Connect with us

ગુજરાત

કે.ટી. ચિલ્ડ્રન ઝનાનામાં ગઇ, ‘અનામી’ પારણું ભુલાઇ ગયું!

Published

on

  • સમાજ કલ્યાણ ખાતાએ અનામી ‘પારણું’ મૂકી દીધુ પણ હોસ્પિટલ તંત્ર સેવા નિભાવવાનું ભુલી ગયુ
  • બે મહિનાથી નવી જનાના હોસ્પિટલ ચાલુ થઇ ગઇ, અનામી પારણું જૂની હોસ્પિટલમાં જ રહી ગયુ

શહેરની સિવિલ હોસ્પીટલની બાજુમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટીત થયેલી જનાના હોસ્પીટલ ધમધમવા લાગી છે. આમ તો પ્રારંભથી જનાના કોઇને કોઇ વિવાદમાં ફસાતી જાય છે. તેવી જ રીતે વધુ એક વખત સરકારી તંત્રની એક અનન્ય સેવા નવી હોસ્પીટલમાં સ્થળાંતર કરવાનું તંત્ર ભુલી જતા જાગૃત લોકોના મુંગા મોઢે કચવાટ પેદા થયો છે.

આ બાબતે વિગતો મળી છે કે શહેરની સિવિલમાં બાળકોનો વિભાગ એવી કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલમાં વર્ષો થયા જિલ્લા સમાજ સુરક્ષા તંત્ર દ્વારા અનામી પારણું એવો વોર્ડ ઉભો કરી તરછોડાયેલા બાળકોની ઘટનાને રોકવા વિનમ્ર પ્રયાસ કરાયો હતો.

એક વખત આવી સમાજ સેવા સોંપી દીધા બાદ આ ‘અનામી પારણું’ની સેવા ચલાવવા ધ્યાન અને સંભાળવાની જવાબદારી આપોઆપ સિવિલ હોસ્પીટલ તંત્રની બની જાય છે. અહીં સુધીની વાત સૌમાં સ્વિકાર્ય છે અને સિવિલ હોસ્પીટલ તંત્રએ પણ જવાબદારી સ્વીકારવી જ પડે.

પણ દુ:ખ અને આશ્ચર્ય ત્યારે સર્જાયુ કે સિવિલ હોસ્પીટલ તંત્રએ આ અનામી પારણાની સેવાને છેલ્લા દોઢ બે મહીનાથી તાળા મારી દીધા છે.!! અને તે એટલા માટે કે કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલ એટલે કે બાળકોનો વિભાગ બાજુમાં કરોડોના ખર્ચે નવી બનેલી ઝનાના હોસ્પીટલમાં ટ્રાન્સફર સ્થળાંતર કરી દેવાઇ છે.

પરંતુ બાળકોના વિભાગમાં સમાજ કલ્યાણ તંત્રએ મુકેલા શરૂ કરેલી અનામી પારણાની સેવા નવી જનાના હોસ્પીટલમાં ફેરવવાનું તંત્ર ભુલી જ ગયું છે! મતલબ કે આ સેવાને લાંબા સમયથી તાળા મારીને બંધ કરી દેવાઇ હોવાનું જાગૃતોની જાણકારીમાં આવ્યું છે અને જાગૃતોએ બંધ થયેલી સેવા બાબતે દુ:ખ અને અચરજ પણ વ્યકત કર્યું છે.

શું છે અનામી પારણાની સેવા? કોણે શરૂ કરાવી?
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલમાં ‘અનામી પારણું’ નામની સેવા, વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. આવું પારણું મુકવા પાછળ તંત્રનો નવજાત, તરછોડાયેલા, ત્યજવાના સંજોગોનો ભોગ બનેલા બાળકોને બચાવવાનો છે. પરંતુ આ સેવાને જ તાળા મારી દેવાતા કોણ બાળકો મુકવા આવે? તેવો સભ્ય સમાજમાં સવાલ ઉભો થયો છે.

અનામી પારણાનો કોણ લાભ લઇ શકે
સમાજ સુરક્ષા તંત્ર કહે છે કે, આ પારણામાં એવા બાળકોને મુકવામાં આવે છે કે જેઓ મજબુરીવશ બાળક પોતાની પાસે રાખવા મા્ંરતા નથી. અથવા તો બાળકને ત્યજવાની સ્થિતિમાં જો બાળક અહીં મુકી જાય તો બાળકનો ઉછેર થઇ શકે. પણ સિવિલ હોસ્પીટલ તંત્રને આવા શુભ આશયની કોઇ પડી ન હોવાનું સાબીત થયું છે.

સમાજ સુરક્ષા તંત્રના પંકજ દુધરેજિયા શું કહે છે?
જુની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પીટલમાં ‘અનામી પારણા’ની સેવાને તાળા લાગી ગયાની વાતમાં ખરાઇ જાણવા ગુજરાત મિરરની ટીમે સમાજ સુરક્ષા તંત્રનો સંપર્ક કરતા આ વાત સાંભળનાર સંબંધીત કર્મચારી, અધિકારી પણ ચોંકી ગયા હતા. આ તકે પંકજભાઇ દુધરેજીયાએ જણાવ્યું હતું કે અનામી પારણાની સેવા તેઓના તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. પણ તેની જાળવણી તો સિવિલ હોસ્પીટલ તંત્રએ કરવાની હોય છે. જો આ સેવા બંધ કરાઇ હશે તો ચાલુ કરાશે તેવી પંકજભાઇએ તૈયારી બતાવી હતી.

તબીબી અધિક્ષક ડો.ત્રિવેદી અને RMO દુસરા શું કહે છે?
કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં કાર્યરત ‘અનામી પારણુ’ સેવા શા માટે બંધ કરી દેવાઇ? તેવા ગુજરાત મિરરના સવાલમાં સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ સૌ પ્રથમ તો આ સેવા ચાલુ જ હોવાનું જણાવ્યું હતું પણ પાછળથી આ સેવા બાબતે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.જયારે સિવિલ હોસ્પીટલના આરએમઓ દુસરાએ જણાવ્યું હતું કે જુની બાળકોની હોસ્પીટલ નવી ઝનાનામાં ફેરવાઇ ત્યારે અનામી પારણું સેવા પણ સ્થળાંતર થઇ જવી જોઇએ પણ આમાં કંઇક ગેરસમજ કે બેદરકારી દાખવાઇ હશે તો વાત સુારી લેવાશે અને બનતા પ્રયાસો આદરી સેવા પુર્વવત કરાશે.

ગુજરાત

ક્ષત્રિય રેલીનો રેલો, સરકાર એક્શનમાં

Published

on

By

  • નેતાઓ-અધિકારીઓ-રાજવીઓની હાજરી અંગે એજન્સીઓ પાસેથી મંગાવી વિગતો

ગઇકાલે રાજકોટના રતનપરમાં ગુજરાતમાં સમગ્ર ક્ષત્રિય સમાજે મહા સંમેલન યોજ્યુ હતુ, આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય નેતાઓ અને લોકોએ હાજરી આપી હતી, મહાસંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે, સુત્રો અનુસાર, સરકાર ક્ષત્રિય સમાજના મહાસંમેલનની તમામ માહિતીઓ મંગાવી છે, ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ સરકારે મંગાવી છે, જેમાં કયા કયા નેતાઓ, કયા અધિકારીઓ અને કયા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા, તેની ડિટેલ્સ માંગવામાં આવી છે.

આ સંમેલન બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. રાજકોટના ક્ષત્રિય સમાજના સંમેલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ, ક્ષત્રિય સમાજના સંમેલનની સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. ખાનગી એજન્સીઓ પાસેથી આ તમામ માહિતીઓ મંગાવી છે. સંમેલનમાં કયા-કયા રાજવીઓ ઉપસ્થિત હતા તેની પણ માહિતી મંગાવાઇ છે.

ક્ષત્રિય સંમેલનને લઇને ઈંઇ સહિતની એજન્સીઓએ રાજ્યના ગૃહ વિભાગ, સરકારને રિપોર્ટ મોકલ્યો છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારી, રાજકીય આગેવાનોની ખાસ નજર હતી. જિલ્લા કલેક્ટરે સમગ્ર કાર્યક્રમ અંગે તમામ વિગતો મેળવી લીધી છે, હવે આ સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોના સંબોધનનું વિશ્ર્લેષણ કરાશે.

આ ક્ષત્રિય સંમેલનમાં ગિરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ-કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યાં હતા, તે અંગે પણ ડિટેલ્સમાં માહિતી મંગાવવામાં આવી છે. સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની નજર હતી. ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એકસાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા.
આ પહેલા રાજકોટમાં સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી તેમ સમયે એકસાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા કર્યા હતા.

Continue Reading

ગુજરાત

ભાણવડમાં ધો.9ની છાત્રાનો હોસ્ટેલમાં આપઘાત

Published

on

By

 

  • ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: દ્વારકામાં ભિક્ષુકનું મોત: ઓખામાંથી દારૂ પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતના વધતા જતા બનાવોએ ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. ખંભાળિયામાં થોડા દિવસો પૂર્વે 13 વર્ષીય વિદ્યાર્થીની તરુણીના આપઘાત બાદ શનિવારે 15 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસો ખાઈ લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ભાણવડ તાબેના પાસ્તરડી ગામે રહેતા રૂૂડાભાઈ જેઠાભાઈ કોડીયાતર નામના 40 વર્ષના રબારી યુવાનની 15 વર્ષની તરુણ પુત્રી સેજલ ભાણવડથી આશરે પાંચ કિલોમીટર દૂર શિવકૃપા હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી સેજલબેન કોડીયાતરએ શનિવાર તા. 13 ના રોજ સવારના સમયે હોસ્ટેલના રૂૂમમાં પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ સાંપળ્યો હતો.આ અંગેની જાણ મૃતકના પિતા રૂૂડાભાઈ કોડીયાતરએ ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે વિદ્યાર્થીની સેજલબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાર્યવાહી કરી, આગળની તપાસ હાથ ધરી છે.

આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. વધુમાં આપઘાત પહેલા સેજલબેન સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું કહેવાય છે. આ બનાવે મૃતક તરુણીના પરિવારજનોમાં ઘેરા શોક સાથે સમગ્ર પંથકમાં ચિંતા સાથે ચકચાર પ્રસરાવી છે.

Continue Reading

ક્રાઇમ

મોરબીમાં જૂની અદાવતમાં બે શખ્સે મિત્રની ચપ્પલની લારી સળગાવી: ઠારવા જતાં વૃદ્વ દાઝયા

Published

on

By

  • અગાઉ ગાળો અને ધાક-ધમકી આપનાર બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં આવેલા રામકૃષ્ણનગરમાં જુની અદાવતનો ખાર રાખી બે શખ્સોએ મિત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી. પુત્રની સળગતી લારી ઠારવા જતા પથારીવસ પિતા દાઝી જતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા રામકૃષ્ણનગરમાં રહેતા મનુભાઈ ખોડાભાઈ ડુંગરા નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના આરસામાં પુત્ર નવઘણના મિત્ર વેલા રાવળ અને જયુભા દરબાર નામના બંને શખ્સોએ ઝઘડો કરી પુત્ર મહેશ ડુંગરાની ચપલની લારી સળગાવી દીધી હતી પથારીવસ મનુભાઈ ડુંગરા પુત્રની સળગતી લારી ઠારવા જતા દાઝી ગયા હતા ગંભીર રીતે દાઝી ગયેલા મનુભાઈ ડુંગરાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં વેલા રાવળ અને જયુભા દરબાર બને નવઘણના મિત્રો છે અને ફોન ઉપર ગાળો દેવા મુદ્દે બંનેએ ઝઘડો કરી ધમકી આપી હતી અને બાદમાં હોસ્પિટલે જતા માતા પુત્રને આંતરી ઝઘડો કર્યો હતો અને બાદમાં હોસ્પિટલે રહેલા ગૌરીબેન મનુભાઈ ડુંગરાને ફોન કરી તું તારા ઘરે આવી તારું ઘર જોઈ લે તેવી ધમકી આપી હતી. જે ધમકીને પગલે ગૌરીબેન ડુંગરાએ ઘરે ફોન કરીને તપાસ કરતા બંને શખ્સોએ પુત્રની ચપ્પલની લારી સળગાવી દીધી હતી અને પથારીવસ પિતા પુત્રની લારી ઠારવા જતા અકસ્માતે દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ગૌરીબેન મનુભાઈ ડુંગરાએ મોરબી પોલીસ મથકમાં બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending