રાજકોટ
માતાજીના સ્વરૂપ એવા ચંડીપાઠનું જાણો મહત્ત્વ: 13 અધ્યાયનું વર્ણન કઠિન
મનુષ્યો માટે માતાજીની ઉપાસનામાં ચંડીપાઠ મુખ્ય ગણાય છે. ચંડીપાઠને દુર્ગા સપ્તશમી પણ કહેવામાં આવે છે. ચંડીપાઠમાં રાજા સુરથાને મહર્ષિ કહે છે કે મહારાજાતેમજ ભગવતી માનુ શરણુ ગ્રહણ કરો જેથી ભોગ અને મોક્ષની પ્રાપ્તી થાય આમ રાજામાતાજીની ઉપાસના કરી માતાજીનું શરણું લઈ અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. શરણુ લઈ અને હજારો વર્ષોથી ઘણા ભકતો શાંતી અને સમૃધ્ધિ પામેલ છે. ચંડીપાઠમાં કુલ 13 અધ્યાય છે અને તેમાં 700 શ્ર્લોક છે જેમાં મધુકેટભવધે મહિષાશુરવધ દેવી સ્તુતિ અને અનેક આશીરી તત્વોનાં માતાજી વધ કરે છે તેની વાત અને ફળ સ્તુતિ શ્ર્લોક સ્વરૂૂપે વર્ણવેલ છે. શાસ્ત્રી રાજદીપ જોશીના જણાવ્યા પ્રમાણે ચંડીપાઠમાં આવેલા 13 અધ્યાયનું વર્ણન ક2વું મુશ્કેલ છે. કારણ કે તે ગુઢ રહસ્યોથી ભરેલ છે. ચંડીપાઠમાં સાથે સપ્ત શ્ર્લોકી દુર્ગા દેવીકવચ અર્ગલા કીલક રાત્રીસૂક્ત તથા દેવીઅર્થશીર્ષમાં અને સિધ્ધ કુજિકા સ્તોત્ર આવે . છે. કહેવાય છે કેઅર્ગલા સ્રોતના મ પાઠ કરવાથી પણ તુરંત ફળ મળે ં છે. ચંડીપાઠને તેના અલગ – કે અલગ શ્ર્લોકથી સંપુટ પાઠ નુ કરવામાં આવે તો વિપતિનો નાશ થાય છે અને ભયનાશ અને રોગનો નાશ થાય છે તથા વિઘ્નબાધા દુર થાય છે. તથા દરીદ્રતા પણ દુર થાય છે.
ચંડીપાઠમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ તંત્ર મંત્ર ચંડીપાઠની બરાબરી કરી શકતું નથી. વિવિધજીવનના ઉપદ્રવનાનાશ માટે ચંડીપાઠના 3 પાઠ કરાવી કે ગ્રહપીડા નિવારણ માટે ને ચંડીપાઠના પાંચ પાઠ કરાવા કે મહાભયના નિવારણ માટે ન ચંડીપાઠના સાતપાઠ કરાવા, કે લક્ષ્મીની પ્રાપ્તિ માટે ચંડીપાઠના 15 પાઠ કરાવા દરરોજ આવતા રાહુકાલ માં 7 દિવસ સુધી કે ચંડીપાઠ કરાવામા આવે રાહુપીડા પણ દુર થાય છે. કોઈપણ જાતની શારીરિક પીડા માટે દેવીકવચનો પાઠ ઉત્તમ ર ગણાય છે. ચંડીપાઠનો 4 થો અધ્યાય શક્રાધ્ય સ્તુતીનો 44 દિવસ સુધી પાઠ કરવાથી અદભુત ફળની પ્રાપ્તિ થાયછે. ચંડીપાઠનો એક અધ્યાયનો – પાઠ કરી શકાતો નથી. તેમાં અલગ- અલગ 3 ચરિત્ર આપેલા છે. પહેલો અધ્યાય પ્રથમ ચરિત્ર તથા 2-3-4વો અધ્યાય મધ્યમ ચરિત્ર તથા 7થી 13 અધ્યાય ઉતર ચરિત્ર આમ બન્ને ત્યાં સુધી આખો ચંડીપાઠનો પાઠ કરવો જ ઉત્તમ ગણેલ છે. કોઈપણ એક અધ્યાયનો પાઠ કરી શકાતાં નથી. તથા ચંડીપાઠના પુસ્તકને પણ સ્વયં માતાજીનું સ્વરૂૂપ ગણવામાં આવે છે આથી પુસ્તકને હાથમાં રાખીને પણ પાઠ કરી શકતો નથી. ખાસ કરીને સ્પષ્ટ ઉચ્ચારથી પાઠ કરવો જરૂૂરી છે. યોગ્ય ગુરૂ જાણકાર ગુરૂ પાસે ચંડીપાઠ પાઠશાળામાં રાખી અને ત્યારબાદ ચંડીપાઠનો પાઠ કરી શકાય છે. સ્પષ્ટ ઉચ્ચાર સાથે મ ચંડીપાઠ બોલતા શિખવામાં 5 આસરે 3 વર્ષ જેટલો સમય લાગે છે.
ક્રાઇમ
શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ગુજરાત
રતનપર ગામે રહેતી સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવાનું કહી નીકળ્યા બાદ લાપતા

શહેરીન ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતી 15 વર્ષિય સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સગીરાના પિતાને ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રતનપર ગામે જાળીયા રોડ પર રહેતી 15 વર્ષિય સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે તેની પુત્રી ઘરની બાજુમાં આવેલી દુકાને ફેર એન્ડ લવલી લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પરત નહીં આવતાં ફરિયાદીએ તેની પુત્રીને ફોન કર્યો હતો ત્યારે તેણે દુકાન વાળાના દિકરાને રમાડું છું તેમ કહેતા ફરિયાદી ઘર પાસે આવેલી દુકાને જોવા જતાં તેની દિકરી ત્યાં હતી નહીં જેથી તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હોય જેથી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધવાની હાઈકોર્ટની જોગવાઈ મુજબ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
ગુજરાત
ચાલીને જતા હો ત્યારે પીચકારી મારશો તો પણ પકડાઈ જશો, વધુ-6 ઝડપાયા

જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 બેફીકરાને દંડ, 2.5 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ન્યૂસન્સ પોઈન્ટ ઉપરથી 25.7 ટન કચરાનો નિકાલ
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ અલગ અલગ પ્રકારની ઝુંબેશ હાથ ધરી છે જેમાં ખાસ કરીને પાનની પીચકારી મારતા લોકોને સીસીટીવી કેમેરા દ્વારા વાહનોની નંબર પ્લેટના આધીરત પકડી ઈમેમો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ચાલીને જતા લોકો પણ જ્યાં ત્યાં પીચકારી મારતા હોવાનું ધ્યાને આવતા હોવા હવે નવી ટ્રીક અપનાવી ચાલીને જતા લોકોને પણ મેમો ફટકારવાનું ચાલુ કર્યુ છે તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 લોકો દંડાયા હતા અને 2.5 કિ.ગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી 25.7 ટન કચરાનો નિકાલ કરવામા આવ્યો હતો. જાહેરમાં પાનની પીચકારી મારતા લોકોને પકડવાનું ચાલુ કર્યુ છે. જેમાં હવે ચાલીને જતા કોઈ વ્યક્તિ પીચકારી મારતા સીસીટીવીમાં પકડાય ત્યારે રેકોર્ડીંગ રિવર્સ કરી આ વ્યક્તિ કઈ જગ્યાએ વાહન પાર્ક કરીને આવ્યો તે ચેક કરવામાં આવે છે તે વાહનના આધારે વ્યક્તિના ઘરે મેમો ફટકારવાનું સરૂ કરવામાં આવ્યું છે. આથી વાહન કોઈપણ જગ્યાએ પાર્ક કરી બજારમાં આંંટા મારતા લોકો પીચકારી મારશે તો તેને પણ મેમો ભરવો પડશે.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે06 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1764 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 467 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે આજે 2 સફાઈ કામદાર કચરો રોડ પર ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે.
સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.02/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 41 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 2.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર