Connect with us

GIR SOMNATH

વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

Published

on

ગુજરાત મિરર વેરાવળ તા.21 નવરાત્રીના પાવન પર્વે સોમનાથ ને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડતી સાપ્તાહિક વેરાવળ-બાંદ્રા ટ્રેન દોડાવવાની જાહેરાત રેલ્વે કરેલ જે સાપ્તાહિક ટ્રેનને આજે વેરાવળ સ્ટેશનેથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સરમણભાઈ સોલંકી, માનસિંહ પરમાર, નગરપાલીકા પ્રમુખ પલ્લવીબેન જાની, દેવાભાઈ ધારેચા, ભરતભાઇ ચોલેરા, રેલવે સલાહકાર સમિતિના હસુભાઈ કાનાબાર, મુકેશભાઇ ચોલેરા, પંકજભાઇ કાનાબાર સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેનના ડ્રાઈવર, ટીટી સહિતના સ્ટાફને મોઢા મીઠા કરાવ્યા હતા.
આજથી શરૂૂ થયેલ વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન વેરાવળથી દર શુક્રવારે સાંજે 5-15 વાગ્યે ઉપડી બીજા દિવસે શનિવારે 3-50 વાગ્યે બાંદ્રા પહોંચશે. જ્યારે દર શનિવારે બાંદ્રાથી સાંજે 7-25 વાગ્યે ઉપડીને બીજા દિવસે રવિવારે બપોરે 1-10 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે.
આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ કે, સોરઠવાસીઓની ઘણા સમયની માંગણી મુજબની સોમનાથ (વેરાવળ) થી હરિદ્વારની સીધી ટ્રેન તથા એક વંદે ભારત ટ્રેન અહીંથી શરૂૂ કરાવવા અંગે રેલ મંત્રી સુધી લાગણી પહોંચાડી છે.

GIR SOMNATH

વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

Published

on

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ અને ટ્રેન નંબર 19217બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના સમય પત્રકમાં કેટલાક સ્ટેશનોના સમયમાં તાત્કાલિક અસરથી સુધારો કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનાઉપડવાના/આગમનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.
વેરાવળ-ભક્તિનગર અને અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચેની ટ્રેન નંબર 19218ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
બાંદ્રા ટર્મિનસ-ચાંદલોડિયા અને ભક્તિનગર-વેરાવળ સ્ટેશન વચ્ચેની ટ્રેન નંબર 19217ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

ઓખા- ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ઉત્તર મધ્ય રેલવેના ગ્વાલિયર-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 10 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 14 ડિસેમ્બર, 2023ના રોજ ગોરખપુરથી ઊપડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા ગુના, શિવપુરી અને ગ્વાલિયર થઈને દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન નો સમાવેશ થાય છે.

19217 બાંદ્રા ટર્મિનસ –      વેરાવળ સૌરાષ્ટ્ર             જનતા એક્સપ્રેસ
સ્ટેશન                               વર્તમાન સમય                 સુધારેલ સમય
બાંદ્રા ટર્મિનસ                 પ્રસ્થાન 13.40 કલાકે       પ્રસ્થાન 13.40 કલાકે
વિરમગામ                           23.23/23.25                  23.15/23.17
લખતર                                00.13/00.14                 00.01/00.02
સુરેન્દ્રનગર                          00.39/00.41                 00.37/00.39
મૂળી રોડ                            00.59/01.00                  00.47/00.48
થાન                                   01.18/01.20                    01.06/01.08
વાંકાનેર                             01.44/01.46                    01.32/01.34
રાજકોટ                            02.32/02.37                    02.20/02.40
ભક્તિનગર                       03.01/03.03                    03.01/03.03
વેરાવળ                   આગમન 07.10 વાગ્યે           આગમન 07.10 વાગ્યે

 

Continue Reading

GIR SOMNATH

વેરાવળના ખારવા વાડા અને ભોયવાડામા રાસાયણિક રજકણો ઉડવાની બુમરાણ

Published

on

તારીખ 5/12/2023ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં જે વેરાવળ બંદરમાં ફેસ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે ખારવાવાડ ભોઈવાળામાં વસતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વેરાવળમાં બંદરમાં જે ફેસ 2ના ક્ધસ્ટ્રકટર્સ ના કારણે રસાયણિક રજકણો ઉડે છે તેનાથી લોકોને સ્વાસ્થ્યની સમસ્યા થઈ રહી છે સાથે સાથે મોડી રાત્રે 2/3/4 વાગ્યા સુધી કામ ચાલે છે તેનાથી લોકો શાંતિથી સૂઈ પણ નથીં શકતા તેથી ખારવાવાડ ભોઈવાળા વિસ્તારની તમામ મહિલાઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવા આવી હતી સાથે સાથે મચ્છી માર્કેટની બહેનોએ રજુવાત કરી હતી કે જી. આઈ. ડી. સી. માંથી જે મચ્છી વેચવાની રિક્ષા લઈને આવીએ છે તેમાં બંદર માંથી સિમેન્ટ અને ખુબજ ધુળ ઉડે છે એનાથી અમારી કિંમતી મચ્છી બગડી જાય છે જેથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન જાય છે તે બાબતે તમામ મચ્છી માર્કેટની બહેનો પણ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ બોટ એસોએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તથા એસોસિયનના આગેવાનો તેમજ હોળી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા આગેવાનોને બોલાવી અને બંદરના કામ બાબત માટે લેખિતમાં લખી સરકારશ્રીને રજૂઆત વાત કરવામાં આવી.

Continue Reading

GIR SOMNATH

તળાજામાં વિધવા માતાની બેટના ફટકા મારી પુત્રએ હત્યા નિપજાવી

Published

on

ભાવનગર જિલ્લાના તળાજા ની નદીના સામા કાંઠે આવેલ નરસિંહ મહેતા નગર,પી.ડબ્લ્યુ. ડી ના ક્વાર્ટર મા પોતાના બે સંતાનો સાથે રહેતી વિધવા માતા ને આજે જ્યેષ્ઠ પુત્ર એ માથાના ભાગે ક્રૂરતા પૂર્વક લાકડાના ક્રિકેટ રમવા ના બેટના ફટકા મારી હત્યા કરી નાખી હતી.મહિલા અહીં ટ્રેઝરી ઓફિસમા સરકારી કર્મચારી છે.માતાની હત્યા નિપજાવવા બદલ નાના દીકરા એ મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તળાજા મા ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના સથરા ગામે દવે પરિવાર મા પિયર ધરાવતા અને કુંઢડા ગામે સાસરું ધરાવતા અને હાલ તળાજા મામલતદાર કચેરીના મેદાનમાં આવેલ ટ્રેઝરી ઓફીસમા પ્યુન ની નોકરી કરતા રેખાબેન મૂળશંકરભાઈ બારૈયા ઉ.વ.59 તે નદીના સામા કાંઠે આવેલ પી.ડબ્લ્યુ. ડી ના કવાર્ટર નં.27 મા રહે છે. રેખાબેન આશરે વીસેક વર્ષ પહેલાં વિધવા થતા તેમના પતિ મૂળશંકરભાઈ ના વરસાદ તરીકે નોકરી મળેલ હતી.તેઓને બે દીકરા મિતેષ અને નિતેષ.
આજે રેખાબેન બપોરે 12 વાગ્યા આસપાસ ઓફિસે હતા એ સમયે મોટો દીકરો મિતેષ ઉ.વ30 ઘરે રસોઈ બનાવવા અને જમવા માટે લેવા આવેલ હતો.મોટાભાગે એ રાબેતા મુજબ નો ક્રમ હતો.એ સમયે નાનો દીકરી નિતેષ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હોય અભ્યાસ અર્થે ઘરે ન હતો.આ સમયે પુત્ર મિતેષ ને માતા રેખાબેન સાથે રસોઈ બાબતે બોલાચાલી થતા રૂૂમ મા પડેલ બેટ ઉપાડી ને માતા ના માથા અને કમર ના ભાગે ઉપરા છાપરી ફટકા મારવા લાગતા રેખાબેન રૂૂમમાંજ પડી ગયા હતા.માથામાં વાગેલ ફટકાઓ ને લઈ લિહીના ખાબોચિયામાં તરફડીયા મારવા લાગ્યા હતા.દેકારો થતા આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા.108 મારફતે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે નાના દીકરા નિતેષ અને પાડોશી લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલ જાહેર કરેલ હતા.મહિલા એફ.એસ.એલ – પી.એમ માટે ભાવનગર લઈ જવામાં આવેલ.માતા ની હત્યા નિપજાવવા બદલ નાના ભાઈ નિતેષ એ મોટાભાઈ મિતેષ વિરુદ્ધ તળાજા પોલીસ મા ફરિયાદ નોંધાવતા તપાસ પો.ઇ. આર.ડી. ચૌધરી ચલાવી રહ્યા છે.

Continue Reading

Trending