કોંગ્રેસ પ્રમુખે ખાતરી આપતા કકળાટ શાંત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા ફરી એક વખત કોંગ્રેસમાં કકળાટ ઊભો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપવા તૈયાર થયા હતા પરંતુ બપોરે નિર્ણય ફેરવી તોળ્યો હતો. જે લોકોએ ચૂંટણીઓમાં પક્ષ વિરોધી કામગીરી કરી તેમને પ્રમોશન આપ્યું હોવાથી કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવા તૈયાર હતા. આજે બપોરે 3 કલાક સુધી જો પ્રશ્નનું સમાધાન નહીં થાય તો હું દંડક પદેથી રાજીનામું આપીશ તેવું કિરીટ પટેલે જાહેર કર્યું હતું પરંતુ નેતાઓએ તેમને મનાવી લીધા હતા.
જઈ મોરચામાં નિમણૂંકને લઈ કિરીટ પટેલ પ્રદેશ મોવડી મંડળને અલ્ટીમેટમ આપ્યું હતું. કિરીટ પટેલે કહ્યું હતું કે પ્રેશર પોલિટિક્સ ક્યારેય કર્યું નથી, કરવાના પણ નથી. 2017,2022માં મારા વિરૂૂદ્ધ કામ કરનારને પ્રમોશન કેમ?. પક્ષની કાર્યપદ્ધતિથી કાર્યકર્તાઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. અમારા વિરૂૂદ્ધ કામ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાને પ્રમોશનથી દુ:ખ થયું છે. પદનો મને મોહ જ નથી, જનતાના પ્રશ્નો ઉઠાવતો રહીશ. દંડકનું પદ ન હતું ત્યારે પણ વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન ઉઠાવતો હતો. ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે તો જ સંગઠન મજબૂત થશે. 2017માં મારા વિરૂૂદ્ધ કામ કરનારી યાદીની માહિતી અપાઈ છે.
કિરીટ પટેલનો આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં સાચા કાર્યકરોની કદર થતી નથી.
તેમણે કહ્યું હતું કે, “ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે.” ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાતા હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી પ્રદેશ અને જિલ્લા પ્રમુખ માત્ર વાયદાઓ કરી રહ્યા છે, કોઈ નક્કર પગલાં લેવાયા નથી. જો કે પ્રદેશ પ્રમુખે ખાતરી આપતા કિરીટ પટેલે રાજીનામાનો નિર્ણય માંડી વાળ્યો હતો.
દંડક તરીકેનો સત્તાવાર હોદ્દો કિરીટ પટેલ પાસે પણ નથી: તુષાર ચૌધરી
આ મામલે કોંગ્રેસના વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ કહ્યું હતું કે, કિરીટ પટેલનો જે પ્રશ્ન છે તેમાં અમારો કોઈ હાથ હોતો નથી. આમાં એસસી ડિપાર્ટમેન્ટ પોતાની રીતે જ આકલન કરીને દિલ્હી ખાતે નામ મોકલે છે. દિલ્હીથી જ તેનું એપ્રુવલ આવતુ હોય છે. તેમ છતાં પણ ત્યાં જે પ્રશ્ન હશે તેને ઉકેલવા પ્રયાસ કરાશે. દંડક તરીકેનો સત્તાવાર હોદ્દો કિરીટ પટેલ પાસે પણ નથી. આમાં આંતરિક રીતે ગોઠવણ કરાઈ છે. તેમને સમજાવવાનો પ્રયાસ કરીશું.