Connect with us

અમરેલી

અમરેલીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદની સજા

Published

on

અમરેલીની એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં કંડકટર તરીકે નોકરી કરતા મુંબઈના એક યુવાને અમરેલીની એક સગીરાને ધાક ધમકી આપી લલચાવી ફોસલાવી અવાર નવાર દુષ્કર્મ આચર્યા અંગેનો કેસ આજરોજ ચાલી જતા ન્યાયાધીશે આરોપીને આજીવન કેસ અને રૂૂ.1.30 લાખના દંડ ની સજાનો હુકમ કરેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીની ખાનગી ટ્રાવેલ્સ ની બસમાં કંડકટર તરીકે નોકરી કરતો કમલેશ ઉર્ફે બોમ્બે ભગવાનજી ચિત્રોડા (ઉવ 26) નામના યુવાન વિરુદ્ધ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આ હવસખોર શખ્શે પોતે જે બસમાં નોકરી કરતો હતો તે બસ જે સથળે પાર્કિંગ કરવામાં આવતી હતી ત્યાંજ એક સગીરાને પોતાની માયાજાળ માં ફસાવેલ હતી શરુઆતમાં 2017 માં સગીરાની જાતીય સતામણી કરી છેડતી કરતો હતો બાદમાં લલચાવી ફોસલાવી પોતાના હાથમાં બ્લેડ વડે ચીરા પાડી સગીરાના પિતાને ફસાવી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરેલ હતું બાદમાં સગીરાના અશ્ર્લીલ ફોટા ની ધાક ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ આચરેલ હતું. જે અંગેનો કેસ આજરોજ અમરેલી ચોથા એડી. ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ વાય એ ભાવસારે સરકારી વકીલ જે પી રાજગોરની ધારદાર દલીલના આધારે આરોપી ને આજીવન કેદ અને જુદી જુદી કલમો હેઠળ રૂૂ 1.30 લાખના દંડની સજાનો હુકમ કરેલ હતો.

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

અમરેલીમાં જેનીબેન ઠુંમરનું ફોર્મ રદ કરવા ભાજપની માંગ, ચાર વાગે સુનાવણી

Published

on

By

  • જેનીબેને એક મિલકત ઓછી દર્શાવી હોવાની ફરિયાદ બાદ કોંગ્રેસને જવાબ આપવા નોટિસ

ગુજરાતમાં આગામી તા. 7 મેના રોજ યોજાનાર લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રકો ભરવાનું ગઈકાલે પૂર્ણ થઈ ગયેલ છે અને આજે તમામ બેઠકોના ઉમેદવારી પત્રકોની ચકાસણી ચાલી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમંર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો રજૂ કરી જેનીબેનનું ફોર્મ રદ કરવાની માંગણી કરતા ભારે રાજકીય ધમાસાણ મચી જવા પામેલ છે. અને ચૂંટણી અધિકારીએ પણ ભાજપનો વાંધો માન્ય રાખી કોંગ્રેસને સાંજે ચાર વાગ્યે જવાબ આપવા નોટીસ આપી છે અને યોગ્ય જવાબ ન આપે તો જેનીબેનનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે.
મળતી માહિતી મુજબ આજે અમરેલી બેઠકની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વાંધો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે તેના સોગંદનામામાં એક મિલ્કત ઓછી દર્શાવેલ છે. ત્રણ વર્ષ પહેલા જેનીબેને વેચેલી એક દુકાન દર્શાવી નથી. તેમણે ખોટુ એફીડેવીટ કરેલ હોય ફોજદારી ફરિયાદ કરવા તેમજ ફોર્મ રદ કરવા માંગણી કરતા કલેક્ટર કચેરીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ગરમાગરમી સર્જાવા પામી હતી.

બીજી તરફ આ ધમાસાણ વચ્ચે જિલ્લા ચૂંટણી અધિકારીએ બાજપ દ્વારા લેવામાં આવેલા વાંધા માન્ય રાખી જેનીબેનને સાંજે ચાર વાગ્યે જવાબ રજૂ કરવા જણાવી દેવામાં આવ્યું છે. ભાજપે આ વાંધો લેતા જેનીબેન દ્વારા ટેક્નિકલ ક્ષતિ દૂર કરવામાં કોંગ્રેસ નિષ્ફળ જાય તો તેનું ફોર્મ રદ પણ થઈ શકે તેવી સ્થિતિ સર્જાયેલ હોય અમરેલીમાં રાજકીય મામલો ભારે ગરમ બન્યો છે. ચાર વાગ્યે ચૂંટણી અધિકારી ભાજપના વાંધા અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના આગેવાનોના ટોળા કલેક્ટર કચેરીએ ઉમટી પડેલ છે. આ મામલામાં ચૂંટણી અધિકારી કેવો નિર્ણય કરે છે તે તરફ સૌની નજર મંડાયેલ છે.

Continue Reading

અમરેલી

લાચારીનું બીજું નામ શિસ્ત, ભાજપ નેતા ડો.કાનાબારનું ટ્વિટ

Published

on

By

બીજેપી નેતા ભરત કાનાબાર નેતા નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વીટને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમના એક ટ્વિટથી અનેક પ્રકારની અટકળો તેજ બની છે.

તેમણે ટ્વિટ કરી શિસ્ત અને વફાદારીની નવી વ્યાખ્યા આપી છે. લાચારીનું બીજુ નામ શિસ્ત, કાયરતાનુ બીજુ નામ વફાદારી એવો પણ સોશિયલ મિડીયા પોસ્ટમાં ઉલ્લેખ છે. કાનાબારની પોસ્ટ રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખી કે અન્ય કારણસર તે વિશે ચર્ચા થઈ રહી છે. કાનાબાર અનેક વાર આ જ પ્રકારે પોસ્ટ કરતા હોય છે. આ પોસ્ટમાં કાનાબારના નિશાને કોણ તે કહેવું મુશ્કેલ છે. તેમણે લખ્યું છે,વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.

Continue Reading

અમરેલી

અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ

Published

on

By

અમરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના મહિલા ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપની લીગલ ટીમ દ્વારા ફરિયાદ કરાતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે.જાહેરસભામાં ભાષણ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે તેની બંને બાજુ ભારતમાતાના વેશમાં તિરંગા સાથે બે છોકરીઓને ઉભી રાખતા આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જેની ઠુમ્મરે કહ્યું હતું કે, અમરેલીની દીકરીને દબાવવાનો પ્રયાસ છે.

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂૂ થઈ ગયો છે,ત્યારે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે નિકળી રહ્યા છે,બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકર ચૌધરી સામે કોગ્રેસ પક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે.આદર્શ આચાર સહિતા મુજબ બંધારણીય પદ ધારકો કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ ન બની શકે સાથે સાથે શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરી તેઓ પ્રચારમાં જોડાયા હતા,બનાસકાંઠા ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પ્રચાર શરૂૂ કર્યો હતો.

ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી.અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે.જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.

Continue Reading

Trending