Connect with us

કચ્છ

કચ્છમાં જમીન ખાલી કરાવવા ટોળાંનો હુમલો, ફાયરિંગ

Published

on

ઘુડખર અભયારણ્યમાં કબજા માટે 17 શખ્સોએ ચાર લોકો ઉપર સશસ્ત્ર હુમલો કરી દેતા તંગદિલી


કચ્છના ઘુડખર અભિયારણમાં આવેલ રણમાં મીઠું પકવવાની તગડી કમાણીને લઇને વાગડ પંથકનાં રણમાં ચાલતી અદાવતમાં એક જુથે ફિલ્મી ઢબે બીજા જૂથ ઉપર હુમલો કરી ફાયરીંગ કરતા ચાર વ્યક્તિને ઈજા થતા સારવાર માટે સામખીયાળી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જે પૈકી એકાદ યુવાનની હાલત ગંભીર ગણાવાઇ હતી. વાગડ પંથકમાં આવતા નેર, અમરસર, કડોલ, નાની મોટી ચીરઇ, સૂરજબારી સુધીનું રણ ખવાઇ ગયું છે, ત્યારે કાનમેર તરફનાં રણમાં કબજો કરવા બે મોટા જૂથ સામે સામે આવ્યા છે.ઘુડખર અભિયારણ વચ્ચે આવેલ મીઠાના અગરની જમીન ઉપર કબજો કરવા માટે ચાલતી અદાવતમાં આ બનાવ જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો. આ મામલે 17 શખ્સો સામે ગુનો નોંધાયો હતો. કાનમેર, જોધપરવાંઢ બાજુનાં રણમાં બે ગામનાં જૂથ વચ્ચે આજે સમી સાંજે સશત્ર જૂથઅથડામણ થઇ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ફાયરિંગ પણ કરાયું હતું. મારામારીના આ બનાવમાં દિનેશ ખીમજી કોલી (ઉ.વ. 42), મગન સુજા ગોહિલ (ઉ.વ. 55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 33), મુકેશ બેચરા કોળી (ઉ.વ. 25)ને ઇજાઓ પહોંચી હતી.

આ મામલે 17 શખ્સો સામે હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે મગનભાઈ સુજાભાઇ ગોહિલની ફરીયાદ ને આધારે ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, સબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડીયા, ઈશ્વર રજપુત, શકિત ડાયા ડોડીયા, બળદેવ ગેલા રજપુત રાયઘણ ઉસેટીયા, વિજય રાયઘણ ઉસેટીયા, કાજા અમરા રબારી, વિરમ રબારી, સતિષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર રબારી અને સવાર રત્ના રબારી સામે ગુનો નોંધાયો છે.


ફરીયાદમાં જણાવ્યું કે, મગનભાઈ સુજાભાઇ ગોહિલ કાનમેર ગામથી ગાગોદર આવેલ અને ગાગોદર ગામથી વલીમામદ ઈબ્રાહીમ રાજા તથા જેમલ કમાભાઇ ગોહિલ તથા રમેશ હઠા ભરવાડ ભેગા થયા હતા. અને બધાએ ભેગા મળી નકકી કરેલ કે જોઘપરવાંઢ પાસે આવેલ જુના મીઠાના કારખાના પાસે આંટો મારી આવીએ જેથી બધા ત્યાં ગયા હતા. ત્યારે જોઘપરવાંઢ અને કાનમેર ગામ વચ્ચે આવેલ ઘુડખર અભ્યારણ રણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના પાસે હતા ત્યારે રણમાં એક ફોર્ચુનર તથા એક સ્વીફટ કાર તથા એક ક્રેટા કાર તથા સફેદ કલરની બોલેરો તથા એક સફેદ કલરનો ડાલો જીપ લઈને આવલે ટોળકીએ હુમલો કરી ફાયરીંગ કર્યા હતા. જેમાં દિનેશ ખીમજી કોલી (ઉ.વ. 42), મગન સુજા ગોહિલ (ઉ.વ. 55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.વ. 33), મુકેશ બેચરા કોળી (ઉ.વ. 25)ને ગોળી વાગતા ઈજા થઇ હતી તેમજ કારની ટક્ક મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. અને રણ વિસ્તારમાં જુના મીઠાના કારખાના જગ્યા ખાલી કરી નાખજે નહીતર જાનથી મારી નાખીશુ તેવી ઘમકી આપી હતી.

કચ્છ

કચ્છના રણમાં ઘુડખરની ગણતરીનો પ્રારંભ

Published

on

By

15.51 લાખ હેકટર વિસ્તાર ખૂંદવા ફોરેસ્ટ વિભાગનો કાફલો કામે લાગ્યો


કચ્છના નાના અને મોટા રણમાં ઘુડખર ગણતરી શરૂૂ કરાઈ રહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદનો 15,51,093 હેકટર વિસ્તારમાં ઘુડખરની ગણતરી કરાશે. 3 રિજિયન,18 ઝોન, 77 સબ ઝોન સહિત 362 ભાગોમાં વિભાજીત કરાયા છે. જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાના લોકો ગણતરીમાં જોડાયા છે. રાજ્ય સરકારે 12મી જાન્યુઆરી 1973ના રોજ રણ વિસ્તારને ઘૂડખરનું અભયસ્થાન ઘોષિત કરવામાં આવ્યું હતું. ઘુડખર રણમાં 0થી 50 ડિગ્રી તાપમાનમાં પણ સરળતાથી રહી શકે છે.
રણના પવનવેગી દોડવીર જાદુગર તરીકે ઓળખાતા ઘૂડખરની ઊંચાઇ સામાન્યત: 110થી 120 સે.મી. અને લંબાઇ 210 સે.મી.હોય છે. જ્યારે એનું વજન 200થી 250 કિ.ગ્રા. અને આયુષ્ય 20 વર્ષનું હોય છે. સામાન્ય રીતે કલાકના 50થી 60 કિ.મી.ના ઝડપે દોડતા રણના પવનવેગી દોડવીરને રણમાં દોડતું જોવું એ એક લ્હાવા સમાન છે.


આ અંગે એક ગણતરીકારે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, ઘુડખરમાં નર, માદા અને બચ્ચાની અલગ અલગ ગણતરી કરવામાં આવે છે. જેમાં નાના બચ્ચા તો અલગ જ તરી આવે છે. જ્યારે નર ઘુડખરનો કલર ઘાટો ઘઉંવર્ણનો હોય છે, જ્યારે માદા ઘુડખરનો કલર આછો સફેદ હોય છે. સામાન્યત: ઘુડખર રોજ આમથી તેમ ફરીને અંદાજે 20થી 30 કિમીનું અંતર કાપે છે. સિઝન પ્રમાણે એમનો ખોરાક અલગ અલગ હોય છે. સામાન્યત: રોજનો અંદાજે 20 કિલો જેટલો ખોરાક આરોગે છે. જે વસ્તુમાં ટઇડકારો જેવો અવાજ આવે એ ખોરાક એમને વધુ સારો લાગે છે. કુલ 362 લોકેશનની એક ટીમમાં 3 લોકો જેમાં વન વિભાગનો સરકારી કર્મચારી, એક મદદનીશ એનજીઓનો માણસ અને એક લોકલ મજૂર એમ 3 જણાની ટીમ હોય છે.


આમ તો 22, 22 મે ઘુડખરની ગણતરી કરવાની હોય છે. પણ વેરાન રણમાં 45 ડિગ્રી તાપમાનમા દરેક ટીમ સવારે 6થી 11 અને સાંજે 4થી 7 વાગ્યા સુધી જ કામ કરે છે. અને વન વિભાગના આલા અધિકારીઓ દરેક ટીમનું સતત મોનિટરિંગ કરે છે.

Continue Reading

કચ્છ

કચ્છના ફાયરિંગ-હત્યામાં ભાજપ નેતાની ધરપકડ

Published

on

By

જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિની સંડોવણી ખૂલી

કચ્છના કાનમેરમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં પોલીસની તપાસમાં રાજકીય કનેક્શન ખૂલ્યું છે. કચ્છ ફાયરિંગ અને હત્યામાં રાજકીય લોકોની સંડોવણી હોવાનો મોટો ખુલાસો થયો છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, જિલ્લા પંચાયત ભાજપના સભ્યના પતિનું નામ આ કેસમાં સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. રાજકીય વગ ધરાવતા આગેવાનની ધરપકડ થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે તેમના ઘર સહિતનાં સ્થળ પર તપાસ હાથ ધરી હતી.


કચ્છનાં કાનમેરમાં ફાયરિંગ અને હત્યાનાં કેસમાં મોટા અપડેટ આવ્યા છે. આ કેસને લઈ પોલીસની તપાસમાં રાજકીય લોકોની સંડોવણી સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ કેસમાં જિલ્લા પંચાયત બીજેપીના સભ્યના પતિ નરેન્દ્રદાન ગઢવી સહિત ત્રણ લોકોનું નામ બહાર આવ્યું છે. આ કેસમાં નરેન્દ્રદાન ગઢવીની ધરપકડ કરાઈ હોવાના અહેવાલ છે. જ્યારે, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા અને રાજકીય આગેવાન દિલીપ અયાચી પણ આ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. આ બંને હાલ પોલીસ પકડથી ફરાર હોવાની માહિતી છે. આ મામલે પોલીસે આરોપીઓના ઘર સહિતના સ્થળે તપાસ આદરી છે.


કચ્છમાં મીઠાના અગરો માટે જમીન પર કબ્જો મેળવવા મામલે વિવાદ થતા કાનમેરના રણમાં ફાયરિંગ સહિત ધાતક હથિયાર સાથે થયેલા હુમલામાં એકનું મોત થયું હતું. આ કેસમાં અગાઉ 10 ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો સહિત 16 આરોપીની ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળ સહિત હાઇવે હોટેલ અને કાનમેર ગામમાં ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન પણ કર્યું હતું. ત્યારે હવે આ કેસમાં રાજકીય લોકોની સંડોવણી સામે આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

Continue Reading

કચ્છ

કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર સુધી બનશે 490 કિ.મી.નો જળમાર્ગ

Published

on

By

લાલ સમુદ્રનો વિકલ્પ બનશે, મુંદ્રાથી આરબ-ઇઝરાયલ જવાનું સરળ બનશે, કેન્દ્રની સૂચના બાદ રાજસ્થાન સરકારે કાર્યવાહી શરૂ કરી


ગુજરાતના કચ્છના રણથી રાજસ્થાનના બાડમેર સુધીના 490 કી.મી.નો જળમાર્ગ બનાવવાની રાજસ્થાન સરકારની વિચારણાથી ગુજરાતના આરબ-ઇઝરાયલ સાથે વ્યાપારના નવા દ્વાર ખુલશે અને લાલ સમુદ્રનો સબબ વિકલ્પ પણ મળશે.


કચ્છના બખાસરથી રણ સુધીનો જળ માર્ગ પહેલ રાજ્યને ગુજરાતના મુન્દ્રા વાયા આરબ-ઇઝરાયેલ સાથે જોડશે. લાલ સમુદ્રનો વિકલ્પ બની રહેલ મુન્દ્રા ઈઝરાયેલ માટે સરળ દરિયાઈ માર્ગ છે.


ગુજરાતના કચ્છના રણથી બાડમેરના બખાસર સુધીના 490 કિલોમીટરના જળમાર્ગ અંગે રાજ્ય સરકારની પહેલથી રાજસ્થાનમાં દરિયાઈ માર્ગે આયાત માટે નવો દરવાજો ખૂલવાનો સંકેત મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલના પરિવહન મંત્રી મીરી રેગવેએ ફેબ્રુઆરી મહિનામાં એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મુદ્રા બંદરથી યુનાઈટેડ આરબ અમીરાતના બંદરથી ઈઝરાયેલ સુધી માલસામાનની અવરજવરને લાલ સમુદ્રનો વિકલ્પ ગણવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વાત પર ભાર મૂક્યો હતો કે જો બખાસરની તરફેણ કરવામાં આવે તો રાજ્ય માટે એક મોટો આર્થિક કોરિડોર બનાવી શકાય છે.


બાડમેરમાં તેલ, ગેસ, કોલસો અને ખનિજોનો પુષ્કળ ભંડાર છે. માત્ર તેલમાંથી જ રાજ્યને દરરોજ આશરે રૂૂ. 10 કરોડની આવક થઈ રહી છે.જો બાડમેર ગુજરાત અને અરેબિયા થઈને ડ્રાય પોર્ટ દ્વારા ઈઝરાયેલ સાથે સીધું જોડાયેલું હશે તો તે રાજ્ય માટે આયાત-નિકાસનું મુખ્ય કેન્દ્ર બનશે.


પાંચ વર્ષમાં આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો. ડ્રાય પોર્ટને બિનઆર્થિક જાહેર કરવા છતાં તેની હિમાયત કરી અને તે આર્થિક હોવાના પુરાવા પણ રજૂ કર્યા. અંતે તાજેતરમાં એક સમિતિની રચના કરવામાં આવી છે જે કચ્છના રણથી બખાસર સુધીના જળમાર્ગનું કામ કરશે. 490 કિમી પાણીનો માર્ગ બનાવવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારની સૂચના પર રાજ્યએ આ સમિતિની રચના કરી છે.

24 વર્ષ પહેલાનું સ્વપ્ન
24 વર્ષ પહેલા ગુજરાતમાં બાડમેરના બખાસરથી મુંદ્રા સુધી 150 કિમીની કૃત્રિમ કેનાલ બનાવવાની યોજના બનાવવામાં આવી હતી. અહીં ડ્રાય પોર્ટ વિકસાવવાનો અને તેને કચ્છના રણ સાથે જોડીને દરિયામાંથી આયાત માટે નવું બંદર બનાવવાનો વિચાર હતો. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ પણ આ સ્કીમમાં રસ લીધો હતો પરંતુ હજુ સુધી આ સ્કીમ શરૂૂ થઈ નથી.

Continue Reading

Trending