોર ગામની સીમમાં નદીએ ન્હાવા ગયેલી પરણીતાનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મળતી વિગતો મુજબ રાજકોટની ભાગોળે બામણબોરની સીમમાં વિપુલભાઈ રાઠોડની વાડીએ રહેતા નેહુબેન કામદેવ શાહની ઉ.વ.31 નામની પણીતા વિપુલભાઈની વાડીની બાજુમાં આવેલ નદીમાં સાંજે પાંચ વાગ્યે કપડા ધોવા ગયેલ અકસ્માતે પડી જતાં તેનું ડુબી જવાથી મોત થયું હતું. આબનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

બીજા બનાવમાં શહેરના રણછોડદાસબાપુ આશ્રમના સુલભ સૌચાલયમાં ન્હાવા ગયેલા મહિપાલ કાલુરામ જાટ ઉ.વ.56 નામના આધેડ બાથરૂમમાં જ બેભાન થઈ જતાં તેને સારવારમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે મોત થયું હતું.

Exit mobile version