Site icon Gujarat Mirror

જામનગરના અગ્રણી ઉદ્યોગપતિની તળાવમાં ઝંપલાવી આત્મહત્યા

વાહનના જી.પી.એસ. ના આધારે પરિવાર સ્થળ પર પહોંચ્યો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

જામનગરમાં શરૂૂ સેક્શન રોડ પર અભિલાષા એપાર્ટમેન્ટમાં રહેતા અને દરેડ જીઆઇડીસી ઉદ્યોગ નગર વિસ્તારમાં કારખાનું ધરાવતા ભરતભાઈ નાથાલાલભાઈ શાહ નામના 63 વર્ષના અગ્રણી ઉદ્યોગપતિએ આજે સવારે લહેર તળાવમાં જંપલાવી રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે, અને પરિવારમાં ગમગીની ફેલાઈ છે.

ભરતભાઈ શાહ આજે સવારે 9.30 વાગ્યાના અરસામાં પોતાનું ઈલેક્ટ્રીક બાઈક લઈને ઘેરથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ લહેર તળાવ પાસે પહોંચ્યા હતા, જ્યાં પાણીમાં ઝંપલાવી દીધું હતું.

પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા, અને તેના વાહનમાં જીપીએસ લગાવેલું હોવાથી પરિવારજનો શોધતા શોધતા લહેર તળાવ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદ લઈને ભરતભાઈ ના મૃતદેહ ને પાણીમાંથી બહાર કઢાવ્યો હતો. આ બનાવની જાણ થતાં પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.એ. રાઠોડ અને તેઓની ટીમેં પણ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરી છે.

Exit mobile version