પદ માટે 10 કરોડ આપ્યાની વાત હંબક ગણાવી, આપ કી અદાલતમાં ખુલાસો
90ના દાયકાની ટોચની અભિનેત્રી મમતા કુલકર્ણી આજકાલ સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે. 2025 ના મહાકુંભ દરમિયાન, કિન્નર અખાડાએ અભિનેત્રીને મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું હતું, જેનો ઘણા બાબાઓએ વિરોધ કર્યો હતો.
વધતા વિવાદ પછી, મમતા કુલકર્ણીનું બિરુદ 7 દિવસમાં જ છીનવી લેવામાં આવ્યું. મહામંડલેશ્વર પદ પરથી હટાવ્યા બાદ, અભિનેત્રીએ રજત શર્માના શો આપકી અદાલતમાં ભાગ લીધો હતો.
આ સમય દરમિયાન, તેમણે તેમના વિરોધીઓને યોગ્ય જવાબ આપ્યો અને તેમના પર લાગેલા તમામ આરોપોનો ખુલાસો કર્યો. રજત શર્માએ અભિનેત્રી અને સાધ્વી મમતાને પૂછ્યું કે રામદેવ બાબાએ કહ્યું હતું કે કોઈ પણ એક દિવસમાં સંત પદ પ્રાપ્ત કરી શકતું નથી. આજકાલ હું જોઉં છું કે કોઈને પણ પકડીને મહામંડલેશ્વર બનાવી શકાય છે. આનો જવાબ આપતાં, તે કહે છે કે તે રામદેવને ફક્ત એટલું જ કહેવા માંગે છે કે તેમણે મહાકાલ અને મહાકાલીથી ડરવું જોઈએ.
આ સાથે, 25 વર્ષની ઉંમરે સંત બનવાનો દાવો કરનાર બાગેશ્વર ધામે પણ અભિનેત્રીની ટીકા કરી હતી, મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવાનો વિરોધ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના બાહ્ય પ્રભાવ હેઠળ આવીને કોઈને મહામંડલેશ્વર કેવી રીતે બનાવી શકાય? આ પદવી ફક્ત એવી વ્યક્તિને જ આપવી જોઈએ જેમાં સંત કે સાધ્વીની ભાવના હોય.
તે કહે છે મેં ધીરેન્દ્ર શાસ્ત્રી ઉર્ફે બાગેશ્વર ધામ (25 વર્ષ) જેટલી જ ઉંમરે તપસ્યા કરી છે. હું ધીરેન્દ્ર શાસ્ત્રીને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે તમારા ગુરુને પૂછો કે હું કોણ છું અને શાંતિથી બેસો. અભિનેત્રી પર આરોપ હતો કે તેણે 10 કરોડ રૂૂપિયા આપીને મહામંડલેશ્વરનું બિરુદ મેળવ્યું હતું. આના જવાબમાં, તે કહે છે કે તેની પાસે 1 કરોડ રૂૂપિયા પણ નથી, 10 કરોડ રૂૂપિયા તો દૂરની વાત છે. તેણે 2 લાખ રૂૂપિયા લીધા હતા અને ગુરુને પાછા આપ્યા હતા કારણ કે તેના બધા બેંક ખાતા સીઝ થઈ ગયા છે.
સાધ્વી બનવાની પોતાની સફર વિશે વાત કરતાં, મમતા કુલકર્ણી કહે છે કે તેણે છેલ્લા 23 વર્ષમાં એક પણ ફિલ્મ જોઈ નથી. આ સાથે, તેણીએ કહ્યું કે તે ક્યારેય મહામંડલેશ્વર બનવા માંગતી નહોતી, પરંતુ કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠીના દબાણ હેઠળ, તેણી મહામંડલેશ્વર બનવા માટે સંમત થઈ ગઈ.