jamnagar
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવા ઉત્સવ અંતર્ગત અનેક સ્પર્ધા યોજાશે

યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાના ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને Youth As Job Creators થીમ ફાળવવામાં આવી છે. જે થીમ મુજબ સ્ટોરી રાઈટીંગ, પોસ્ટર મેકિંગ, ડીકલેમ્શન તથા ફોટોગ્રાફી જેવા વિષયો ઉપર જિલ્લા કક્ષાએ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં 15 થી 29 વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. ભાગ લેવા ઇચ્છુકોએ ખંભાળિયામાં લાલપુર બાયપાસ રોડ ઉપર આવેલા જિલ્લા સેવા સદનમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂૂમ નં. ઈ-1/2, અને ઈ-1/4, પ્રથમ માળ ખાતેથી તા. 27 ઓક્ટોબર સુધીમાં સ્પર્ધાના ફોર્મ મેળવીને પરત જમા કરવાના રહેશે. વધુ વિગત માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
jamnagar
ખંભાળિયા નજીક મારુતિવાનની અડફેટે ચડેલા બાઈકચાલકનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા મહેશ નારુભાઈ હરગાણી નામના 28 વર્ષના ગઢવી યુવાન ગઈકાલે રવિવારે સવારે આશરે 10:30 વાગ્યાના સમયે પોતાના જી.જે. 37 એચ 5262 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયાથી બેહ ગમે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 14 ઈ. 5912 નંબરના મારુતિ વેનના ચાલકે મહેશ હરગાણીના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ ગઢવીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દેશુરભાઈ નારુભાઈ હરગાણી (ઉ.વ. 42, રહે. બેહ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મારુતિ વેનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બાઈક અડફેટે
ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ હાસમભાઈ ઘાવડા નામના 39 વર્ષના યુવાન શનિવારે સાંજના સમયે ખંભાળિયા – જામનગર હાઈવે પર અત્રેથી આશરે 13 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટિયા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 એફ 9654 નંબરના એક મોટરસાયકલના ચાલકે જાવેદભાઈ ઘાવડાને અડફેટે લેતા તેમને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે બાઈક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
jamnagar
શેખપાટ ગામમાં 70 વર્ષના વૃધ્ધનું વીજઆંચકો લાગતાં અપમૃત્યુ

જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા 70 વર્ષના બુઝુર્ગને પોતાના ઘરે ઈલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વેળાએ અચાનક વીજ આંચકો લાગ્યો હતો, અને તેઓનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં રહેતા ગોકરભાઈ ભીમાભાઇ ચાવડા નામના 70 વર્ષના સતવારા જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાની વાડીની ઓરડી પાસે લેમ્પ બદલાવવાનું કામ કરતા હતા, જે દરમિયાન પોતાને ઇલેક્ટ્રીક લેમ્પ બદલાવતી વખતે એકાએક વીજ આંચકો લાગતાં તેઓ બેભાન થઈને નીચે પટકાઈ પડ્યા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ ગોકરભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
jamnagar
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓએ કહ્યું હતું કે, “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સમગ્ર દેશ વિકાસ માટે એકજુથ બની રહ્યો છે, અને નાગરિકો પોતાના અધિકારો માટે જાગૃત બની રહ્યા છે”.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ માર્ગદર્શન તળે ગત તા.15મી નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ થી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 30 લાખ જેટલા નાગરિકો સહભાગી બન્યા છે, અને વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી શક્યા છે. જે અંતર્ગત, સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર તાલુકાના ઠેબા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં 15 દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 30 લાખ લોકો જોડાયા છે, અને તેઓ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત બની રહ્યા છે. કાર્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પ રથનું નામ બદલીને તેને ”મોદીજીની ગેરેન્ટી વાળી ગાડી” આવા નવા નામથી નાગરિકો તેને ઓળખી રહયા છે. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સૌએ ભેગા મળીને સાકાર કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમ થકી દેશભરના નાગરિકો સાથે જોડાયા હતા. તેમજ દેશભરમાંથી વિવિધ યોજનાઓના 5 લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાનશ્રીના હસ્તે દેશભરમાં 25,000 નવા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, અને 10,000મા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો ઝારખંડ રાજ્યના દેવઘર જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા નમો ડ્રોન દીદી કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના થકી મહિલા ખેડૂતોને ડ્રોન ચલાવવા અંગે તાલીમ આપવામાંં આવશે.
સાંસદ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે ઠેબા ગ્રામ પંચાયતને હર ઘર જલ યોજના અંતર્ગત હર ઘર જલ અભિનંદન પત્ર અને સ્વામિત્વ યોજના હેઠળ રેકોર્ડ ડીઝીટલાઈઝેશનના પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાઓની જાણકારી આપતા સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઠેબા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા “ધરતી કરે પુકાર- પ્રાકૃતિક કૃષિ” વિષય પરનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની સાફલ્ય ગાથા કાર્યક્રમમાં લાભાર્થીઓએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાના અનુભવ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિ તરણ કરવામાં આવ્યું હતું.
સમારોહના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી સરવૈયાભાઈએ કરી હતી. આ કાર્યક્રમમાં, જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) ડોબરીયા, જામનગર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન દુધાગરા, કારોબારી સમિતિના ચેરમેન ચંપાબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર