ધોરાજી તાલુકાના સુપેડી ગામે સુપ્રસિદ્ધ પૌરાણિક મુરલી મનોહર મંદિર વિવાદ સર્જાયો ગ્રામજનોએ મંદિરમાં મહંતના અને ટ્રસ્ટ અને સેવક ગણના મનસ્વી વહીવટ સામે સવાલ ઉઠાવી મંદિરમાંથી મહંત અને સેવક ડી સી પટેલને બહાર કાઢવા રજૂઆત સાથે સમગ્ર સુપેડી ગામ બંધ રાખી ધોરાજી પ્રાંત અધિકારીને 500 થી વધારે મહિલા પુરુષો દ્વાશ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ત્યારબાદ મળતી વિગતો પ્રમાણે ગ્રામજનોના ભારે આક્રોશ અને વિરોધને કારણે મહંત રવિદાસ બાપુ રાતોરાત મંદિર છોડી કોઈ અજ્ઞાતવાસમાં જતા રહ્યા હોવાની વિગતો મળી હતી. ત્યારબાદ આજરોજ મંદિરના ટ્રસ્ટી અને સેવક ડી.સી. પટેલ, મહંત રવિદાસ બાપુના ભાઈ અને ટ્રસ્ટી બાલા બાપુ, તેમજ અન્ય સેવકો ધોરાજી તાલુકા પોલીસ મથકે પોતાની રજૂઆત લઈને પહોંચ્યા હતા. જેઓ ધોરાજી તાલુકા પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ ઠાકોરને મળી મંદિર પક્ષેથી કેટલાક ડોક્યુમેન્ટસ અને પોતાની વાત રાખી હતી.
મીડિયા સમક્ષ વાત કરતા મંદિરના ટ્રસ્ટી ડીસી પટેલ એ જણાવ્યું હતું કે સમક્ષ અમે પોલીસ સમક્ષ અને મીડિયા સ્પષ્ટતા કરવા આવ્યા છે કે મંદિરમાં કોઈપણ પ્રકારનો જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખવામાં આવતો નથી. મંદિરમાં જે ટેસે પાડવામાં આવે છે તે સનાતન ધર્મના નિયમ મુજબ રાખવામાં આવે છે. ભોજનમાં પણ કોઈ પણ પરત્વે ભેદભાવ રાખવામાં આવતો નથી. મંદિરમાં આવતા ક્યારેય ગ્રામજનોને રોકવામાં આવ્યા નથી.
અગાઉ મંદિર પાસે રસ્તો બનાવવા મામલે તેમ જ મંદિરની આસપાસ સફાઈ કરવા માટે ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે સરપંચે ટ્રસ્ટી સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
અને જેનો પૂર્વગ્રહ રાખી ગામના લોકોને ભોળવી તેઓને સાથે લઈ જઈ આવેદનપત્ર અપાવી મંદિર સામે વિવાદ ઉભો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ડી સી પટેલે વાતન સમર્થન આપતા જણાવેલ કે વિવાદ સર્જાતા ની સાથે મંદિરના મહંત રવિદાસ બાપુ અજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે હાલમાં ક્યાં છે તેના વિશે કોઈ જાણકારી અમારી પાસે નથી પરંતુ મંદિરના ડોક્યુમેન્ટ ટ્રસ્ટ મંડળની રચના સહિતના દસ્તાવેજો પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા અને જ્યાં સુધી વિવાદનો અંત ન આવે ચૂંટણીઓ નો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખવો અને આ મંદિરમાં કોઈ ગેરકાયદેસર પ્રવેશ કરી ન જાય તે માટે રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ચૂંટણીના સમયે જ સુપેડી ખાતે મુરલી મનોહર મંદિરમાં સર્જાયેલા વિવાદમાં પોલીસે દોડ ભાગ કરવી પડી રહી છે. ત્યારે મહંત મંદિર છોડી અજ્ઞાત વાસમાં જતા રહેતા હવે મહંત ની તપાસ પણ પોલીસે કરવી પડશે તેવું લાગી રહ્યું છે.

