Site icon Gujarat Mirror

સોમનાથ મહાદેવ મંદિર સ્થાપના દિવસે મહાદેવની પાલખી યાત્રા નીકળી

દેવાધિદેવ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ નો સ્થાપના દિવસ તિથિ અંતર્ગત વૈશાખ સુદ પાંચમ તારીખ 21 -4- 2026 ના રોજ તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજ સોમનાથ સોમનાથ મહાદેવની પાલખીયાત્રા કાઢવામાં આવેલ હતી.

સમગ્ર પ્રભાસ પાટણ શહેરમાં ફરેલ છેલ્લા ત્રણ વર્ષથી આ ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે જેમાં તીર્થ પુરોહિત ધર્મ પરંપરાગત વસ્ત્રો પરિધાન સાથે પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે સમગ્ર શહેરમાં નક્કી કરાયેલ રૂૂટો ઉપર વાજતે ગાજતે ઢોલ શરણાઈ અને ભજનો સાથેની આ યાત્રા તારીખ 21 એપ્રિલે બપોરના બે વાગ્યે પ્રાચીન જૂના સોમનાથ મંદિરેથી શરૂૂ થયેલી અને મેઈન બજાર. દુધપીઠ. રામરાખ ચોક. પાટચકલા. લાંબી શેરી. કુંભારવાડા થઈ જુના સોમનાથ સહિતના વિસ્તારોમા સોમનાથના જયઘોષ સાથે નિકળેલ શોભાયાત્રાના માર્ગો ભાવિકો તરફથી આ પ્રસંગે શણગારવામાં આવેલ અને ઠેર ઠેર ફુલહારથી પાલખીયાત્રાને પુષ્પહાર કરવામાં આવેલ તેમજ માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા શરબતો અને ચા પાણી પાઈ ભાવિકો ધન્ય બને છે સર્વસમાજ આ યાત્રામાં સાથે રહી ભક્તિમય બને છે.

શ્રી સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ તથા ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગામ લોકો જોડાયા હતા.

Exit mobile version