હોટેલના રૂમમાંથી મૃતદેહ મળ્યો
મલયાલમ ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી ચૂકેલા એક્ટર દિલીપ શંકરનું નિધન થઈ ગયું છે. રવિવારે તિરુવનંતપુરમના વેનરોઝ જંકશન સ્થિત ખાનગી હોટલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ હજુ તપાસ હેઠળ છે.
અભિનેતા એક સિરિયલના શૂટિંગ માટે તિરુવનંતપુરમમાં હતો અને તેણે ચાર દિવસ પહેલા ત્યાં એક હોટલનો રૂૂમ ભાડે લીધો હતો. દિલીપ શંકર છેલ્લા બે દિવસથી તેમના રૂૂમની બહાર જોવા મળ્યા ન હતા અને જ્યારે તેમના સાથીદારોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.તેથી અનેક પ્રયાસો કરવા છતાં દિલીપે તેના ફોનનો જવાબ આપ્યો ન હતો. આ પછી તેને પૂછપરછ માટે હોટલ જવું પડ્યું. હોટલના સ્ટાફે દરવાજો ખોલ્યો તો તેમને દિલીપનો મૃતદેહ મળ્યો. મૃતદેહને જોયા પછી સ્પષ્ટ થયું કે તેના મૃત્યુને ઘણા કલાકો થયા છે.