Connect with us

Uncategorized

જાણો, ડિહાઈડ્રેશન એટલે શું? તેના લક્ષણો, કારણો અને ઉપાય

Published

on

બચવા ઘણાં લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા હોતા નથી. પાણી આપણા શરીર માટે કેટલું જરૂૂરી છે તે જાણતાં છતાં ઘણા લોકો પર્યાપ્ત પ્રમાણમાં પાણી પીતા નથી. આવશ્યક પ્રમાણમાં પાણી ન પીવાથી આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે અને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવા લાગે છે. જાણો, કેટલાક એવા સંકેત વિશે જે તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન મળવાનું સિગ્નલ આપે છે. જેથી તમે સમય રહેતાં પોતાની પાણી ન પીવાની આદતને સુધારી શકો છો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો.
ડિહાઇડ્રેશન વિશે જાણતા પહેલાં હાઇડ્રેશનનો અર્થ સમજવો જરૂૂરી છે. હાઇડ્રેશન એટલે શરીર દ્વારા પાણી તેમજ અન્ય પ્રવાહી શોષી લેવાની પ્રક્રિયા. જ્યારે શરીરમાં આ પ્રક્રિયા ખોરવાઈ જાય તેને ડિહાઇડ્રેશન કહેવાય છે. બ્રિટનના સ્વાસ્થ્યવિભાગ અનુસાર, ડિહાઇડ્રેશનનો અર્થ છે કે તમે જેટલું પાણી લો છો, તેનાથી વધુ ગુમાવી રહ્યા છો.હવે પ્રશ્ન એ થાય છે કે શરીર પાણી ગુમાવે છે કેવી રીતે?
શરીરમાં ચામડી, ફેફસાં, જઠર તેમજ કિડનીમાં પાણી હોય છે. જ્યારે આપણે લાંબા સમય સુધી તડકામાં રહીએ અને શ્રમ લાગતો હોય તેવું કામ કરીએ ત્યારે શરીર પાણી ગુમાવે છે.
જોકે, તકલીફ માત્ર પાણી ગુમાવવા પૂરતી સીમિત નથી. જ્યારે શરીરમાંથી ગુમાવેલું પાણી ફરી વખત લેવામાં ન આવે ત્યારે ડિહાઇડ્રેશન થાય છે.
જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી જાય છે ત્યારે મોઢુ સુકાવા લાગે છે. જો વારંવાર મોઢુ સુકાઇ રહ્યુ છે તો સમજી લો કે શરીરમાં પાણીની અછત થઇ રહી છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક પાણી પી લેવું જોઇએ.
– પાણી ઓછું પીવાથી પરસેવો ઓછો થાય છે અને શરીરમાંથી ઝેરી પદાર્થ બહાર નીકળી શકતા નથી. શરીરમાં પાણીની કમી સર્જાતા ત્વચા શુષ્ક અને રૂૂખી થઇ જાય છે અને તેનાથી કેટલીય ત્વચા સંબંધિત રોગ થવાની શક્યતાઓ રહે છે.
– પાણીની ઉણપથી માત્ર મોઢા અને ગળાને અસર નથી થતી પરંતુ આંખો પર પણ તેની સીધી અસર પડે છે. આંખ ડ્રાય અને લાલ થઇ જાય છે.
– જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે પેશાબ ડાર્ક પીળા રંગનો થાય છે. તેની સાથે તેનું પ્રમાણ સામાન્યથી ઓછુ હોય છે અને પેશાબ બાદ પ્રાઇવેટ પાર્ટમાં બળતરા અથવા ખંજવાળની સમસ્યા થઇ શકે છે.
– જો શરીરમાં પાણીની અછત સર્જાય ત્યારે શરીર, લોહીમાંથી પાણી લેવા લાગે છે. તેનાથી લોહીમાં ઑક્સીજનની અછત સર્જાય છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તેનાથી તમને થાક અને સુસ્તીનો અનુભવ થવા લાગે છે.
જો આ સિઝનમાં લોકો સાવચેતી નહીં રાખે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. માથાનો દુખાવો, ઉલટી, ઝાડા, કબજિયાત, થાક, ચીડિયાપણું, પેશાબમાં ચેપ અથવા બળતરા, ચામડીના રોગો, ત્વચા ફાટવી, શ્વાસ લેવામાં તકલીફ, ભૂખ ન લાગવી, બ્લડ પ્રેશરની સમસ્યા, એસીડીટી, મૂર્છા આવવી અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
દરેક વ્યક્તિને શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવા માટે પાણી સહિતના પીણાં પીવાની સલાહ આપવામાં આવે છે. બીજી તરફ, આયુર્વેદ પરંપરાગત ખોરાક એટલે કે મોસમી ફળો, શાકભાજી અને પીણાંનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. આયુર્વેદ મુજબ કુદરત દ્વારા આપવામાં આવેલ એવા ફળો અને શાકભાજી છે, જે પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી રાખે છે, સાથે જ પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે, તેથી તેનું સેવન ખૂબ જ જરૂૂરી છે.તરબૂચને પણ તમે ડાયટમાં સમાવેશ કરી શકો છો. જેમાં 90 ટકાથી વધુ પાણી હોય છે. જે તમને હાઈડ્રેશનમાં મદદ કરી શકે છે.શેરડીનો રસ પણ ડિહાઇડ્રેશન અટકાવવામાં મદદરૂૂપ છે. લીંબુ પાણી શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.
ડિહાઇડ્રેશનથી બચવા માટે નારંગીનો તાજો રસ પણ બેસ્ટ ઉપાય છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

જાહેરમાં થૂંકતા વધુ 10 બેશરમો પકડાયા, ફટકારાયો દંડ

Published

on

સ્વચ્છતાએ જ સેવા અભિયાનના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા જાહેરમાં થુકતા 10 બેશરમોને ઈમેમો ફટકારી જાહેરમાં ગંદકી ફેલાવતા અનેકચરો ફેંકતા 33 નાગરિકોને દંડ ફટકાર્યો હતો. તેમજ અલગ અલગ દુકાનોમાંથી 3.6 કિગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી વધુ 23.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને સીસીટીવી કેમેરાનાં માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત 10 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1444 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 454 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે દરમ્યાન તા.06-12-2023 નાં રોજ 1(એક) સફાઈ કામદાર યદુનંદન ચોકપાસે ખુલ્લા પ્લોટમાં કચરો ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તારનાં સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજે રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 33 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

Continue Reading

Uncategorized

મોરબી, બોટાદ, દ્વારકા, રાજુલા, પાલીતાણામાં બનશે એરપોર્ટ

Published

on

By

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન સેક્ટરના વિકાસ અને એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી ટુરિઝમ, રિજિયોનલ કનેક્ટિવિટી, ટ્રેડ એન્ડ કોમર્સ તથા જોબ ક્રિએશનને વેગ આપવા એક નક્કર પગલું ભર્યું છે. આ હેતુસર રાજ્ય સરકારના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ અને એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ખજ્ઞઞ કરવામાં આવ્યા હતા.
આ ખજ્ઞઞ અનુસાર, ગુજરાત સરકાર એરપોર્ટ ડેવલપમેન્ટ માટે જરૂૂરિયાત મુજબની જમીન, વીજળી, પાણી, ફાયર સિક્યોરિટી જેવી યૂટિલિટી સેવાઓ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પૂરી પાડશે.
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા રાજ્યનાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ ડેવલપમેન્ટની કામગીરી તથા વિસ્તરણની કામગીરી કરશે અને તે માટે થતો ખર્ચ પણ ભોગવશે. એટલું જ નહીં, એરપોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સની કામગીરી, માસ્ટર પ્લાનિંગ, ડિઝાઇનિંગ પણ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે. આ કામગીરી તથા ખજ્ઞઞની અન્ય બાબતોના સંચાલન માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેનના વડપણમાં 10 સભ્યોની રાજ્યસ્તરીય સંકલન સમિતિની રચના કરવામાં આવશે.
આ કમિટીમાં ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન સચિવ, મહેસુલ સચિવ, સિવિલ એવિએશન ડાયરેક્ટર તથા ગુજસેઇલના સી.ઇ.ઓ સહિત એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત તથા ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ પર ગુજરાત સરકાર વતી ગુજસેઇલના સી.ઈ.ઓ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વતી એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.રાજ્યમાં જે 11 જેટલા સ્થળોની સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિકાસ કરવા માટે ઓળખ કરવામાં આવી છે તેમાં અંકલેશ્વર, મોરબી, રાજપીપળા, બોટાદ, દ્વારકા, ધોરડો, રાજુલા, દાહોદ, અંબાજી, ધોળાવીરા તથા પાલીતાણાનો સમાવેશ થાય છે. આ સ્થળોએ ટેકનિકલ ફિઝિબિલિટી અને જમીનની ઉપલબ્ધિની સંભાવનાઓ ચકાસીને તેના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરપોર્ટ ડેવલપ કરવા માટે જરૂૂરીયાત મુજબ આગળ વધશે. આ ઉપરાંત જે હયાત એરપોર્ટમાં વિસ્તરણની જરૂૂરીયાત છે તેમાં ભાવનગર, કંડલા, પોરબંદર, સુરત, વડોદરા અને કેશોદના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એરપોર્ટ સમાવિષ્ટ છે.મહેસાણા, અમરેલી અને માંડવીની રાજ્ય સરકારની એર સ્ટ્રીપના વિસ્તરણની પણ જરૂૂરીયાત સુનિશ્ચિત કરવામાં આવી છે.
એટલું જ નહીં, વડનગર, સિદ્ધપુર અને કેવડિયા ખાતે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી તથા જમીનની ઉપલબ્ધતાના આધારે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સંભાવનાઓ પણ ચકાસશે.

Continue Reading

Uncategorized

રાણપર ગામે દૂધની ડેરીમાં તોડફોડ કરી, આગ ચાંપી : એક શખ્સ સામે ફરિયાદ

Published

on

By

ભાણવડથી આશરે વીસ કિલોમીટર દૂર રાણપર ગામે રહેતા અને દૂધની ડેરી ચલાવતા રામભાઈ કેશુભાઈ ઓડેદરા નામના 32 વર્ષના મેર યુવાન તેમજ આરોપી શકદાર ઈસમ એવા રાણપર ગામના સામત ભુરાભાઈ રાણાવાયાના પરિવાર વચ્ચે જમીનના રસ્તા બાબતે ઘણા સમયથી મન દુ:ખ ચાલતું આવતું હતું. જેથી આશરે બે મહિના પહેલા આરોપી શકદાર શખ્સ દ્વારા ફરિયાદી રામાભાઈ ઓડેદરાની ડેરીમાં ચોરી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી.
આ પછી પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ચોરીની ફરિયાદ પરત ખેંચી લેવા તેમજ ડેરી બંધ કરી દેવાનું કહી, રામભાઈ મેરને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમની ડેરીમાં અપપ્રવેશ કરીને ડેરીમાં રાખવામાં આવેલું રૂૂપિયા 15,000 ની કિંમતનું કોમ્પ્યુટર, રૂૂ. 5,000 ની કિંમતનું પ્રિન્ટર, રૂૂ. 42,000 ની કિંમતનું ફેટ મશીન, રૂૂ. 6,000 ની કિંમતનું સ્ટ્રીરર, રૂૂપિયા 5500 ની કિંમતનો વજન કાંટો, કપાસિયાની ગુણી વિગેરે કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી નાખતા આ ડેરીમાં કુલ રૂૂપિયા 74,100 નું નુકસાન થયાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે સામત ભુરાભાઈ રાણાવાયા સામે આઈપીસી કલમ 427, 436, 454, 457, 504 506 (2) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કારાવદરા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઓખામાં યુવાનને મારી નાખવાની ધમકી: ત્રણ સામે ફરિયાદ
ઓખાના મારુતિ નગર વિસ્તારમાં રહેતા અયુબભાઈ હનીફભાઈ સંઘાર નામના 28 વર્ષના યુવાનને આ જીતેશભા, સીદીયાભા, તથા અન્ય એક શખ્સ મળી ત્રણ શખ્સોએ હાથમાં પહેરેલા કળા વડે માર મારી, ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઓખા મારીને પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

Trending