Connect with us

કચ્છ

કચ્છ જિલ્લામાં ગેરરીતિ કરતા સસ્તા અનાજના સંચાલકો ઝડપાયા

Published

on

કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસણી દરમિયાન ગેરરીતિ સામે આવતા ગેરરિતી આચરનારા 5રવાનેદારો વિરુધ્ધ જિલ્લા કલેકટર તથા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા દંડનીય તેમજ 5રવાના રદ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા સમયાંતરે જિલ્લામાં કાર્યરત સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસણી કરવામાં આવતી હોય છે અને ગેરરીતિ આચરનારા વિરુઘ્ઘ કડક 5ગલાં લેવામાં આવતાં હોય છે. અબડાસા તાલુકાના સુથરી ગામના દુકાનદાર રાજુલાબેન લિરેશકુમાર શાહ સંચાલિત સસ્તા અનાજની દુકાનનો 5રવાનો ગેરરીતિ સબબ અગાઉ જિલ્લા પુરવઠા અઘિકારી તથા તત્કાલિન કલેકટર દ્વારા પરવાનો રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે કેસ કાર્ડઘારકોને સાંભળી નિર્ણય કરવા રિમાન્ડ થઈ આવતાં આ કામે પુરવઠા વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસણી કરવામાં આવી હતી. તપાસણી બાદ અગાઉની ગેરરિતીઓને સમર્થન મળતાં જિલ્લાના કલેકટર અમિત અરોરા દ્વારા 5રવાનો રદ કરવાનો હુકમ કાયમ રાખવા હુકમ કરવામાં આવ્યો હતો.
વઘુમાં તાજેતરમાં પ્રાંત અઘિકારી અંજાર અને ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મેહુલ દેસાઈ દ્વારા સસ્તા અનાજની દુકાનના 5રવાનેદારો સામે ગેરરિતી બદલ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પુરવઠા અઘિકારીએ ગંભીર ગેરરીતિઓ બદલ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે શ્રી અંબિકા સ્વ.સહાય જુથ હેઠળ કાર્યરત સસ્તા અનાજની દુકાનનો 5રવાનો કાયમી ઘોરણે રદ કરવા અને રૂ.5000/- ની ડિપોઝિટ જપ્ત કરવા સહિત કુલ રૂૂ.7,35,777/- નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અન્ય એક કેસમાં માંડવી તાલુકાના ઘુણઈ ગામના સસ્તા અનાજના દુકાનદાર દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ બદલ રૂૂ.5000 ની ડિપોઝિટ જપ્ત કરવા સહિત રૂૂ.53,807/- નો દંડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બારોઈ ગામે સસ્તા અનાજની દુકાનની તપાસણી દરમિયાન 5ણ ગેરરીતિ ઘ્યાને આવી હતી. તેમજ તાલુકાના મામલતદારો દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવતાં માંડવી તાલુકાના પી5રી તથા ભોજાય, ભુજ તાલુકાના ભુજોડી તથા અંજાર તાલુકામાં અંજાર શહેરની એક દુકાનમાં ગેરરિતી બાબતે અહેવાલ કરવામાં આવતાં જિલ્લા પુરવઠા અઘિકારીએ સંબંધિતો સામે નોટીસ ઈસ્યુ કરી ખુલાસો પુછવામાં આવ્યો છે. અને ત્યારબાદ સંબંઘિત દુકાનદારો સામે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામા આવશે. આગામી સમયમાં 5ણ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ગેરરિતી આચરનારા 5રવાનેદારો સામે નિયમોનુસારની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
અબડાસા તાલુકાના નલીયા ગામે ત્રંબો વિવિઘ કાર્યકારી સહકારી મંડળી હેઠળ કાર્યરત સસ્તા અનાજની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવતાં અને તપાસણી દરમિયાન ગેરરિતી સામે આવતાં, આવશ્યક ચીજ વસ્તુઓનો સ્ટોક વધુ જણાઈ આવતાં વધારાનો જથ્થો સિઝ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. દુકાનદાર દ્વારા 5રવાના આદેશ-2004ની શરતો તથા પી.ડી.એસ.ક્ધટ્રોલ ઓર્ડર-2001ની જોગવાઈઓ અને સરકારના તા.26/8/2015 ના ઠરાવની જોગવાઈઓનો ભંગ કરી સંચાલન કરવામાં આવતું હોઈ જિલ્લા કલેકટર અમિત અરોરા તથા પ્રાંત અધિકારી અંજાર અને ઈન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી મેહુલ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા ઈન્સપેકટર સલીમ મેમણ દ્વારા વધારાનો જથ્થો સિઝ કરવા હુકમ કરાયો હતો. જે અંગે જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરી દુકાનદારનો ખુલાસો મેળવવામાં આવશે અને ત્યારબાદ સંબંધિત દુકાનદાર સામે નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

કચ્છ

વધુ એક નકલી ટોલનાકુ ઝડપાયું, કચ્છમાં ટોલ પ્લાઝાની બાજુમાં ખાનગી રોડ બનાવી દેવાયો

Published

on

By

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલાનાકાનો પર્દાફાશ થયો છે. ઘટના સામે આવતા જ તંત્ર દોડતું થયું છે. કચ્છના ભુજ-નલિયા રોડ પર આવેલા ટોલનાકાની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર નકલી ટોલ પ્લાઝાની રમત રાજકીય નેતાઓના ઈશારે ચાલી રહી છે.
ભુજ-નલિયા હાઇવે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને અહીંથી પવનચક્કીની મોટી ટ્રકો, મીઠાની ટ્રકો સહિતના અનેક વાહનો આ રોડ પરથી પસાર થાય છે. મળતી માહિતી અનુસાર, અહીં કેટલાક લોકો અસલી ટોલ પ્લાઝાથી 200 મીટર દૂર ઉભા રહેતા હતા, જે લોકો ત્યાંથી પસાર થતા વાહનચાલકોને નકલી ટોલ પ્લાઝા પરથી જવા માટે કહેતા હતા. આવી જ રીતે આ સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાતમાં ગત વર્ષે ડિસેમ્બરમાં વાંકાનેર-મોરબી હાઇવે પર નકલી ટોલનાકું પકડાયું હતું. પોલીસે પણ સરકારની સૂચના બાદ આ કેસમાં ખૂબ જ કડક કાર્યવાહી કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોલનાકા નજીક કેટલાક લોકો પૈસા લઈને ખાનગી રોડ પરથી રાત્રે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મોટા વાહનોના ચાલકોએ નિર્ધારિત ટોલ ટેક્સ ભરવો પડતો નથી. એટલા માટે નકલી ટોલ પ્લાઝાની વૈકલ્પિક વ્યવસ્થા કરીને બીજો રસ્તો બનાવવામાં આવ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વાહનો પસાર કરવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલવામાં આવે છે જેના કારણે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. નવાઈની વાત એ છે કે આ બાબત આજ સુધી કોઈના ધ્યાને કેમ ન આવી?. જોકે આ મામલે જિલ્લા પ્રશાસન તરફથી તપાસના આદેશ અપાયા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મામલાની તપાસ કરાશે અને જવાબદારો સામે કાર્યવાહી કરાશે.

Continue Reading

કચ્છ

કચ્છના મુંદ્રામાંથી 1.5 કરોડનો સોપારીનો જંગી જથ્થો કબજે

Published

on

By

 

  • ઈન્ડોનેશિયાથી ગેરકાયદેસર આયાત કરવામાં આવ્યો હતો

સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી. જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને સોપારીની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી ક્ધટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. આ બાતમીના આધારે, જઈંઈંઇ, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા નદમર બટુથ તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન 27.81 ખઝત નઅયિભફ ગીતિંથ જેની ટેરિફ કિંમત અંદાજે રૂૂ. 1.5 કરોડ છે. તે આ ક્ધટેનરમાં ખોટી રીતે જાહેર કરાયેલા મળી આવ્યા હતા, જે કસ્ટમ્સ, મુન્દ્રા દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વધુ વિગતો બહાર લાવવા અને દાણચોરીની કામગીરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે વધુ તપાસ ચાલી રહી છે. સોપારીની આયાત 110% જેટલી ઊંચા ટેરિફ મૂલ્ય અને ડ્યુટી માળખાને આકર્ષે છે. તેનાથી બચવા માટે, અનૈતિક આયાતકારોએ સોપારીને ખોટી રીતે જાહેર કરીને આયાત કરવાની મોડસ અપનાવી છે.

કસ્ટમ્સ મુન્દ્રાએ તાજેતરના સમયમાં સોપારીની ગેરકાયદેસર રીતે દાણચોરી કરતી અનેક સિન્ડિકેટની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. આ નાણાકીય વર્ષ દરમિયાન, ગેરકાયદેસર આયાતને રોકવાના સતત પ્રયાસોને પરિણામે 172.39 ખઝત ની ટેરિફ કિંમત રૂૂ.10.38 કરોડની હદ સુધી સોપારી ક્ધસાઇનમેન્ટ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, લગભગ મુન્દ્રા ખાતે કસ્ટમ્સ દ્વારા શોધાયેલ કોમર્શિયલ ફ્રોડમાંથી રૂૂ. 1.5 કરોડની રિકવરી કરવામાં આવી છે.

Continue Reading

કચ્છ

કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

Published

on

By

અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનાં દર્શન અર્થે કચ્છથી અયોધ્યામાટે નીકળેલી વિશેષ આસ્થા એક્સપ્રેસ ઉપર કોઈ ટીખળખોરે પથ્થરો ફેકતાં દોડધામ મચી હતી. આ અંગે પ્રવાસીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ ટ્રેન અયોધ્યા માટે પ્રસ્થાન થઈ હતી, બપોરે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ટેન આવતાં અજાણ્યા ટીખળખોરોએ એસ-18 નંબરના કોચ ઉપર પથ્થર ફેકયા હતા.જેને કારણે આ કોચના સીટ નં. 23 અને 24ના બારીના કાચ તૂટયા હતા. ત્યારબાદ રેલવે પોલીસે બનાવ સ્થળે આવી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કોચમાં વાગડ વિસ્તારના સામખિયાળી સહિતના ગામોના પ્રવાસીઓ બેઠેલા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પ્રવાસીઓના ખબર-અંતર પૂછયા હતા.

Continue Reading

Trending