Site icon Gujarat Mirror

અનેક એક્સપોર્ટરો-ફ્રેઈટ કંપનીઓ ઉઠી જવાનો ખતરો

યુદ્ધના કારણે કરોડો ડોલરના વોર રિસ્ક સરચાર્જના ભારણથી આર્થિક વ્યવહારો ખોરવાઈ જાય તેવી સ્થિતિ

ભારતના 40થી વધુ જહાજ અને 80 હજારથી વધુ ક્ધટેનરો અટવાયા હોવાનો અંદાજ

20 ફૂટના ક્ધટેનર દીઠ 2000 ડોલર અને 40 ફૂટના ક્ધટેનર દીઠ 4000 ડોલર વધારાના ચૂકવવા પડશે

યુદ્ધ શરુ થાય પહેલા નીકળેલા જહાજો ઉપર વોર રિસ્ક સરચાર્જ લાદી દેવામાં આવ્યો

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે ભારતીય નિકાસકારોને જબરો ફટકો ફડ્યો છે. કરોડો રૂપિયાનો માલ ભરેલા ક્ધટેનરો ફસાઈ ગયા છે તો કરોડો રૂપિયાનું વધારાનું ડેમટેજ પણ વેંઢારવાનો વારો આવ્યો છે. યુદ્ધના કારણે દરિયાઈ શિપિંગ માર્ગોમાં અંધાધુંધી ફેલાતા અનેક એક્સ્પોર્ટરો અને ફેડ ફોવર્ડિંગ એજન્ટ પેઢીઓ ઉઠી જાય તેવી ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. અને જો યુદ્ધ લાંબુ ચાલે તો ગુજરાત-ભારતના એક્સ્પોર્ટરોને કલ્પનાતિક નુક્શાન થવાનો ખતરો પણ મંડરાયેલો છે.

એક પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ઈરાન અમેરિકા – ઈઝરાયલ યુદ્ધનું સંકટ માત્ર ગેસ પૂરતું સીમિત નથી , ભારતના એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓ અને ફ્રેઈટ કંપનીઓ સંકટમાં આવી ગઈ છે. યુદ્ધના લીધે ગુજરાત-ભારતના એક્સપોર્ટરો અને ફ્રેઈટ ફોરવર્ડર્સ ઉપર લાગ્યું વોર રિસ્ક સરચાર્જનું ગ્રહણ. યુદ્ધથી સમગ્ર વિશ્વ કટોકટીમાં છે ત્યારે ભારતના એક્સપોર્ટરો ઉપર વોર કન્ટિજન્સી રિકવરીનું સંકટ આવીને ઊભું છે. શિપિંગ કંપનીઓ દ્વારા 20 ડિવિ (ફૂટ)ક્ધટેનર ઉપર 2000 ડોલર અને 40 ડિવિ(ફૂટ) ઉપર 4000 ડોલરનો વધારો નાખી દેવામાં આવ્યો છે.

ભારતનો મશીનરી, ગારમેન્ટ, ખાધ્ય સામગ્રી સહિત મોટા પ્રમાણમાં પશ્ચિમ એશિયાના દેશો જોડે એક્સપોર્ટનો વેપાર છે જેમાં યુ.એ.ઈ, સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, કતાર અને ઇરાક જેવા દેશોનો સમાવેશ થાય છે. જ્યાં એક્સપોર્ટર્સ ઉપર એકબાજુ 2000 થી 4000 ડોલર વોર ક્ધટીજન્સી રિકવરી નાખી દેવામાં આવી છે ત્યાં બીજી બાજુ રિજિયોનલ ક્ધટેનર લાઇન્સ દ્વારા શિપમેન્ટના જનરલ રેટ વધારી દેવામાં આવ્યા છે.

જે શીપમેન્ટમાં 20 જીપી 300-350 ડોલરથી દુબઈ ટ્રાન્સપોર્ટ થઇ જતા હતા તેમાં 2000 ડોલરનો વધારો કરી દેવામાં આવ્યો છે અને 40 એચસી ક્ધટેનરના શિપમેન્ટમાં 4000 ડોલરનો વધારો કરી નાખવામાં આવ્યો છે. યુદ્ધની કટોકટીના સમયમાં ભાવવધારો અને વોર રિસ્ક સર્જન્સીના લીધે એક્સપોર્ટર્સને કરોડો રૂૂપિયાનું નુકશાન થવાનું છે.

નિર્ણય યુદ્ધની પરિસ્થિતિ માત્ર યુદ્ધની શરૂૂઆત થઈ તે બાદ પૂરતો સીમિત નથી તે પેહલા જે જહાજો નીકળીને દરિયાની વચ્ચે છે તેને પણ લાગુ કરવામાં આવ્યો છે, જેના બુકિંગ થઈ ગયા હોય તેને લાગું પડશે. ગુજરાત રાજ્યમાં 6 થી 7 જેટલા જહાજોમાં એક્સપોર્ટરોના 12000 કરતા વધુ ક્ધટેનરોને 250 કરોડ થી 500 કરોડની વોર રિસ્ક સર્જન્સી ભરપાઈ કરવી પડશે. જો એક્સપોર્ટરો દ્વારા તે નહીં ભરપાઈ થાય તો તે ફ્રેઈટ કંપનીઓ એટલે કસ્ટમ હાઉસ એજન્ટોના માથે આવશે.

એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓ દુવિધામાં છે કેમ કે તેમના ક્ધટેનરો જે પોર્ટમાં મોકલ્યા હોય તેની જગ્યાએ બીજા પોર્ટ પર ઉતારી દેવામાં આવ્યા છે તેવું કિસ્સો પણ સામે આવ્યું છે. એસ એમ માહી નામનું જહાજ જેની કેપેસિટી 2677 જેટલા ક્ધટેનરોની હતી તે જહાજ દુબઇ જેબેલ અલી પોર્ટ ઉપર જવાનું હતું તેની જગ્યાએ ક્ધટેનરો જેદ્દાહ પોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. તે ક્ધટેનરોને પાછા મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવશે કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે તે પ્રશ્ન માટે પણ એક્સપોર્ટરો અને ફ્રેઈટ કંપનીઓને ચિંતામાં છે.

ઝોન્ગ ગુ નાંગ નામનું જહાજ જેની કેપેસિટી 4600 ક્ધટેનરોની છે તે મુન્દ્રા થી ટ્રાન્ઝિટ થઇ હજી જવાહરલાલ નેહરુ પોર્ટ નવી મુંબઈ ઉપર છે. દરિયામાં ગયું નથી છતાં તેમના ઉપર વોર રિસ્ક સરચાર્જ લાગી ગયો છે. શિપિંગ કંપનીઓ દ્વારા જે પ્રકાર સંકટના સમયનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે ચિંતાનો વિષય છે. સરકાર દ્વારા જે જહાજો યુદ્ધ શરૂૂ થાય તે પેહલા નીકળી ગયા હોય, મધદરિયે હોય તેમના ઉપરના વોર ક્ધટીજન્સી રિકવરી ચાર્જ માટે યોગ્ય નિર્ણય લેવાય તો એક્સપોર્ટરોના ઉપર નખાયેલ કરોડો રૂૂપિયાના નુકશાનથી બચી શકે છે. દરિયાઈ શિપ ની કેપેસિટી 2000 થી 6000 ક્ધટેનરો લઈ જવાની હોય છે ત્યારે ભારતના આશરે 40 થી વધુ શિપ માં 80 હજારથી વધુ ક્ધટેનરો અટવાયેલા હશે તેવું જાણકારોનું માનવું છે.

ટ્રાન્ઝિટમાં હોય તેવા ક્ધટેનરો ઉપર કરોડો રૂૂપિયાના ચાર્જ ઉપર સરકારે વિચારવું જોઈએ. કોંગ્રેસ પક્ષ દ્વારા પોર્ટ અને શિપિંગ મંત્રીને દેશના એક્સપોર્ટરો અને કસ્ટમ હાઉસ એજન્ટો વતી કરોડો રૂૂપિયાના યુદ્ધના દંડથી બચાવવાં માટે રજૂઆત કરવામાં આવશે અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ એક્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલા લોકો ઉપર કટોકટીના લીધે કરોડો રૂૂપિયાના અણધાર્યા બોજ માટે સંસદમાં રજૂઆત તેવા પ્રયાસો કરશે.

જેબલ અલી પોર્ટના બદલે 2677 ક્ધટેનર જેહાદ પોર્ટ પર ઉતારી દીધા
યુદ્ધના કારણે દરિયાઈ માર્ગે સર્જાયેલી વિચિત્ર સ્થિતિનો દાખલો આપતા પાર્થરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, એમ. એસ. માહી નામનું જહાજ 2677 જેટલા ક્ધટેનરો સાથે મુંદ્રાથી દુબઇના જેબલઅલી પોર્ટ ઉપર જવા નિકળ્યું હતું. પરંતુ આ જહાજના ક્ધટેનરો દુબઇના જેબલઅલી પોર્ટના બદલે સાઉદી અરબના જેદાહ પોર્ટ ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. પહોંચાડવામાં આવશે કે પરત મુંદ્રા લાવવામાં આવશે? કે અન્ય વ્યવસ્થા કરવામાં આવશે? તેની કોઇ સ્થિતિ જ સ્પષ્ટ નથી. જેથી ક્ધટેનરમાં માલ મોકલનાર એકસ્પોર્ટરો અને ફેઇટ એજન્સીઓની હાલત કફોડી બની ગઇ છે.

જહાજ દરિયામાં ગયુ નથી છતાં વોર રિસ્ક સરચાર્જ ઝિંકી દીધો
અન્ય એક શિપિંગ જહાજનો કિસ્સો જણાવતા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, ઝોન્ગ ગુ નાંગ નામનું જહાજ કે જેની કેપેસીટી 4600 ક્ધટેનરોની છે. આ જહાજ મુંદ્રાથી નીકળી નવી મુંબઇના જવાહરલાલ નહેરૂ પોર્ટ ઉપર પડયું છે અને હજુ દરિયામાં પણ ગયુ નથી તેમ છતાં તેના ઉપર વોરરિસ્ક સરચાર્જના કરોડો ડોલર લાગી ગયા છે. શિપિંગ કંપનીઓ દ્વારા યુધ્ધના સંકટ સમયનો દુરઉપયોગ કરવામાં આવ્યો છે તે ચિંતાનો વિષય છે. સરકાર આવા કિસ્સામાં યોગ્ય નિર્ણય નહીં લ્યે તો એકસ્પોર્ટરો ઉપર કરોડો રૂપીયાનું ભારણ આવી શકે છે.

Exit mobile version