Connect with us

dharmik

કાલે 8મા નોરતે કરાશે મહાગૌરીનું પૂજન

Published

on

માતાજીનું સ્વરૂૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂૂપમા બીરાજે છે . માતાજીને ચાર હાથોમા જમણા હાથમા વરદાન મુદ્રા છે તથા ત્રિશુળ છે . ડાબી બાજુના હાથોમા ડમરૂૂ અને અભય મુદ્રા છે . મહાગૌરી માતાજીની પૂજાની ઉપાસના નવરાત્રિના આઠમા નોરતે થાય છે . શ્રી રામચંદ્ર ભગવાને પણ માતાજીની ઉપાસના કરેલ અને આ દિવસે માતાજીએ રામ ભગવાનને સિદ્ધિ ના આશીર્વાદ આપેલ
માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોનું કલ્યાણ થાય છે . સાથે પાછલા જન્મોમા કરેલા પાપો નો પણ ક્ષય થાય છે . માતાજીની કૃપાથી અલોકીક સિધ્ધિની પ્રાપ્તી થાય છે . જે મનુષ્ય માતાજીની ભક્તિ ભાવથી પૂજા કરે છે તેમને માતાજી વરદાન આપે છે અને તેમની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે .
માતાજીનો મંત્ર: ઓમ ક્રીં હ્રી વરદાય નમ : નૈવેદ્ય : – માતાજીને શ્રીફળ અર્પણ કરવું માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી મનની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે.
મા સિદ્ધિદાત્રી ની પૂજા
નવમું નોરતું સિધ્ધિદાત્રી માતાજીની પૂજા માતાજી નું નવમું સ્વરૂૂપનું નામ સિધ્ધિદાત્રી છે . માતાજી બધી જ પ્રકારની શુભ સિધ્ધિ આપનાર છે . માર્કન્ડેય પુરાણ પ્રમાણે અણિમા મહિમા, લધિમા, પ્રાપ્તી, પ્રકામ્ય, ઈશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની સિધ્ધિ છે. જયારે બ્રહ્મ વૈવર્તપુરાણમાં અઢાર પ્રકારની સિધ્ધિ બતાવવામાં આવી છે .
1. અણિમા, 2. લધિમા, 3. પ્રાપ્તિ, 4. પ્રકામ્ય, 5. મહિમા, 6. વિશિત્વ, 7. સર્વકામ, 8. સર્વરીત્વ 9. દુર શ્રવણ, 10. પરકાયા, 11. વાકસિધ્ધિ, 12. કલ્પવૃક્ષત્વ, 13, સુષ્ટિ, 14 . સંહાર, 15. અમરત્વ, 16. સર્વન્યાથકત્ય, 17, ભાવના, 18. સિધ્ધિ, મા સિધ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી જ પ્રકારની સિધ્ધિ આપવાનું સામર્થ ધરાવે છે . દેવી પુરાણ પ્રમાણે ભગવાન શિવને માતાજીની કૃપાથી સિધ્ધિ પ્રાપ્ત થઈ હતી . મહાદેવજી નું સ્વરૂૂપ અર્ધનારીશ્વર ના રૂૂપમાં પ્રખ્યાત થયા માતાજી સિધ્ધિદાત્રીનું પૂજન અને ઉપાસના કરવાથી પરમ શક્તિની પ્રાપ્તી થાય છે અને અમૃત તત્વની પ્રાપ્તી થાય છે
મંત્ર: ઓમ હ્રીં ક્રીં સિધ્ધિયે નમ:
નૈવેદ્ય: માતાજીને હલવો પુરી ખીર અર્પણ કરવા ગરીબોને ભોજન કરાવું .

dharmik

ચૈત્ર નવરાત્રી: આવતી કાલે આઠમ પર બની રહ્યા છે બે મહાસંયોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે અચ્છે દિન

Published

on

By

 

દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો મહાપર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ચૈત્ર નવરાત્રિમાં બે દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસોમાં દેવી દુર્ગાના 9 સ્વરૂપોની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ નવરાત્રીના છેલ્લા બે દિવસ આઠમ અને નોમ પર માતા રાણીની ખાસ પૂજા કરવામાં આવે છે. તો આ દિવસો દરમિયાન કેટલાક લોકો વ્રત- ઉપવાસ પણ રાખતા હોય છે. હિંદુ પંચાંગ પ્રમાણે આ વખતે આઠમ આવતીકાલે એટલે કે 16 એપ્રિલ 2024ના રોજ મનાવવામાં આવશે. પરંતુ આ વખતની આઠમ ખાસ છે, કારણ કે આ દિવસે બે મહાસંયોગ બની રહ્યો છે. આ દિવસે કન્યાઓની પૂજા કરવાની પણ પરંપરા છે. જેની અસર 12 રાશિના લોકો સહિત દેશ અને દુનિયાભરમાં જોવા મળશે.

આવતીકાલે આઠમના દિવસે રવિ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો મહાસંયોગ બની રહ્યો છે. આ મહાસંયોગની અસર દરેક રાશિઓ પર થશે. જેમા કેટલાક લોકો માટે આ સંયોગથી તેમના બંધ કિસ્મતના તાળા ખુલી શકે છે, જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો આજે તમને આઠમના દિવસે કઈ કઈ રાશિઓ માટે આ મહાસંયોગથી ફાયદો આપશે.

મીન રાશિઃ મીન રાશિના લોકોને સમાજમાં માન-સન્માન વધશે. નોકરી કરતા લોકોને મોટું પદ મળી શકે છે. ચૂંટણીના રાજકારણમાં સક્રિય લોકોને પણ ફાયદો થશે. અટકેલા કામ પૂરા થશે. વેપારમાં લાભ થશે. વિદેશ પ્રવાસની તકો છે.

મકર રાશિઃ મકર રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થશે. વેપારમાં વૃદ્ધિ થશે, કરિયરમાં પ્રગતિ થશે, સમાજમાં માન-સન્માન વધશે, બાકી રહેલા પૈસા પાછા મળશે અને પરિવારમાં સમૃદ્ધિ આવશે.

કન્યા રાશિઃ નવરાત્રિની અષ્ટમી કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકોને આર્થિક લાભ થશે, સમાજમાં માન-સન્માન વધશે, શત્રુઓનો પરાજય થશે, વિદેશ પ્રવાસ પર જઈ શકો છો, ધાર્મિક કાર્યોમાં રસ વધશે.

કર્ક રાશિઃ કર્ક રાશિના લોકો માતા દુર્ગાની કૃપાથી કારકિર્દીમાં ખૂબ પ્રગતિ કરી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે, આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.

વૃષભ રાશિઃ અષ્ટમી તિથિના દિવસે વૃષભ રાશિના જાતકોના દરેક કામ પૂર્ણ થશે, મિલકતમાં લાભ થશે, દાન પ્રત્યે ઝોક વધશે, ધાર્મિક કાર્યોમાં રસ વધશે, વિદેશ પ્રવાસની સંભાવના છે, તેઓ દરેક કાર્યમાં સફળતા મળી શકે છે.

Continue Reading

dharmik

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માતાના મઢે ઘટસ્થાપન કરાયું

Published

on

By

કચ્છના જગવિખ્યાત મા આશાપુરાના મઢ ખાતે આજે ચૈત્રી નવરાત્રી મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ પૂર્વે ગઈકાલે રાત્રે આઠ વાગ્યે રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજી અને ટ્રસ્ટીઓના હસ્તે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આશાપુરા મંદિરે નવ દિવસ માતાજીના પૂજા-પાઠ-સ્તુતિ-ગરબા-અનુષ્ઠાન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Continue Reading

dharmik

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: આ નવ દિવસોમાં ભૂલથી પણ ન કરતા આ કામો, નહિતર માતા થશે ક્રોધિત

Published

on

By

 

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે. આ ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જો કે નવરાત્રિ દરમિયાન કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ મા દુર્ગાના આશીર્વાદ મેળવી શકતો નથી. ચાલો જાણીએ નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ન કરવું.

નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું;

1) નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી પથારી પર સૂવાનું ટાળવું જોઈએ. વ્રત રાખનારા લોકોએ પલંગ પર ન સૂવું જોઈએ. જો તમે નવરાત્રિ દરમિયાન વ્રત રાખો છો તો પલંગ પર નહીં પરંતુ જમીન પર સુવું જોઈ.

2) નવરાત્રિ દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક, ડુંગળી, લસણ, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરાવી જોઈએ.

3) નવરાત્રિ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને આદરપૂર્વક ખવડાવો અને અષ્ટમી અને નવમીના દિવસે નાની છોકરીઓ (9 છોકરીઓ)ને જમાડો.

4) નવરાત્રી દરમિયાન કોઈપણ સ્ત્રીનું અપમાન ન કરો. પછી તે તમારી માતા, બહેન, પત્ની કે અન્ય કોઈ સ્ત્રી હોય. દરેકને માન આપો. અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કરશો નહીં.

5) નવરાત્રી દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. ખાસ કરીને જે લોકો નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે તેમણે આ નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મા દુર્ગા આ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે.

6) નવરાત્રિ દરમિયાન કોઈની સાથે જૂઠું બોલવું નહીં કે કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો. સત્ય બોલો અને દરેક સાથે માયાળુ બનો. તમને નવરાત્રિ દરમિયાન ગુસ્સો કરવાથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે.

Continue Reading

Trending