Connect with us

Entertainment

ખતરો કે ખિલાડી, રોહિત શર્માએ 200ની સ્પીડે કાર દોડાવી, 3 વાર ચલણ કપાયા

Published

on

વનડે વર્લ્ડ કપ 2023 વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે હીટમેન રોહિત શર્માને હાઈવે પર પોતાની લક્ઝરી કારને 200થી વધુ સ્પીડ પર દોડાવવી ભારે પડી ગઈ. જેના કારણે તેમના 3 ચલણ કપાયા. ટીમ ઈન્ડિયાએ શનિવારે 14 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ અમદાવાદમાં મેચ રમી હતી. ત્યારબાદ રોહિત શર્મા બે દિવસ માટે મુંબઈ આવ્યા હતા. પરંતુ હવે તેઓ બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ માટે પુનામાં ટીમ સાથે જોડાઈ ગયા છે. મુંબઈથી પુના જતી વખતે રોહિત શર્માએ કારને 200 કરતા વધુ સ્પીડથી દોડાવી હતી. રોહિતે પોતાની બ્લ્યૂ લેમ્બોર્ગિનીના ડ્રાઈવરને પાછળની સીટ પર બેસાડ્યો અને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ગયા.ટ્રાફિક વિભાગના સૂત્રનું કહેવું છે કે રોહિતે મુંબઈ પુના એક્સપ્રેસ પર પૂરપાટ ઝડપે ગાડી દોડાવી અને તેમના નંબર પર ત્રણ ચલણ મોકલવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે રોહિત શર્માની કાર 200 કિમી/કલાકની ઝડપને પાર પણ પહોંચી ગઈ. આવું એકથી વધુ વખત થયું અને એકવાર તો તેમની કાર 215 કિમીની ઝડપે પણ પહોંચી ગઈ.
રોહિત શર્મા પાસેથી આવી આશા પણ નહીં હોય તેમણે એ વાત સમજવી જોઈએ કે તેઓ જે કરે તે તેમના ફેન્સ પણ ફોલો કરી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમમાં એક વાત ધ્યાન આપવા જેવી જો કોઈ વાત હોય તો તે છે રોહિતની લેમ્બોર્ગિની કારની નંબરપ્લેટ. તેમની કાર પર વનડે ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર (264) છે. જે ખેલ પ્રત્યે તેમના ઝૂનુનને દર્શાવે છે.

Entertainment

બિગ બોસમાં કોરિયન પોપ સ્ટાર તસ્નીમની થશે એન્ટ્રી

Published

on

બિગ બોસ 17 હાલમાં કલર્સ ચેનલ પર જોવા મળી રહ્યો છે. એશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અંકિતા લોખંડે, વિક્કી જૈન, મુનવ્વર ફારુકી, ઈશા માલવિયા, અભિષેક કુમાર, સના, અનુરાગ, મન્નારા ચોપડા, રિંકુ ધવન, અરણ મહાશેટ્ટી, ખાનઝાદી, સમર્થ બિગ બોસના ઘરના સભ્યો છે. ત્યારે જીગ્ના વોરા, નવીદ સોલ, સની આર્યા તહેલકા, સોનિયા બંસલ, મનસ્વી મમગઈ બહાર થઈ ચૂક્યા છે. શોના બીજા અઠવાડિયામાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ હતી.
સમર્થ અને મનસ્વીએ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે એન્ટ્રી લીધી હતી. ત્યારે હાલ એવા સમાચારો સામે આવી રહ્યા છે કે, બિગ બોસ 17ના મેકર્સ કેટલાક વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોને લાવવાનું પ્લાનિંગ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તસ્નીમ નેરુરકર, પુનમ પાંડે, ફ્લોરા સૈની, જ્હાંઆરા આલમ, અધ્યન સુમન, ભાવિન ભાનુશાળી, રાખી સાવંત અને આદિલ ખાન વાઈર્લ્ડ કાર્ડ તરીકે શોમાં એન્ટ્રી કરી શકે છે.
બિગ બોસ 17માં એક, બે નહીં પરંતુ ત્રણ સેલિબ્રિટી કપલ્સે ભાગ લીધો છે. અંકિતા લોખંડે-વિકી જૈન અને નીલ ભટ્ટ ઐશ્વર્યા સાથે, ઈશા માલવિયા-સમર્થ જુરેલ પણ આ શોનો એક ભાગ છે.

Continue Reading

Entertainment

હિના ખાનની કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ ઓસ્કાર નોમિનેશન માટે મોકલાઇ

Published

on

હિના ખાનની કન્ટ્રી ઑફ બ્લાઇન્ડની ફિલ્મને ઑસ્કર અવોર્ડમાં નોમિનેશન માટે મોકલવામાં આવી છે. આ ફિલ્મના સ્ક્રીનપ્લેનો ઑસ્કર્સની લાઇબ્રેરીમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં હિના ખાનની સાથે અનુષ્કા સેન, શોએબ નિકાશ શાહ, નમિતા લાલ અને જિતેન્દ્ર રાય પણ લીડ રોલમાં છે. ફિલ્મને રાહત કાઝીમીએ ડિરેક્ટ કરી છે. ક્ધટ્રી ઑફ બ્લાઇન્ડને ઑસ્કરમાં નોમિનેશન માટે મોકલવા પર ખુશી વ્યક્ત કરતાં હિનાએ કહ્યું કે પઆશા રાખીએ છીએ કે અમારી ફિલ્મને નોમિનેટ કરવામાં આવે.
અમારી સખત મહેનતનું ફળ મળવાની મને ખુશી છે. કાનથી માંડીને ઑસ્કર્સની જર્ની એક્સાઇટિંગ છે. આ ફિલ્મને ખૂબ પ્રેમ મળ્યો છે. સાથે જ ઇન્ડિપેન્ડન્ટ પ્રોડક્શનને આવા પ્રકારની સિદ્ધિ મળી છે. ભારતને પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ જેવા કાન અને ઑસ્કર્સમાં રેપ્રિઝેન્ટ કરવું એ મારા અને આખી ટીમ માટે ખરેખર ગર્વની બાબત છે.

 

Continue Reading

Entertainment

સલમાન ખાન મારી નફરતને પણ લાયક નથી: અભિજીત ભટ્ટાચાર્ય

Published

on

પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્ય તેના શ્રેષ્ઠ ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે. તે પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં અભિનેતાએ શાહરૂૂખ ખાન પર નિશાન સાધ્યું હતું. હવે સિંગરે સલમાન ખાન પર હુમલો કર્યો છે. સિંગરે કહ્યું છે કે સલમાન ખાન તેની નફરતને પણ લાયક નથી. સિંગર અભિજીતે હાલમાં જ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે સલમાન ખાન સાથે તેના કેવા સંબંધો છે. જવાબમાં, ગાયકે અભિનેતા સાથેના મતભેદો વિશે વાત કરી અને કહ્યું, મને નથી લાગતું કે તે મારી નફરતને પાત્ર છે. હું સલમાનને નફરત કરવા લાયક પણ નથી માનતો. તેને જે કંઈ મળ્યું છે તે આશીર્વાદની અસર છે. તે માત્ર પ્રાર્થના પર જ જીવી રહ્યો છે. અભિજીતે આગળ કહ્યું, જો સલમાન એવું વિચારતો હોય કે તે ભગવાન બની ગયો છે, તો એવું નથી. તે ભગવાન નથી. અભિજીત ભટ્ટાચાર્યનો સલમાન ખાન સાથે 2015માં પણ વિવાદ થયો હતો. ત્યારબાદ તેણે અભિનેતા વિરુદ્ધ એક ટ્વીટ કર્યું, જેના કારણે ભારે હોબાળો થયો. અને હવે ફરી એકવાર અભિજીત ભટ્ટાચાર્ય પર નિશાન સાધ્યું છે. અભિજીત ભટ્ટાચાર્ય કહે છે કે સલમાને પોતાના દેશના ગાયકોને બદલે દુશ્મન દેશના ગાયકોને પ્રમોટ કર્યા અને તેમને તક આપી.

Continue Reading

Trending