શું હેન્ડ બેગ પણ તમને સ્ટાઈલિશ બનાવી શકે છે??

કપડાં સાથે મોર્ડન સમય મુજબ પર્સ, હેન્ડબેગ, કલચ વગેરે જેવી એક્સેસરીઝ તમારા લૂકને વધુ સ્ટાઈલિશ બનાવે છે.કપડા સાથે બેગ જેવી એક્સેસરીઝ તમારા લુકને સ્ટાઈલિશ બનાવતી હોય છે. આવી જ કેટલીક ટીપ્સ છે જેને ફોલો કરવાથી તમારા લુકને વધારે સ્ટાઈલિશ બનાવી શકો છો. માર્કેટમાં અલગ અલગ પ્રકારના બેગ મળે છે જે તમારા દરેક લુકને મેચ કરતાં હોય.બસ જરૂરી છે એ જાણવું કે કયા સમયે અને કયા પ્રશંગ સાથે કયા પ્રકારની બેગનો ઉપયોગ કરવો જોઈએ.હાલના લગ્નગાળામાં મેચિંગ કરવું એ ટ્રેન્ડ બની ગયો છે ત્યારે લગ્નગાળામાં ચપ્પલ ,સાડી ,ડ્રેસ સાથે મેચિંગ બેગની પસંદગી તમારી ફેશન સેન્સ દર્શાવે છે. શનૈલના બેગની એક ઝલક જ વ્યક્તિને પાગલ થઈ જાય છે ત્યારે આ બેગ કેરી કરવી જોઇએ. તમે તમારા પરિધાન સાથે મોનોટોન એટલે કે એક રંગની બેગ રાખી શકો છો.ફેશનના ચલણમાં સૌથી આગળ રહેવા માટે તેને કપડા સાથે કોંટ્રાસમાં બેગ પસંદ કરવી જોઇએ. ગરિમામય અંદાજ જોઈતો હોય તો લુવી વિટાંના બેગ સારો વિકલ્પ છે.આ બેગ કોઈ સાથેની મુલાકાત સમયે કે ગેટ ટુ ગેધરમાં સાથે રાખી શકાય છે.તેને પેન્ટ,શૂટ કે અને મીડી ડ્રેસ સાથે કેરી કરવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ