Site icon Gujarat Mirror

વેરાવળમાં 1.10 કરોડના દારૂ-બિયરનો નાશ

વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂૂ.1.10 કરોડની કિંમતના વિદેશી દારૂૂ અને બીયરના જથ્થા નો કાયદેસર નાશ કરવામાં આવ્યો છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે દારૂૂ-બિયરની 42 હજારથી વધુ બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂૂના નાશ ની સમગ્ર પ્રક્રિયા ડીવાયએસપી વી.આર.ખેંગાર, સિટી પીઆઈ. ગઢવી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને અધિકારીઓની હાજરીમાં હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન દરેક બોટલ નો પેઢી મુજબ હિસાબ રાખી કોર્ટના આદેશ અનુસાર કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ મોટા ગુનાઓ સહિત કુલ 24 જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂૂ અને બીયરના જથ્થા નો આ નાશ કરાયો છે. જપ્ત કરાયેલ માલમત્તાની કુલ અંદાજિત કિંમત આશરે રૂૂ.1.10 કરોડ જેટલી થતી હતી. આ સમગ્ર કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશી ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે કોર્ટના હુકમ અનુસાર જપ્ત માલ મત્તા નો નિયમિત અને પારદર્શક રીતે નાશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂૂ બંધી અમલમાં હોવાથી ગેરકાયદેસર દારૂૂના ધંધા સામે પોલીસ સતત સખત કાર્યવાહી કરી રહી છે. તાજેતરની આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો માટે ચેતવણી રૂૂપ માનવામાં આવે છે.

ધ્રોલના વિરાણી ખીજડિયા ગામે યુવકનું હાર્ટએટેકથી મોત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામમાં રહેતા મુકેશભાઈ પુનાભાઈ ગોહિલ નામના 45 વર્ષ ના યુવાનને ગઈકાલે પોતાના ઘેર અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેને સારવાર માટે પડધરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ રમેશભાઈ પુનાભાઈ ગોહિલે પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજા પડધરી ની હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version