PMના ફોટા પર કાળી શાહી લગાડનાર શખ્સ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે સદરમાંથી ગણતરીના કલાકોમાં ઉપાડી લીધો, મોંઘવારી-બેરોજગારીના કારણે નારાજ હોવાનું રટણ રાજકોટમાં બે દિવસ પૂર્વે રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ…

ક્રાઇમ બ્રાંચે સદરમાંથી ગણતરીના કલાકોમાં ઉપાડી લીધો, મોંઘવારી-બેરોજગારીના કારણે નારાજ હોવાનું રટણ

રાજકોટમાં બે દિવસ પૂર્વે રાત્રે કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રેસકોર્ષ ખાતે ચાલી રહેલ જળકથામાં હાજરી આપવા આવ્યા હતા તે સમયે જ રેસકોર્ષથી માત્ર 200 મીટર દૂર આવેલા શારદાબાગમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં વડાપ્રધાન મોદીની તસવીર પર કાળીશાળી લગાડવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

આ મામલની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક તપાસ કરી ગણતરીના કલાકોમાં આ શાહી લાડનાર સદર બઝારમાં રહેતા વિધર્મી શખ્સને ઉઠાવી લઇ તેની ધરપકડ કરી હતી. મોંધવારી અને બેરોજગારીથી નારાજ યુવાને આ કૃત્ય કર્યું હોવાનું ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં તેણે કબુલ્યું હતું.

મળતી માહિતી મુજબ શહેરના શારદાબાગ પાસે નાગરિક પૂરવઠા વિભાગ દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની તસવીર વાળા પોસ્ટરમાં લગાવવામાં આવ્યા હોય ત્યારે બે દિવસ બે દિવસ પૂર્વે વડાપ્રધાન મોદીના ફોટા ઉપર કોઈ ટીખળ દ્વારા કાળી શાહી લગાડી દેતા ચકચાર જાગી હતી.

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આગામી તા.10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોય તે પૂર્વે આ કૃત્ય દવા માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હોય આ મ અમલે તાત્કાલિક તપાસ કરી આ કૃત્ય કરનારને ઝડપી લેવા ભાજપન રાજકીય આગેવાનોએ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાને રજૂઆત કરી હતી. વડાપ્રધાન મોદી પોતે રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટમાં હાજરી આપનાર છે. તે પૂર્વે બનેલી આ ઘટનાને પોલીસે પણ ગંભીરતાથી લીધી હતી. અને આ ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમે તાત્કાલિક તપાસ કરી સીસીટીવીના આધારે આ કૃત્ય કરનાર સદરના અઝીમ નામના ગણતરીના કલાકોમાં ઉઠાવી લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તા.15 ઓક્ટોબરે ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે પણ બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા બેનરમાં પી.એમ.મોદીના ફોટા ઉપર અજાણયા શખ્સે કાળીશાળી લગાવી હતી. તે ઘટના માં પણ આ શખ્સની સંડોવણી છે કે, કેમ તે મામલે ક્રાઈમ બ્રાંચે વધુ પુછપરછ શરુ કરી છે. ભારતમાં છેલ્લા ઘણા વખતથી મોંધવારી અને બેરોજગારી વધી હોય તેનાથી નારાજ યુવાને આ કૃત્ય કર્યું હોવાનું ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં કબુલ્યું હતું.