Connect with us

અમરેલી

રાજુલાના કાતર ગામે બાળક પર દિપડાનો હુમલો

Published

on

અમરેલી જિલ્લા મા વન્યપ્રાણી ના હુમલા ઓ વઘી રહ્યા છે ગીર કાંઠાના વિસ્તારોમાં વન્યપ્રાણી અવાર નવાર રેવન્યુ વિસ્તારમાં આવી જતા હોય છે અને દીપડા સિહ સિહણ જોવા વન્યપ્રાણીઓ માનવી પર હુમલો કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામે પણ આવીજ ઘટના બની છે કાતર ગામે ખેત મજુરી કરીને પરીવારનુ ગુજરાન ચલાવતા પ્રાતિય મંજૂર ના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને બાળક ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યુ હતું.
અમરેલી જિલ્લા ના રાજુલા તાલુકાના કાતર ગામે રહેતા પરપ્રાંતીય રવજીભાઈ ચોહાણ જે ખેતરોમા રહીને ખેત મજુરી કામ કરેછે ત્યારે રવજીભાઈ નો 8 વર્ષીય પુત્ર મૌલીક ખેતર મા રમી રહ્યો હતો ત્યારે અચાનક દીપડાએ હુમલો કરી દેતા બાળકના પરીવારો દ્વારા હાકલા પડકારા કરતા મૌલિક રવજીભાઈ ચોહાણ ઉ. વ 8 ને માથાના ભાગે અને કાને ગંભીર ઇજા પહોચાડી ભાગી ગયો હતો ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં રાજુલા વન વિભાગ ને આ ઘટના ની જાણ થતા વન વિભાગ દ્વારા પાજરા ગોઠવી દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી હતી.

અમરેલી

જેનીબેન ઠુંમર ટે્રક્ટર ચલાવી ફોર્મ ભરવા પહોંચ્યા

Published

on

By

અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. શક્તિ પ્રદશન માટે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટ્યાં હતા. જેનીબેન ઠુમ્મરે ઉમેદવારી પત્ર રજુ કરતા પહેલા જાહેર સભા યોજી હતી. ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, પાલ આંબલીયા, પરેશ ધાનાણી, સિધ્ધાર્થ પટેલ, પુંજા ભાઈ વંશ, વિરજી ઠુમ્મર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રાજમાર્ગો ઉપર જેની ઠુમ્મર ટ્રેકટર ચલાવીને વિશાળ રેલી સાથે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ટ્રેકટરની આગળ પરેશ ધાનાણી ગોઠવાઇ ગયા હતા.

Continue Reading

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

અમરેલી

લીલિયાના કુતાણા ગામે પતિના હાથે પત્નીની હત્યા: ચકચાર

Published

on

By

અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ અમરેલીના લીલીયા તાલુકાના કુતાણા ગામે ભાગ્યું રાખી મજૂરી કરતા જેસરના કાનજીભાઈ સોલંકી અને તેમના પત્ની તથા બાળકો રહેતા હતા ગત રાત્રે પતિ કાનજી તથા પત્ની મંજુલા વચ્ચે આગલા ઘરના છોકરાને પૈસા આપવા બાબતે ઝઘડો થતાં જે હત્યા સુધી પહોંચી ગયો હતો અને બોથળ પદાર્થ વડે કાનજીએ તેની પત્ની મંજુલાની હત્યા કરી નાખી હતી. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈના જણાવવાનું સર સાવરકુંડલાના જેસર ગામના પરિવાર કુટાણા ખાતે વાડીએ ભાગ્યું રાખી મજૂરી કરતો હતો આ કેસની તપાસ લીલીયા પીએસઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.બેકારી બેરોજગારી જેવા પ્રશ્નોના કારણે અમરેલી જિલ્લામાં તકરાર તથા આત્મહત્યના કેસ વધી રહ્યા છે.

Continue Reading

Trending