આજે રાહુલ ગાંધી ફૂંકશે પ્રચારનું બ્યુગલ, કાલથી કેજરીવાલ- ભગવંત માનનો કેમ્પ, તા.31 માર્ચ આસપાસ મોદીનો મેગા શો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની છે ત્યારે રાજકીય નેતાઓએ ગુજરાત ઉપર ‘આક્રમણ’ વધારી દીધું છેઅને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સહીતના પક્ષોના નેતાઓના ઉપરાછાપરી કાર્યક્રમો ગોઠવાઇ રહ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે આદિવાસી સંમેલનથી ચુંટણી પ્રચારનો શંખનાદ ફુંકનાર છે તો કેજરીવાલ અને ભગવંત માન પણ તા.24 થી 27 માર્ચ દરમિયાન ગુજરાત આવી રહ્યા છે. જયારે વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પણ તા.31 માર્ચ આસપાસ ગોઠવાઇ રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કેજરીવાલ અને ભગવંત માનનો આ ગુજરાત પ્રવાસ આમ આદમી પાર્ટી માટે ખૂબ મહત્ત્વનો છે. 24 થી 27 માર્ચ દરમિયાન બંને નેતાઓ ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાના છે. 24 તારીખે સાંજે રાજકોટમાં તેમનું આગમન થશે. 25 તારીખે રાજકોટ ખાતે પ્રદેશ નેતૃત્વ બેઠક કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ઉમરેઠની પેટા ચૂંટણી અંગે ચર્ચા તેમજ આગામી વ્યૂહનીતિ ઘડશે. કેજરીવાલ ગુજરાતમાં ત્રણ જાહેર સભાને સંબોધન કરશે જેમાં અમરેલી, લાલપુર અને દેવગઢ બારીયા ખાતે આપ પાર્ટી દ્વારા તૈયારીઓને આદરી દેવામાં આવી છે.
એવી અટકળો ચાલી રહી છે કે, રાજ્ય વિધાનસભાનું સત્ર 25 માર્ચે પૂર્ણ થશે. આ પછી 26 માર્ચે, ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો સમયપત્રક જાહેર કરી શકે છે. 2021માં ગુજરાતના મુખ્ય શહેરોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે સુરતથી અઅઙએ રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.
વડોદરામાં છેલ્લા સમયતી કોંગ્રેસ પક્ષની જીત થઈ નથી. જો કે, વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસે મજબૂત હાજરી જાળવી રાખી છે. આ પટ્ટાના મુખ્ય પ્રદેશોમાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ અને નર્મદાનો સમાવેશ થાય છે. 2027ની ચૂંટણીમાં ભાજપને પડકારવા માટે કોંગ્રેસે રાજ્યમાં પક્ષને પુનજીર્વિત કરવા માટે ’સંગઠન નિર્માણ અભિયાન’ શરૂૂ કર્યું છે.
રાહુલ ગાંધીના પ્રવાસ કાર્યક્રમ માટે કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને રાજ્ય ટીમોએ તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. ગુજરાતના પ્રભારી હાલ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. તાજેતરમાં અટકળો વહેતી થઈ હતી કે, પાર્ટી સચિન પાયલટને કમાન સોંપી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નેતાઓ ભૂતકાળમાં પણ ગુજરાતના પ્રભારી તરીકે સેવા આપી ચૂક્યા છે. રાહુલ ગાંધી ઘણા સમય પછી વડોદરાની મુલાકાત આવશે. રાહુલ ગાંધીએ છેલ્લે જૂનાગઢની પહોંચ્યા હતા, ત્યારે તેમણે તમામ જિલ્લા પ્રમુખોની સભાને સંબોધિત કરી હતી.

