Connect with us

ગુજરાત

નવી કોર્ટ બિલ્ડિંગમાં ઝેરોક્ષ મશીન મુદ્દે કાલે વકીલો ડિસ્ટ્રિક જજની કોર્ટ કાર્યવાહીથી રહેશે અળગા

Published

on

  • ધારાશાસ્ત્રીઓ કોર્ટના દ્વારે કાળી રિબિન ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે નોંધાવશે વિરોધ : યુનિટ જજ અને બારકાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને કરાઈ ટેલિફોનિક રજૂઆત

રાજકોટના નવા કોર્ટ બીલ્ડીંગમાં હજુ સુધી વકીલોના ટીબલો મુકવાનો પ્રશ્ર્ન ઉકેલાયો નથી ત્યાં રાજકોટ બારએસોસીએશનના રૂમમાં ઝેરોક્ષ મશીન મુકવાના મુદ્દે ડિસ્ટ્રીક્ટ જજ અને વકીલો આમને સામને આવી ગયા હોય તેમ ડિસ્ટ્રીક્ટજજે બાર રૂમમાંથી ઝેરોક્ષમશીન ઉપાડી લેવાની નોટીસ આપ્યા બાદ બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન જપ્ત કરી લેવામાં આવ્યું હતું. વકીલો દ્વારા પરત માંગવામાં આવેલ ઝેરોક્ષ મશીન આપવામાં નહીં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો છે અને વકીલોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને આવતી કાલે વકીલો ડિસ્ટ્રીક જજની કોર્ટકાર્યવાહીથી અળગા રહી કાળી રીબીન બાંધી કોર્ટના મુખ્ય દરવાજે ધામા નાખી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવશે અને ઝેરોક્ષ મશીન પરત નહીં મળે તો ચીફજસ્ટીસને રજૂઆત કરવામાં આવશે. તેવી વકીલો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટમાં જામનગર રોડ ઉપર નવનિર્માણ પામેલ કોર્ટમાં ટેબલ મુદ્દે સર્જેલો વિવાદ હજુ સાંત થયો નથી ત્યાં ફરી બાર અને બેન્ચ ઝેરોક્ષ મશીન મુદ્દે આમને-સામને આવી ગયા છે. રાજકોટ બારએસોસીએશન દ્વારા બાર રૂમમાં રાખવામાં આવેલું ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા રાજકોટના પ્રિન્સીપાલ એન્ડ ડિસ્ટ્રીક જજ આર.ટી. વછાણએ નોટીસ આપી હતી. નોટીસ મળતા જ બાર એસોસીએશનના હોદેદારો અને વકીલો ડિસ્ટ્રીક જજને મળવા દોડી ગયા હતાં ત્યારે ડિસ્ટ્રીક જજે બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન તમે નહીં ઉપાડો તો અમે ઉપાડી લેશું તેમ કહેતા વકીલોમાં નારાજગી પ્રસરી ગઈ હતી.બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા નોટીસ આપ્યા બાદ કોર્ટ તંત્ર દ્વારા ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવ્યું હતું. બારએસોસીએશનના રૂમમાંથી કોર્ટ તંત્ર દ્વારા ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જેને પગલે બાર એસોસીએશન દ્વારા સોશિયલ મીડિયા મારફતે વકીલોને એકત્રીત થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેને પગલે ગઈકાલે વકીલો બારરૂમમાં એકઠા થયા હતાં અને વકીલો ડિસ્ટ્રીક જજને મળવા પહોંચ્યા હતા અને જપ્ત કરેલું ઝેરોક્ષ મશીન પરત કરવા રજૂઆત કરી હતી. પરંતુ ડિસ્ટ્રીક જજે કાનુની કાર્યવાહી થઈ ગઈ હોવાનું જણાવી ઝેરોક્ષ મશીન પરત નહીં આપતા વકીલોમાં નારાજગી જોવા મળી હતી.

નવનીર્મિત કોર્ટ બીલ્ડીંગમાં ટેબલો બાદ ઝેરોક્ષમશીનના મુદ્દે વકીલો સાથે અન્યાય થઈ રહ્યો હોવાની રાજકોટ બારએસોસીએશન દ્વારા યુનિટ જજ અને બારકાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી હતી. અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસને રજૂઆત કરવાની રાજકોટ બાર એસોસીએશનના હોદેદારોએ તૈયારી બતાવી છે.
નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલ રાખવા મુદ્દે બાર અને બેન્ચ આમને સામને આવ્યા હતાં અને બાદમાં વકીલો વચ્ચે પણ તણખા ઝર્યા હતાં. ટેબલો રાખવા મુદ્દે વકીલો દ્વારા ડિસ્ટ્રીક જજની કાર્યવાહી સામે કોર્ટ કાર્યવાહીથી અડગા રહી કોર્ટના દરવાજે ધામા નાખી વિરોધ નોંધાવ્યો હતો. હજુ ટેબલનો પ્રશ્ર્ન યથાવત છે ત્યાં ડિસ્ટ્રીક જજ દ્વારા બાર એસોસીએશનના રૂમમાંથી ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો છે. અને વકીલો આવતી કાલે ડિસ્ટ્રીક જજની કોર્ટ કાર્યવાહીથી અલગ રહી કાળીરીબીન ધારણ કરી કોર્ટના દરવાજે ધામા નાખી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવશે. તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ટેબલ બાદ ઝેરોક્ષ મશીન મુદ્દે વકીલો લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે.

ઝેરોક્ષ મશીન પરત નહીં મળે તો ચીફ જસ્ટિસને રજૂઆત કરાશે

નવા કોર્ટ બિલ્ડીંગમાં ટેબલો બાદ ઝેરોક્ષ મશીનનો મુદ્દો સળગતા વકીલોમાં રોષ ભભૂક્યો છે રાજકોટ બાર એસોસીએશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા રાજકોટના યુનિટ જજ અને બારકાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલને ટેલીફોનીક રજૂઆત કરી છે અને તેમ છતાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો રાજકોટ બારએસોસીએશનના હોદેદારો યુનિટ જજ અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને રૂબરૂ મળી રજૂઆત કરશે અને ઝેરોક્ષ મશીન તેમ છતાં પરત કરવામાં નહીં આવે તો સુપ્રીમ કોર્ટના ચીફજસ્ટીસને રજૂઆત કરવાની બાર એસોસીએશનના હોદાદારોએ તૈયારી બતાવી છે.

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ટાટા-ટેસ્લાએ હાથ મિલાવ્યા: ધાલેરામાં સેમિક્ધડક્ટર બનાવાશે

Published

on

By

  • એલન મસ્કની ભારત મુલાકાત પહેલાં અગત્યની જાહેરાત,ગુજરાતમાંથી ચિપ બનાવી સમગ્ર વિશ્ર્વમાં મોકલશે

એલોન મસ્કની આગેવાની હેઠળના ટેસ્લાએ સેમિક્ધડક્ટર ચિપ્સ માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદા પર હસ્તાક્ષર કર્યા: અહેવાલએલોન મસ્કની આગેવાની હેઠળની ટેસ્લાએ તેની વૈશ્વિક કામગીરી માટે સેમિક્ધડક્ટર ચિપ્સ મેળવવા માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે વ્યૂહાત્મક સોદો કર્યો હોવાનું કહેવાય છે. આ પગલું સ્થાનિક આવક જનરેશન ઉપરાંત ભારતમાં ટેસ્લાના વધતા રસને દર્શાવે છે.

ETએ વિશિષ્ટપણે અહેવાલ આપ્યો હતો કે થોડા મહિનાઓ પહેલાં સમજદારીપૂર્વક અમલમાં મૂકાયેલો કરાર, ભારતમાં તેમની સેમિક્ધડક્ટર મૂલ્ય સાંકળના નિર્ણાયક સેગમેન્ટની સ્થાપના કરવા માંગતા ટોચના-સ્તરના વૈશ્વિક ક્લાયન્ટ્સ માટે વિશ્વસનીય સપ્લાયર તરીકે ટાટા ઇલેક્ટ્રોનિક્સનું સ્થાન ધરાવે છે.

ટેસ્લા, એક અગ્રણી યુએસ-આધારિત ઇલેક્ટ્રિક વાહન કંપની, વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ઓટોમોટિવ માર્કેટ, ભારતમાં પ્રવેશ કરવા માંગે છે. ઇલોન મસ્ક આ મહિને તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. મસ્ક ભારતમાં સંભવિત રોકાણોની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જેમાં ઊટ ઉત્પાદન સુવિધાઓ માટેની યોજનાઓ સામેલ છે. ટેસ્લા હાલમાં બજાર મૂલ્ય દ્વારા વિશ્વની સૌથી મોટી ઓટોમોટિવ કંપનીનું બિરુદ ધરાવે છે.

ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિક્ધડક્ટર એસોસિએશન  ના પ્રમુખ અશોક ચાંડકે નોંધ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને સબસિસ્ટમ્સ માટે સ્થાનિક સપ્લાયર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાના ટેસ્લાના પ્રયાસો તેની સપ્લાય ચેઈનને વૈવિધ્યીકરણ કરવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જો કે, તેમણે ઓટોમોટિવ જેવા ઉદ્યોગોને ટેકો આપવા માટે સ્થાનિક સેમિક્ધડક્ટર સોર્સિંગ ઇકોસિસ્ટમમાં સુધારાની જરૂૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, જેને તેમની સપ્લાય ચેઇન્સમાં ઉચ્ચ મૂલ્ય વધારાની જરૂૂર છે.

ટેસ્લા ઈલેક્ટ્રિક કારના ઉત્પાદન માટે ભારતમાં અંદાજે 2-3 બિલિયનનું રોકાણ કરે તેવી ધારણા છે, જે દેશના પર્સનલ મોબિલિટી માર્કેટમાં ઊટતમાં વધી રહેલા રસને પ્રતિબિંબિત કરે છે.તાજેતરના પોલિસી એડજસ્ટમેન્ટે ઓટોમેકર્સને 35,000 ડોલર થી વધુ કિંમતની ઊટત આયાત કરવા માટે 15% ના ઘટાડેલા આયાત ડ્યુટી દરે સક્ષમ બનાવ્યા છે. જો કે, આ વિશેષાધિકાર ઓટોમેકર્સ ભારતમાં ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે ત્રણ વર્ષમાં 500 મિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છે. ટેસ્લા શરૂૂઆતમાં પ્રીમિયમ ઇલેક્ટ્રિક મોડલ્સને પ્રાથમિકતા આપે તેવી શક્યતા છે, જ્યારે એન્ટ્રી-લેવલ ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિક ઉત્પાદન પર પણ વિચારણા કરશે.
ટાટા ઈલેક્ટ્રોનિકસે તાજેતરના મહિનાઓમાં 50-60 ઉચ્ચ-સ્તરના પ્રવાસીઓની ભરતી કરીને તેના કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું છે, જેનો ઉદ્દેશ સેમિક્ધડક્ટર ટેક્નોલોજી, વ્યૂહાત્મક આયોજન અને તેના વ્યવસાયિક કામગીરીને વધારવા માટે ડિઝાઇનમાં તેમની કુશળતાનો લાભ લેવાનો છે.

કોવિડ-19 રોગચાળાને પગલે, ટેસ્લાએ નિર્ણાયક ઈલેક્ટ્રોનિક, ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ ભાગો માટે ચીનની બહાર તેના ઘટકોના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કર્યું છે.
ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં સારી રીતે સંકલિત સપ્લાય ચેઇન બનાવવા માટે વધુ વિસ્તરણની યોજના સાથે હોસુર (તામિલનાડુ), ધોલેરા (ગુજરાત) અને આસામમાં સેમિક્ધડક્ટર ઉત્પાદન સુવિધાઓની સ્થાપના કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં તેના બિઝનેસ ઓપરેશન્સમાં 14 બિલિયનનું રોકાણ કર્યું છે.

Continue Reading

Trending