Site icon Gujarat Mirror

ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો

 

ટંકારાના જાગૃત નાગરિક અને રાષ્ટ્રપ્રેમી દ્વારા દોઢેક વર્ષ પહેલાં થયેલાસ્ત્રસ્ત્રઆઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ગુજરાત સરકારના આદેશાનુસાર ટંકારામાં પણ આ પાંચ મુદ્દા નો કાર્યક્ર્મ કરવામા આવ્યો હતો.જેમાં મુદ્દા નં.1) શીલા ફલકમ, મુદ્દા નં.3) વસુધા વંદન અને મુદ્દા નં.4) વિરો કા વંદનમાં ટંકારાના સરપંચ, તલાટી કમ મંત્રી, સ્વાતંત્ર્ય સેનાની, પ્રતિષ્ઠિત આગેવાનો, આયુર્વેદિક મેડિકલ ઓફિસર અને નિવૃત્ત આર્મી જવાનોના હસ્તે સાશન પ્રસાશનની દેખરેખમાં સરકારી ખરાબામાં, સરકારી ખર્ચે, 75 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને દેશના વીર શહીદોના સ્મરણાર્થે સ્મારક તખ્તી લગાવવામાં આવી હતી.

તે જગ્યા પર હાલમાં આ શીલા સ્તંભ અને થયેલા વૃક્ષોનું વાવેતર કોઈ માલદાર અને વગદાર ભૂ માફીયાઓ દ્વારા ઉખેડી વોંકળામાં નાખી દીધેલ ધ્યાને આવતા એક જાગૃત નાગરિક તરીકે મુખ્યમંત્રી, એસપી, કલેક્ટર, ટી ડીઓ, ડીડીઓ ,મામલતદાર અને ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી ધ્યાન દોરવામાં આવ્યું પરંતુ ચોર કોટવાળને દંડે એમ આ સરકારી ખરાબો રાતોરાત માલિકીમાં તબદીલ થઈ ગયો અને સરકારી તંત્ર દ્રારા આ સમગ્ર મામલે ઢાંક પીછોડા કરવામા કાર્યરત બની ગયા. વાડ જ ચીભડાં ગળે એમ સત્તાના જોરે માલીકી સાબીત થઈ ગઈ. ટંકારા, પડધરીના માન્ય ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાને ટંકારાની બહું ચર્ચિત મેટર આઝાદીનો અમૃત મહોત્સવ – 75 અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશના સાશન પ્રસાશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ટંકારાના વગદાર ભૂમાફીયાઓ દ્વારા બુલ ડોઝર વડે ઉખેડીને વોંકડામાં ફેંકી દેવામાં આવેલ અને તમામ વૃક્ષોનું પણ નિકંદન કાઢી નાખેલ તેની રૂૂબરૂૂ રજુઆત કરી સંપુર્ણ ઘટનાનો ચિતાર રજુ કર્યો હતો અને સ્થાનીક કક્ષાએથી ન્યાય નહિ મળે તો માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર ખાતે રૂૂબરૂૂ મળી પુરાવાઓ સાથે રજુઆત કરવામાં આવશે તેમજ આ વીર શહીદોની તખ્તીનુ અપમાન અને વૃક્ષા રોપણ વાટિકાનું નિકંદન કાઢેલ છે એવા બે ફામ બનેલા ટંકારાના માલદાર અને વગદાર ભૂ માફીયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી દેશદ્રોહ નો ગુનો દાખલ કરવામાં નહિ આવે તો ટંકારાના જાગૃત અને સામાજીક કાર્યકર રમેશભાઈ રબારી એ છેક કેન્દ્ર સરકાર સુઘી આ ગંભીર મુદ્દાની રજુઆત કરવામાં આવશે એવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.

Exit mobile version