ક્ષત્રીય અગ્રણી પી.ટી.જાડેજા ની પાસા હેઠળ કરાયેલ અટકાયત નો રાજકોટ બાદ ગોંડલ ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ કરી મામલતદાર ને આવેદનપત્ર અપાયુ હતુ.
જેમાં જણાવાયુ કે ક્ષત્રીય અસ્મિતા આંદોલન માં અગ્રેસર રહેનાર પી.ટી.જાડેજા ગરીબ પરીવાર ની દિકરીઓ નાં સમુહ લગ્ન સહિત જરુરીયાત મંદોને મદદરૂૂપ બનતા હોય રાજકીય કિન્નાખોરી રાખી તેમને પાસા જેવા ગંભીર ગુન્હા માં ફીટ કરાયા છે.જે દુ:ખદ છે.ક્ષત્રીય સમાજ આ ઘટના ને વખોડે છે.
બંધીયા ના ઓમદેવસિંહ વાઘેલા એ કહ્યુ કે પી.ટી.જાડેજા સામે સામાન્ય ગુન્હા માં પાસા જેવી ગંભીર કાર્યવાહી કરાઇ તે ગુજરાત ની પ્રથમ ઘટના હશે.એક બાહુબલી નેતાનાં ઇશારે કિન્નાખોરી રખાઇ છે.તેનો ક્ષત્રીય સમાજ વિરોધ દર્શાવેછે.
હર્ષદસિંહ ઝાલાએ કહ્યુ કે અસ્મિતા આંદોલન ની આગેવાની ને કારણે સરકાર દ્વારા આ કિન્નાખોરી રખાઇ છે.ક્ષત્રીય સમાજ ને દબાવવાનો પ્રયાસ છે.જે સરકાર ને નુકસાનકર્તા સાબીત થશે.તેમણે પી.ટી.જાડેજાને વહેલી તકે મુકત કરવા માંગ કરી અન્યથા આકરા પરીણામ ભોગવવાની ચિમકી ઉચ્ચારી હતી.

